ધારણ કરો આ ખાસ રત્નો, લોહચુંબકની જેમ ખેંચાઈ આવશે પૈસા…Wear these special gems, money will be attracted like an iron magnet…

ધારણ કરો આ ખાસ રત્નો, લોહચુંબકની જેમ ખેંચાઈ આવશે પૈસા…Wear these special gems, money will be attracted like an iron magnet…

Gujrat
0

 ધારણ કરો આ ખાસ રત્નો, લોહચુંબકની જેમ ખેંચાઈ આવશે પૈસા… Wear these special gems, money will be attracted like an iron magnet…


જયોતિષ શાસ્ત્રમાં અને વાસ્તુ શાસ્ત્રમાં જે રીતે આર્થિક તંગી દૂર કરવાના વિવિધ ઉપાયો અને ટોટકા જણાવવામાં આવ્યા છે એ જ રીતે રત્નશાસ્ત્રમાં વીંટીમાં કે અન્ય કોઈ પણ રીતે રત્ન ધારણ કરવાનું મહત્વ ખૂબ જ વિસ્તારપૂર્વક જણાવવામાં આવ્યું છે.

  • રત્ન શાસ્ત્રમાં સમૃદ્ધિ હાંસિલ કરવા માટે કેટલાક રત્નો ધારણ કરવાની સલાહ આપવામાં આવી છે. આજે અમે અહીં તમને કેટલાક એવા રત્નો વિશે જણાવવા જઈ રહ્યા છે કે જેને કારણે તમારી આર્થિક સ્થિતિ તો મજબૂત બનશે જ પણ એની સાથે સાથે જ પૈસા પણ લોહચુંબકની જેમ તમારી પાસે ખેંચાઈને આવશે…

પુખરાજ રત્ન:

  • પુખરાજના રત્નને રત્ન શાસ્ત્રમાં ખૂબ જ ચમત્કારિક ગણવામાં આવ્યો છે. આ રત્ન ધારણ કરવાથી વ્યક્તિના જીવનની મોટાભાગની સમસ્યાઓ ઉકેલાઈ જાય છે. પુખરાજનું રત્ન ધારણ કરવાથી આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે અને જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે છે. આ રત્નને ચાંદીની વીંટીમાં ધારણ કરવાથી લાભ થાય છે.

પન્ના:

  • સામાન્યપણે પન્ના રત્નને મન પર કાબૂ મેળવવા કે માનિસક શાંતિ જળવાઈ રહે એ માટે ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે, પરંતુ આ રત્નને ધારણ કરવાથી ઘરમાં રહેલી આર્થિક તંગી, ધનધાન્યની અછત પણ દૂર થાય છે. ચાંદીની વીંટીમાં જડાવીને પન્ના રત્નને ધારણ કરવાથી વેપારમાં ખૂબ જ લાભ થાય છે અને વેપારમાં આવી રહેલી સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે. માનસિક શાંતિની સાથે સાથે સ્વાસ્થ્ય પણ સારું રહે છે.

રત્નો માટે ખાસ જાણવા જેવી બાબતો

  • ૧. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ગ્રહનું રત્ન પહેરી ના શકે.
  • ૨. યોગ્ય ગ્રહનું રત્ન પણ યોગ્ય રીતે પહેરવું જરુરી છે.
  • ૩. કુંડળીમાં ગ્રહોની ઉચ્ચ પરિસ્થિતિ હોય તો ખરાબ અનુભવ કદાચ ના થાય પરંતુ જે ગ્રહોને કુદરતે જ કરોડો માઈલ દૂર રાખ્યા છે એમને એક આંગળી પર ધારણ કરતી વખતે તકેદારી રાખવી જરુરી છે.

  • ૪. રત્નોની જાણકારી ના હોય તો મેળવી લેવી જોઈએ. રત્નજાણકારની સલાહ લેવી જરૂરી છે. રત્નોમાંથી વીંટી-લોકેટ બનાવી વિભૂષિત કરીને પહેરી લેવી અને મંત્રઉચ્ચાર નિયમિત કરવા તથા અન્ય સુસંગત બાબતો પર ધ્યાન આપવું જરૂરી છે.
  • ૫. નવી કે સૌથી ખર્ચાળ કારને ખરાબ ડ્રાઈવર એક્સિડન્ટ કરાવી શકે છે એમ ગમે તેટલું મોંઘું નંગ પણ જો ખોટી રીતે પહેરી લેવાયું હોય તો એ ગ્રહ બાજી ઊંધી કરી શકે છે. દા. ત. કોહીનૂર હીરો જ્યાં જ્યાં ગયો ત્યાં માલિકને નુકસાન કરતો ગયો છે અને તારાજી કરી નાખી છે.
  • ૬. ઊતરેલો, બીજાનો જૂનો તથા ક્ષતિવાળો નંગ કદી ના પહેરશો. એવું કરવાથી દોષ લાગે છે.
  • ૭. રત્નોની અસર જો થોડા સમયમાં થાય જ નહીં તો એ રત્ન પહેરી રાખવું નહીં. કાઢી નાખવું.
  • ૮. રત્નોની સૃષ્ટિ અપરંપાર છે, એમાં ગૂંચવાઈ ના જવાય. એ સૃષ્ટિનો દર્શનલાભ લઈ શકાય. ગ્રહો પ્રભુના જ અંશો છે. આ અંશો સાથે તાલમેલ મેળવો અને સુખી બનો

(Disclaimer: અહીં જણાવવામાં આવેલી માહિતી ધાર્મિક અને સામાન્ય મહિતી પર આધારિત છે, જેનો અમલ કરતાં પહેલાં નિષ્ણાતોની સલાહ લેવી ખૂબ જ આવશ્યક છે)

ગુજરાત ધાર્મિક ગ્રુપ જોડાઓ 👏

અહીંયા ક્લીક કરી જોડાઓ 

ધાર્મિક ચેનલ સાથે જોડાઓ 👏

અહીંયા ક્લીક કરી જોડાઓ 

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !