Shravan 2024: આવતીકાલથી શ્રાવણ માસ શરૂ, સોમનાથ મહાદેવના દર્શને જવાનો હોય તો ખાસ વાંચજો// SOMNATH ONLINE DARSHN

Shravan 2024: આવતીકાલથી શ્રાવણ માસ શરૂ, સોમનાથ મહાદેવના દર્શને જવાનો હોય તો ખાસ વાંચજો// SOMNATH ONLINE DARSHN

Gujrat
0

 Shravan 2024: આવતીકાલથી શ્રાવણ માસ શરૂ, સોમનાથ મહાદેવના દર્શને જવાનો હોય તો ખાસ વાંચજો// SOMNATH ONLINE DARSHN 

Shravan 2024: આવતીકાલથી શ્રાવણ માસ શરૂ, સોમનાથ મહાદેવના દર્શને જવાનો હોય તો ખાસ વાંચજો

*श्री सोमनाथ महादेव मंदिर,*

प्रथम ज्योतिर्लिंग - गुजरात (सौराष्ट्र)

Somnath Mahadev Temple: પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધીદેવ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ રુપી 30 દિવસીય શિવોત્સવનો પ્રારંભ તા.05/08/2024 સોમવારે થશે અને પૂર્ણાહુતી તા.03/09/2024 શ્રાવણ વદ અમાસના રોજ થશે.







Somnath Mahadev Temple: પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધીદેવ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ રુપી 30 દિવસીય શિવોત્સવનો પ્રારંભ તા.05/08/2024 સોમવારે થશે અને પૂર્ણાહુતી તા.03/09/2024 શ્રાવણ વદ અમાસના રોજ થશે. શ્રાવણ માસમાં સોમનાથ ભજન, ભોજન અને ભક્તિનું સંગમ કેન્દ્ર બનશે. દેશ-વિદેશના શ્રદ્ધાળુ સોમનાથ મહાદેવના દર્શન કરી ભોળાનાથ શિવજીના જાપમાં લીન થશે. ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા આવનાર પ્રત્યેક શ્રદ્ધાળુને પ્રેમ પૂર્ણ આતિથ્ય મળે તેના માટે બહુસ્તરીય વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે.

  • દરવર્ષે શ્રાવણ માસ દરમિયાન 10 લાખથી વધુ શ્રદ્ધાળુ સોમનાથ મહાદેવના દર્શને પધારતા હોય છે.દર વર્ષે યાત્રીઓની સંખ્યામાં વૃદ્ધિ જોઈને આ વર્ષે ભૂતકાળના તમામ શ્રાવણ કરતા વધુ શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શને પધારવાનો અંદાજો લગાવાઇ રહ્યો છે. ત્યારે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રાવણ માસને લઈને વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. વધારે માત્રામાં આવનારી યાત્રીઓ માટે રહેવા, ભોજન અને દર્શનની ઉત્તમ વ્યવસ્થા થાય તેના માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા  તમામ વિભાગોમાં માઇક્રો મેનેજમેન્ટ કરી સુચારુ વ્યવસ્થાઓ ઉભી કરી છે, શ્રાવણ માસ માટે વધારાની સાધન-સામગ્રી સાથે વધુ સ્ટાફ મંદિરમાં ફરજ પર મૂકવામાં આવ્યો છે. સોમનાથ મંદિર દરવર્ષની જેમ આ વર્ષે પણ દરવર્ષની જેમ સોમવાર તથા તહેવારોના દિવસોએ સવારના 4-00 વાગ્યે ખોલવામાં આવશે.

દિવ્યાંગ અને વૃદ્ધ ખાસ સુવિધા

  • વૃદ્ધો, અશક્ત યાત્રીકો, દિવ્યાંગો માટે પાર્કિંગ ખાતેથી સોમનાથ મંદિર સુધી પહોંચવા વાહન વ્યવસ્થા ગોઠવવામાં આવશે. સોમનાથ મંદિર પરિસરના અપ્રોચ એરિયામાં ટ્રસ્ટ દ્વારા સ્વાગત કક્ષની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મોટા અક્ષરે સ્વાગત કક્ષ લખેલા સફેદ ટેન્ટમાં વૃદ્ધો તેમજ દિવ્યાંગો માટે વ્હીલ ચેર, મંદિરમાં ચાલનારી ગોલ્ફ કાર્ટ માટે સીનીયર સીટીઝન અને દિવ્યાંગો માટે નિશુલ્ક 0₹ ટિકિટ તેમજ વિશેષ જરૂરિયાત હોય તેવા યાત્રીઓ માટે સહાયક ગોઠવવામાં આવ્યા છે. વૃદ્ધો અને દિવ્યાંગોને દર્શનમાં સૌપ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે.

સંકીર્તન ભવનમાં પૂજન વ્યવસ્થા

  • સોમનાથ મંદિરમાં સૌથી ઉત્કૃષ્ટ યાત્રી અનુભવ આપવા મંદિર પરિસરમાં સંકીર્તન ભવન ખાતે વિશેષ પૂજન વ્યવસ્થા માટે માળખું ઊભું કરવામાં આવ્યું છે. વધારાનો સ્ટાફ, સુપરવાઇઝર, પંડિતજી સહિતની ટીમ દ્વારા અહી ધ્વજા પૂજા, પાઘ પૂજા, કળશ પૂજા, માર્કંડેય પૂજા, કાલસર્પયોગ નિવારણ પૂજા, રુદ્રાભિષેક પાઠ, સંકલ્પ, સહિતની પૂજન વ્યવસ્થા કરવામાં આવશે. અહીં જ યાત્રી વિશેષ કાઉન્ટર પર પૂજા નોંધાવી પણ શકશે. પોતે કરાવેલ પૂજાનો પ્રસાદ પણ અહીં જ પૂજા નોંધાવનાર ભક્તને પહોંચાડવામાં આવશે. પૂજા માટે સંકીર્તન ભવન વન સ્ટોપ સોલ્યુશન બનશે.

શ્રાવણના પ્રારંભ સાથે શ્રીરામ કથાનું આયોજન

  • પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ માસના પ્રથમ દિવસથી ભાટીયા ગ્રાઉન્ડ ખાતે પ્રજ્ઞાચક્ષુ કથાકાર ડોક્ટર કૃણાલ ભાઈ જોષીના મુખે તા.05/07/2024 થી 13/08/2024 સુધી શ્રીરામ કથાનું આયોજન કરવામાં આવ્યું છે, આ ઉપરાંત શ્રાવણના ઉત્તરાર્ધમાં સોમનાથ સંસ્કૃતિ યુનિવર્સિટીના પુરાણ વિભાગના પ્રોફેસર ડોક્ટર પંકજ  રાવલના શ્રીમુખે સોમનાથ શિવ કથાનો ભાવિકોને લાભ મળશે.

શ્રાવણ માસમાં 25₹ માં કરી શકાશે "મહામૃત્યુંજય યજ્ઞ"

  • દર વર્ષે શ્રાવણ માસ દરમિયાન, સોમનાથ મંદિરની યજ્ઞશાળામાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહામૃત્યુંજય યજ્ઞનું અનુષ્ઠાન કરવામાં આવે છે. ભાવિકો યજ્ઞ-પુણ્યનું અર્જન કરી શકે તેના માટે વિશેષ રૂપે પ્રતિવર્ષ ટ્રસ્ટ દ્વારા "મહામૃત્યુંજય યજ્ઞ"નું આયોજન કરવામાં આવે છે. આ યજ્ઞમાં કોઈપણ ભક્ત જોડાઈ શકે, અને યજ્ઞનો લાભ લઇ શકે તે માટે વિશેષ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. મંદિર પરિસરમાં આવેલ યજ્ઞશાળામાં માત્ર 25₹ ની રકમ દ્વારા ભક્તોને યજ્ઞ માટે આહૂતિ દ્રવ્ય, રક્ષા કંકળ, અને યજ્ઞમાં યજમાન બનવાનું પુણ્ય મળે છે.
  • પવિત્ર શ્રાવણ માસમાં ભક્તો ઘરે બેઠા  સોમનાથ મહાદેવની બિલ્વ પૂજા ઓનલાઇન માત્ર 25₹ માં નોંધાવી શકશે. ભક્તોને પોસ્ટ મારફતે રુદ્રાક્ષ અને નમન ભસ્મ મળશે. તા.12/07/2024 થી શ્રાવણ માસની અમાસ 03/09/2024 ની સવાર સુધી આ બિલ્વ પૂજા ભાવિકો નોંધાવી શકશે. ત્યારે આ અદભુત બિલ્વ પૂજાનો લાભ લેવા માટે સોમનાથ ટ્રસ્ટની અધિકારીક વેબસાઈટ https://somnath.org/BilvaPooja/ અથવા આપેલ QR કોડ સ્કેન કરીને બુક થઈ શકશે.

"સોમનાથની પાલખીયાત્રા": શિવભક્તિનો અદભુત અનુભવ

  • સોમનાથ મંદિર પરિસરમાં સોમનાથ મહાદેવની પાલખીયાત્રા એ માત્ર એક યાત્રા નથી, પરંતુ ભક્તિનો અનોખો અલભ્ય અનુભવ છે. શ્રી સોમનાથ ટ્રસ્ટ મહાદેવના સ્વરૂપનું વિધિવિધાન થી પૂજન કરી પાલખીને યાત્રા પ્રસ્થાન કરાવે છે. ત્યારે હજારો શિવભક્તો મળીને આ યાત્રામાં સોમનાથ મહાદેવની પાલખીને ઊંચકીને પુણ્યનું અર્જન કરે છે. હવેથી શ્રાવણ માસના સોમવાર ઉપરાંત શ્રાવણ માહની પૂર્ણિમા, માસિક શિવરાત્રિ અને અમાસના દિવસે પણ પાલખીયાત્રાનું આયોજન કરવામાં આવનાર છે.

Somnath.org સોમનાથનું વન સ્ટોપ સોલ્યુશન

શ્રી સોમનાથ મંદિરમાં થતી દરેક પૂજા જેમાં સોમેશ્વર પૂજા,ધ્વજા પૂજા, મહામૃત્યુંજય મંત્રજાપ, યજ્ઞ, શૃંગાર દર્શન પૂજા, બિલવપુજા, સવાલક્ષ બિલ્વપૂજા, સહિત પૂજાવિધિઓ શ્રધ્ધાળુઓ ટ્રસ્ટની વેબસાઇટ SOMNATH.ORG પરથી ઓનલાઇન નોંધાવી શકશે. જે શ્રદ્ધાળુ સોમનાથ ન પહોંચી શકે તેમને ઝૂમ એપના માધ્યમથી ઓનલાઈન સંકલ્પ કરાવી તેમની પૂજા સંપન્ન કરાવવામાં આવશે. Somnath.org પરથી સોમનાથ ટ્રસ્ટના  સાગરદર્શન, લીલાવતી, માહેશ્વરી સહિતના અતિથિભવનોમાં રુમનું ઓનલાઇન બુકીંગ પણ કરાવી શકાશે. 

સોમનાથ દાદાના ઓનલાઈન દર્શન

શ્રાવણ માસ દરમ્યાન ભક્તો સોશ્યલ મીડીયા ના માધ્યમથી દર્શન અને આરતી નો લ્હાવો લઇ શકે તે માટે ટ્રસ્ટના ફેસબુક @SomnathTempleOfficial ટ્વીટર @Somnath_Temple યુટ્યુબ SomnathTemple-Official Channel  ઇન્સ્ટાગ્રામ @SomnathTempleOfficial વોટ્સએપ ચેનલ somnath temple offical તથા ટેલીગ્રામમાં 9726001008 અને ટ્રસ્ટની વેબસાઇટ SOMNATH.ORG પરથી  મળી રહે તે માટે મંદિર અને આઇટી ટીમ દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવનાર છે. 

દર્શનાર્થીઓ માટે વિશેષ વ્યવસ્થાપન

  • શ્રાવણ માસ દરમિયાન લાખો દર્શનાર્થીઓ સોમનાથ દાદાના દર્શનનો લાભ લેશે, દર્શન અને આરતી દરમિયાન ભક્તોએ સતત ચાલતા રહેવું પડશે. દર્શન બાદ યાત્રીઓ મંદિરની અંદર રોકાઇ શકશે નહિં, યાત્રિઓને મુશ્કેલી ન પડે અને સુચારુ વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ખાસ પોલીસ બંદોબસ્ત અને વિશેષ સ્ટાફ ગોઠવી વ્યવસ્થા કરવામાં આવશે. મંદિરના અપ્રોચ એરિયાથી લઈને પ્રવેશ-નિકાસ એરિયા અને મુખ્ય પરિસરમાં થોડા થોડા અંતરે આર.ઓ પ્યુરીફાઈડ પીવાના પાણીના પોઇન્ટ ગોઠવવામાં આવ્યા છે. શ્રાવણમાં યાત્રીઓના પ્રવાહને ધ્યાને રાખી, વધુ માત્રામાં પ્રસાદ નિર્માણ, પૂજાવિધિ-ક્લોકરૂમ-જુતાઘર સહીતની વધારાની વ્યવસ્થા કરવામાં આવશે. શ્રાવણમાસ દરમ્યાન સ્વાગત કક્ષથી યાત્રીઓને સતત મદદ-માર્ગદર્શન મળી રહેશે. ટ્રસ્ટના નિશુલ્ક ભોજનાલયમાં ક્ષમતા બમણી કરીને યાત્રીઓની સુવિધા વધે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. 

યાત્રીઓની સુરક્ષા અને સલામતીને મહત્વ

  • સોમનાથ મંદિરમાં ફાયરસપ્રેશન સિસ્ટમ જેવી અનેકવિધ ટેકનિકલી એડવાન્સ ફાયર રજીસ્ટન્સ સિસ્ટમ લગાવવામાં આવેલી છે, વધુમાં મંદિરમાં ખૂણે ખૂણે અગ્નિશામક લગાવવામાં આવ્યા છે. મંદિરના પ્રત્યેક કર્મચારીને અગ્નિશામકની ટ્રેનિંગ પણ આપવામાં આવી છે. આ ઉપરાંત મંદિરમાં આવનાર ભક્તોને કોઈ ઈજા થાય તો ટેમ્પલ ઓફિસ/પી.આર.ઓ ઓફિસ ખાતે ફર્સ્ટ એડ કીટ અને પ્રશિક્ષણ પામેલ સ્ટાફ રાખવામાં આવેલ છે. ભક્તના સ્વાસ્થ્યને સૌથી પહેલી પ્રાથમિકતા આપવા માટે તમામ કર્મચારીઓને સૂચિત કરવામાં આવ્યા છે.
  • શ્રાવણ માસ દરમ્યાન ગુરૂકુળ શંખ સર્કલથી શ્રી રામ મંદિર સુધીનો રસ્તો એકમાર્ગીય રહેશે. પાર્કિંગમાં પ્રવેશ કર્યા બાદ વાહનો પાર્કિંગના નિકાસ દ્વારથી રામ મંદિરથી હાઇવેને જોડતા માર્ગ પર નિકાસ કરી શકશે. યાત્રીકોની સંખ્યાને ધ્યાનમાં રાખી ટુવ્હિલર પાર્કિંગ સહિત પાર્કિંગ સુવિધા માં પણ વધારો કરવામાં આવેલ છે.
  • ખવડાવો.

ગુજરાત ધાર્મિક ગ્રુપ જોડાઓ 👏

અહીંયા ક્લીક કરી જોડાઓ 

ધાર્મિક ચેનલ સાથે જોડાઓ 👏

અહીંયા ક્લીક કરી જોડાઓ 

આ મંત્રનો કરો જાપ

  • શ્રાવણ શિવરાત્રી પર "ઓમ શં શનિશ્ચરાય નમઃ" મંત્રનો 108 વખત જાપ કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે.

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !