Randhan Chhath 2024 Date: કેમ મનાવવામાં આવે છે રાંઘણ છઠ્ઠ, જાણો તેની પાછળની કહાણી
24 ઓગસ્ટના રોજ રાંઘણ છઠ્ઠ મનાવવામાં આવશે. રાંઘણ છઠ્ઠના દિવસે શીતળા સાતમના દિવસ માટે અનેકવિધ વાનગીઓ અને પકવાનો બને છે.
- Randhan Chhath 2024 Date, Time, Shubh Muhurat: રાંધણ છઠ્ઠ એ જન્માષ્ટમી અને શીતળા સાતમ સાથે જોડાયેલો તહેવાર છે. આ વખતે રાંધણ છઠ્ઠ શ્રાવણ વદ છના દિવસે એટલે કે 24 ઓગસ્ટ 2024 અને શનિવારના દિવસે છે.
- રાંઘણ છઠ્ઠનો તહેવાર શીતળા સાતમ સાથે જોડાયેલો તહેવાર છે. શીતળા સાતમના દિવસે ઠંડું ખાવાનો રિવાજ છે. આથી દરેક ઘરમાં રાંઘણ છઠ્ઠના દિવસે અનેક વિધ વાનગીઓ અને પકવાનો બને છે. શીતળા સાતમના દિવસે મોટા ભાગના ઘરોમાં ચુલા સળગાવવામાં આવતા નથી. આથી રાંઘણ છઠ્ઠના દિવસે જ જમવાનું બનાવી લેવામાં આવે છે. જે શીતળા સાતમ અને જન્માષ્ટમીના તહેવારમાં ખાવામાં આવે છે.
- એવું કહેવાય છે કે ભગવાન કૃષ્ણના મોટા ભાઈનો જન્મ રાંઘણ છઠ્ઠના દિવસે થયો હતો. મહિલાઓ પાતાના સંતાનના લાંબા આયુષ્ય માટે આ દિવસે વ્રત રાખે છે. આ દિવસે વ્રત રાખનાર મહિલાઓ ગાયનું દુધ કે દહીંનું સેવન કરતી નથી. સાથે હળથી ખેડવામાં આવેલું કોઈપણ અનાજ કે ફળ પણ ખાતી નથી. આખો દિવસ વ્રત રાખ્યા બાદ સાંજે પૂજા-અર્ચન કરી ફળાહાર કરે છે.
ગુજરાત ધાર્મિક ગ્રુપ જોડાઓ 👏 | |
ધાર્મિક ચેનલ સાથે જોડાઓ 👏 |