અમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સત્,
પૂનમચંદના પાનિયા આગળ ડોશી લખાવે ખત,
ગગો એનો મુંબઇ કામે;
ગીગુભાઇ નાગજી નામે.
લખ્ય કે માડી ! પાંચ વરસમાં પ્હોંચી નથી એક પાઇ
કાગળની એક ચબરખી પણ, તને મળી નથી ભાઇ !
સમાચાર સાંભળી તારા,
રોવું મારે કેટલા દ્હાડા ?
ભાણાનો ભાણિયો લખે છે કે, ગગુ રોજ મને ભેળો થાય,
દન આખો જાય દાડિયું ખેંચવા રાતે હોટલમાં ખાય,
નિત નવાં લૂગડાં પ્હેરે
પાણી જેમ પઇસા વેરે.
હોટલનું ઝાઝું ખાઇશ મા, રાખજે ખરચી-ખૂટનું માપ,
દવાદારૂના દોકડા આપણે કાઢશું ક્યાંથી, બાપ !
કાયા તારી રાખજે રૂડી,
ગરીબની ઇ જ છે મૂડી.
ખોરડું વેચ્યું ને ખેતર વેચ્યું, કૂબામાં કર્યો છે વાસ,
જારનો રોટલો જડે નહિ તે દી પીઉં છું એકલી છાશ,
તારે પકવાનનું ભાણું,
મારે નિત જારનું ખાણું.
દેખતી તે દી દળણાં-પાણી કરતી ઠામેઠામ,
આંખ વિનાનાં આંધળાંને હવે કોઇ ન આપે કામ,
તારે ગામ વીજળીદીવા,
મારે આંહીં અંધારાં પીવાં.
લિખિતંગ તારી આંધળી માના વાંચજે ઝાઝા જુહાર
એકે રહ્યું નથી અંગનું ઢાંકણ, ખૂટી છે કોઠીએ જાર.
હવે નથી જીવવા આરો,
આવ્યો ભીખ માગવા વારો.
ગગો એનો મુંબઈ ગામે ગીગુભાઈ નાગજી નામે - ૧
લખ્ય કે, માડી! પાંચ વરસમાં પ્હોંચી નથી એક પાઇ
કાગળની એક ચબરખી પણ મને મળી નથી ભાઈ!
સમાચાર સાંભળી તાર, રોવું મારે કેટલા દહાડા? ૨
ભાણાનો ભાણિયો લખે છે કે ગગો મને રોજ ભેળો થાય
દન આખો, જાય દાડિયું ખેંચવા રાતે હોટલમાં ખાય
નિત નવા લૂંગડાં પ્હેરે પાણી જેમ પૈસા વેરે - ૩
હોટલનું ઝાઝુ ખાઈશ મા, રાખજે ખરચી ખૂટનું માપ
દવાદારૂના દોકડા આપણે કાઢશું ક્યાંથી, બાપ?
કાયા તારી રાખજે રૂડી ગરીબની ઈજ છે મૂડી ૪
કોરડું વેચ્યું ને ખેતર વેચ્યું કૂબામાં કર્યો છે વાસ
જારનો રોટલો જડે નહિ તે દિ' પીઉં છું એકલી છાશ
તારે ત્યાં પકવાનનું ભાણું, મારે નિત જારનું ખાણું ૫
દેખતી ને દિ' દખણાં-પાણી કરતી ઠામેઠામ
આંખ વિનાના આંધળાને હવે કોઈ ના આપે કામ
તારે ગામ વીજળી-દીવા મારે આંહી અંધારાં પીવા ૬
લિખિતંગ તારી આંધળી માના વાંચજે ઝાઝા જુહાર
એકે રહ્યું નથી અંગનું ઢાંકણ, ખૂટી છે કોઠીએ જાર
હવે નથી જીવવા આરો, આવ્યો ભીખ માંગવા વારો
- આં ધળી મા છે - દીકરો માને ગામમાં મેલી મુંબઈ કમાવા ગયો છે. દીકરાને મુંબઈ શહેરે બગાડી નાખ્યો છે. દીકરાનો દોષ કે મુંબઈ શહેરનો? સ્પષ્ટતા કર્યા વગર કવિ માની વ્યથાને ખુલ્લી કરે છે. મુંબઈ કેવું છે? મોહમયી નગરી કહેવાય - રોટલો મળે ઓટલો ના મળે. માણસ એકબીજાના ધક્કે ચાલે. યંત્રવત જીવન. આસ્ફાલ્ટનું નગર કહ્યું છે કોઈ કવિએ - નિરંજન ભગત સાહેબે 'પુચ્છ વિનાની મગરી' કહી છે. નરી યાંત્રિકતા, દોડધામ સંકડાશ (જગાની અને મનની) જોવા મળે. ત્યાં સંવેદન-શરમ જેવું કંઈ જોવા જ ના મળે. આવું નગર ઘણાના ભાગ્યમાં છે - પણ તેઓ પોતપોતાની સંવેદના સાચવીને બેઠા છે, પણ નગર તો સંવેદનહીન બનાવવાનો જ ઉપક્રમ લઈને બેઠું છે. ટ્રેન જ જીવન. લાખો લોકો ટ્રેનમાં આવે-જાય. ઠલવાય - ભરાય. જેમ કોસનું પાણી હોજમાં ઠલવાય - કૂવેથી ભરાય. અહીંયા નગર છે - ઓળખાણ નથી. માણસ છે માણસાઈ શોધવી પડે. - સંવેદના નથી મુંબઈગરાની નાભિમાં ચંચળતા વસે છે, ઉતાવળ - ઉતાવળ મંત્ર છે. ઈન્દુલાલ ગાંધી ગાંધીયુગના કવિ હતા. ગામડા-શહેરનો સ્પષ્ટ ભેદ કરવા માટે આ કાવ્ય ખૂબ મહત્ત્વનું બને છે. સામાજિક વિષયના અને સંવેદન બધિરતા એ બંને બાબતો આ કાવ્યનો મુખ્ય વિષય છે. દરિયાની ખારાશ માણસોમાં પ્રવેશી છે કે શું? દરિયાની મોકળાશ ક્યાં ગઈ? ખુશ્બુ નથી. ફૂલોને કચડી - નીચોવી બનાવેલું બનાવટી અત્તર છે - આભા છે - મુંબઈ માયા છે.
- આંધળી માનો દીકરો મુંબઈ કમાવા આવ્યો છે - મુંબઈએ તેને પોતાનો કરવા માંડયો છે. નાગજીભાઈ નામ છે મુંબઈમાં એ ખોવાયો છે કે મુંબઈએ તેને ગુમ કર્યો છે? મુંબઈ આવા અનેક નાગજીભાઈઓને ભરખી ગયું છે એ યુવકના નામ-કામ-રૂપ રંગ પલટી નાખ્યાં છે. ગામની આત્મીયતા વિસારે પાડી દેવી પડી છે. આંધળી માથી છેટું પડતું જાય છે. માને ભૂલવા માંડયો છે એકનો એક દીકરો - વાંક કોનો? માનો? દીકરાનો? ના... મુંબઈનો. પરિસ્થિતિનો? મુંબઈએ માણસની આકરી કસોટી કરી છે. ગીગાને મા પ્રત્યે પ્રેમ હતો... ગયો ક્યાં? કોણ લઈ ગયું? ત્યારે આપણને થાય છે ગીગો મા પાસે રહ્યો હોત તો આ પરિણામ આવત ખરું?
લો.
ગુજરાત ધાર્મિક ગ્રુપ જોડાઓ 👏 | |
ધાર્મિક ચેનલ સાથે જોડાઓ 👏 |
- મુંબઈમાં જાતને ય મળવું અઘરું છે. મરીન લાઇન, ગ્રાંટ રોડ, ચર્જી રોડ, ચર્ચ ગેટ... માણસો હરાયા ઢોરની જેમ દોડે છે. મુંબઈગરાઓ જીવે છે કે ઝુરે છે? જમે છે કે પેટ ભરે છે? મુંબઈ રાત જ પડતી નથી.. સવારની જેમ માણસ કામ કરે છે મુંબઈને ફ્રોકલેન્ડનો રોગ લાગુ પડયો છે. પારકાં દળણાં દળતી વૃદ્ધાનો એકનો એક નાગજી નામનો દીકરો માને ભૂલી જાય? મા કરતાં મુંબઈની માયા ગજબની મોટી છે. પૂનમચંદને ત્યાં ડોશી દીકરાને વાસ્તવિકતા લખાવે છે તારા ગયા પછી તારા સમાચારે ય નથી, પૈસા તો ઠીક, અહીં કોઠીએ જાર ખૂટી છે - ભીખ માગવા વારો આવ્યો છે - ભયાનક ગરીબી! ખાવાને બદલે છાશ પીને દિવસ કાઢું છું. બીજી બાજુ નાગજી હોટલમાં ખાય છે