અર્થ હીન કામ :: દિવા અને જ્યોત ધાર્મિક વાર્તા વાંચો
વાર્તા : એક અંધ માણસ તેના મિત્રના ઘરે થોડા દિવસો રહ્યો અને પછી રાત્રે પાછો તેના ઘરે જવા રવાના થયો. તેના મિત્રે તેના હાથમાં ફાણસ સળગાવી ને આપી દીધી. આંધળા માણસે વિરોધ કરતાં કહ્યું કે, મને ફાણસની શી જરૂર છે? મારા માટે બધું એક સમાન છે. આંધળા વ્યક્તિને દીવો સાથે લઈને ચાલવાથી શું ફાયદો થાય?
- મિત્રએ કહ્યું, "મારા પ્રિય મિત્ર, આ તમારા માટે નથી, તે એ લોકો માટે છે જે તારી સામે આવશે. જો તમે આ પ્રકાશ સાથે ચાલશો, તો કોઈ તમારી સાથે અથડાશે નહીં". પછી આંધળા માણસે કહ્યું, "જો આ વાત હોય તો, હું આને લઈ જઈશ".
તે આંધળો માણસ અંધારામાં પ્રકાશિત ફાણસ સાથે ચાલવા લાગ્યો. ફાણસ હોવા છતાં, રસ્તામાં, એક માણસ આવ્યો અને તેનાથી સીધો અથડાઇ ગયો. આંધળા માણસએ લથડિયું ખાઈને જમીન પર પડ્યો અને ગુસ્સાથી બોલ્યો, "તમે મારાથી કેમ અથડાયા? મારી પાસે દીવો હતો, શું તમને દેખાતું નહોતું કે તમે ક્યાં જઈ રહ્યા છો?"
જે માણસ તેની સાથે અથડાયો, તે આજુબાજુ જોતા બોલ્યો, "કયો દીવો? મને એ ક્યાંય દેખાતો નથી. પછી તેને તે દીવો મળ્યો, અને તેણે કહ્યું," હા, અહીં દીવો છે, પણ મારા મિત્ર, તેની જ્યોત ક્યારની ઓલવાઈ ગઈ છે "
બોધ :::
- એ માણસ પાસે દીવો હતો જેનાથી અજવાળું થઈ રહ્યું હતું. પરંતુ જ્યારે તેની જ્યોત બુઝાઈ ગઈ હોય ત્યારે તેને ઉપાડીને ચાલવું એક અર્થહીન કાર્ય છે. ઘણી એવી બાબતો છે જેની શરૂઆત આપણે આપણા જીવનમાં કોઈ વિશિષ્ટ હેતુથી કરી હતી, પરંતુ હવે તે હેતુઓની મૂળ ગુણવત્તા ખતમ થઈ ગઈ છે, અને હવે આપણે આને કોઈ રિવાજ કે વિધિની જેમ જ કરી રહ્યા છીએ.
ગુજરાત ધાર્મિક ગ્રુપ જોડાઓ 👏 | |
ધાર્મિક ચેનલ સાથે જોડાઓ 👏 |