હોળી સમયે મળતા કેસૂડાના ફુલનું જાણો મહત્વ, ભગવાન કૃષ્ણ સાથે જોડાયેલો છે કેસૂડાનો ઈતિહાસ

હોળી સમયે મળતા કેસૂડાના ફુલનું જાણો મહત્વ, ભગવાન કૃષ્ણ સાથે જોડાયેલો છે કેસૂડાનો ઈતિહાસ

Gujrat
0

 હોળી સમયે મળતા કેસૂડાના ફુલનું જાણો મહત્વ, ભગવાન કૃષ્ણ સાથે જોડાયેલો છે કેસૂડાનો ઈતિહાસ

હોળીના તહેવારમાં કેસુડાના ફૂલનું આયુર્વેદિક, આધ્યાત્મિક અને પ્રાકૃતિક મહત્વ છે. ભારતીય સંસ્કૃતિમાં આદિકાળથી પ્રાકૃતિક રંગ સાથે જ હોળીની ઉજવણી કરવામાં આવે છે. આજે પણ દક્ષિણ ગુજરાત અને અંતરિયાળ વિસ્તારોમાં કૃત્રિમ રંગો ની જગ્યાએ કેસુડા જેવા પ્રાકૃતિક રંગોથી હોળીની ઉજવણી થતી હતી.



  • હોળીનો રંગ જો કોઈ વસ્તુ વગર ફીકો હોય તો તે છે કેસૂડો. તહેવારની ઉજવણીમા કેસૂડા ના ફૂલ આગવું મહત્વ છે. હોળીમાં કેસૂડાના ફૂલોના રંગનો ઉપયોગ ન કરે તો તમારી ધૂળેટી અધૂરી ગણાય છે."બ્યુટીઆ મોનોસ્પર્મા" આ વૈજ્ઞાનિક નામ છે કેસૂડા ના ફૂલનું. ઉપરાંત કેસુડાના ફૂલને "પલાશ" ના ફૂલ તરીકે પણ ઓળખવામાં આવે છે.

.



હોળીના તહેવારમાં કેસૂડાના ફૂલનું આયુર્વેદિક, આધ્યાત્મિક અને પ્રાકૃતિક મહત્વ છે. ભારતીય સંસ્કૃતિમાં આદિકાળથી પ્રાકૃતિક રંગ સાથે જ હોળીની ઉજવણી કરવામાં આવે છે. આજે પણ દક્ષિણ ગુજરાત અને અંતરિયાળ વિસ્તારોમાં કૃત્રિમ રંગો ની જગ્યાએ કેસૂડા જેવા પ્રાકૃતિક રંગોથી હોળીની ઉજવણી કરવામાં આવે છે.


  • કેસૂડાના ફૂલોમાંથી ઓર્ગેનિક કલર બનાવવા માટે કેસૂડાના ફૂલોની પાંદડીઓને આખી રાત પાણીમાં પલાળી રાખવામાં આવે છે. સવારે નેચરલ કેસરી કલરનું કેસૂડાનું પાણી તૈયાર થઈ જાય છે. કેસૂડાના ફૂલોને સુકવવામાં આવે છે ત્યારબાદ તેનો પાવડર બનાવી નેચરલ કલર બનાવવામાં આવે છે.


કેસૂડાના ફૂલોનું પ્રાકૃતિકની સાથે સાથે ઔષધીય મહત્વ છે. કેસૂડાના પાણીથી નાવામાં આવે તો તમારી સ્કિન સોફ્ટ અને બ્રાઇટ બને છે. આ ઉપરાંત આંખના કેટલાક રોગોમાં, પેટને લગતી સમસ્યાઓમાં પણ કેસૂડાના ફૂલ માંથી બનતી આયુર્વેદિક દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે.


  • કેસૂડાના ફૂલ ને "ફ્લેમ ઓફ ફોરેસ્ટ" તરીકે પણ ઓળખવામાં આવે છે. એક માન્યતા પ્રમાણે અગ્નિ દેવના સ્વરૂપ તરીકે ઓળખાતા કેસૂડાના ફૂલ બ્રાઇટ લાલ અને નારંગી રંગના હોય છે. બીજી એક માન્યતા પ્રમાણે હોળીના તહેવારમાં કૃષ્ણ ગોપીઓ ઉપર કેસૂડાનું રંગીન પાણી ફેકીને પરેશાન કરતા હતા. 


  • ગોપીઓએ યશોદા માતાને ફરિયાદ કરતા માતાએ કેસૂડાના ફૂલોના પાવડર કૃષ્ણના મુખ ઉપર લગાવતા ચહેરો બ્રાઇટ નારંગી રંગનો થઈ ગયો હતો. ગામ લોકોએ કૃષ્ણને તેના આ દેખાવ માટે પૂછતા કૃષ્ણ ગર્વથી કહેતા કે આ મારી માતાએ આપેલી ભેટ છે. ત્યારથી કેસૂડાના ફૂલો ઉજવણીમાં મહત્વના અંગ બની ગયા છે.




Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !