માતાજીનું સાતમું નોરતું: Mataji's Seventh Nortun: કાલરાત્રિ
માતા કાલરાત્રીનું સ્વરૂપ:એવું કહેવાય છે કે, શુંભ, નિશુમ્ભ અને રક્તબીજને મારવા માટે દેવી દુર્ગાએ કાલરાત્રીનું રૂપ ધારણ કરવું પડ્યું હતું. દેવી કાલરાત્રીનું શરીર અંધકાર જેવું કાળું છે. તેમના શ્વાસમાંથી અગ્નિ નીકળે છે. ગળાની માળા વીજળીની જેમ ચમકે છે.માતાના ચાર હાથ છે, જેમાં એક હાથ ખડગ એટલે કે તલવાર, બીજામાં લોખંડી શસ્ત્ર, ત્રીજો હાથ અભય મુદ્રામાં અને ચોથો હાથ વરમુદ્રામાં છે.
કાલરાત્રી:
માઁ દુર્ગાના સાતમાં સ્વરૂપને કાલરાત્રીના નામથી ઓળખવામાં આવે છે. નવરાત્રિના સાતમા દિવસે કાલરાત્રિને પુજા કરવામાં આવે છે. આ સિવસે સાધકનું મન સહાર ચક્રમાં સ્થિર રહે છે. આના માટે બ્રમાંડની સમસ્ત શક્તિઓના દ્વાર ખુલી જાય છે. |
સહારા ચક્રમાં સ્થિર સાધકનું મન પૂર્ણત: મા કાલરાત્રિના સ્વરૂપમાં અવસ્થિત રહે છે. આમના સાક્ષાત્કારથી મળનાર પુણ્યનો તે સહભાગી બની જાય છે. તેના બધા જ પાપો અને વિધ્નોનો નાશ થઈ જાય છે. તેને અક્ષય પુણ્ય લોકોની પ્રાપ્તિ થાય છે.
આરતી ઉપયોગી લિંન્ક
| ||||||||||
આમના શરીરનો રંગ ઘોર અંધારી રાત્રીની જેમ એકદમ કાળો છે. માથાના વાળ વિખરાયેલા છે. ગળામાં ચમકતી માળા છે. આમના ત્રણ નેત્રો છે.
માની નાસિકાથી શ્વાસ અને ઉચ્છવાસથી અગ્નિની ભયંકર જ્વાળાઓ બહાર નીકળે છે. આમનું વાહન ગધેડું છે. આ ઉપર કરેલા જમણા હાથની વરમુદ્રાથી બદાને આશીર્વાદ આપે છે. જમણા હાથનો નીચેવાળો હાથ અભયમુદ્રામાં છે. ડાબી તરફના ઉપરવાળા હાથમાં લોખંડનો કાંટો તેમજ નીચેવાળા હાથમાં કટાર છે.
શંભુકારી :
- મા કાલરાત્રિનું સ્વરૂપ જોવામાં અત્યંત ભયાનક છે પરંતુ આ હંમેશા શુભફળ આપનારી છે. એટલા માટે તેમનું એક નામ શંભુકારી પણ છે. આમનાથી ભક્તોએ કોઇ પણ પ્રાકરનો ભય કે આતંકિત થવાની જરૂર નથી.
- મા કાલરાત્રિ દુષ્ટોનો વિનાશ કરનારી છે. દાનવ, દૈત્ય, રાક્ષસ, ભૂત, પ્રેત વગેરે આમનુંસ્મરણ કરવાથી જ ભયભીત થઈ જાય છે. આ ગ્રહબાધાઓને પણ દૂર કરનારી છે. આમના ઉપાસકોને અગ્નિ-ભય, જળ-ભય, જંતુ-ભય, રાત્રિ-ભય વગેરે ક્યારેય નથી હોતા. આમની કૃપાથી તે હંમેશા ભયમુક્ત થઈ જાય છે.
સ્વરૂપ-
મા કાલરાત્રિના સ્વરૂપ-વિગ્રહને પોતાની અંદર સમાવીને મનુષ્યે એકનિષ્ઠભાવથી તેમની ઉપાસના કરવી જોઈએ. યમ, નિયમ, સંયમનું તેણે પુર્ણ પાલન કરવું જોઈએ. મન, વચન, કાયાની પવિત્રતા રાખવી જોઈએ. તે શંભુકારી દેવી છે. તેમની ઉપાસનાથી થનાર શુભોની અવગણના નથી કરી શકાતી. આપણે હંમેશા તેમનું ધ્યાન, પુજા અને સ્મરણ કરવું જોઈએ. |
also read :
- નવરાત્રિનો છઠ્ઠો દિવસ છે. છઠ્ઠા નોરતે મહાશક્તિએ કાત્યાયની સ્વરૂપ ધારણ કર્યું હતું.//It is the sixth day of Navratri. The sixth great power had taken the form of Katyayani.
- FIFTH DAY OF NAVRATRI 2022 WORSHIP OF MAA SKANDAMATA PUJA VIDHI BHOG AND MUHURAT પાંચમું નોરતું સંતાન પ્રાપ્તિ માટે માતા સ્કંદમાતાની કરો આ રીતે પૂજા
- નવરાત્રી:માતાના ચોથા રૂપ "કૂષ્માન્ડા" વિશે // દુર્ગામાતાનું ચોથું સ્વરૂપ એટલે કુષ્માંડા માતા. Navratri: About the Fourth Form of Mother "Kushmanda" // The fourth form of Durgamata is Kushmanda Mata.
પૂજન મંત્ર- |
जयन्ती मंगला काली भद्रकाली कपालिनी।
दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोस्तु ते।। |
ઉપાસના મંત્ર- |
एकवेणी जपाकर्णपूरा नग्ना खरास्थिता, लम्बोष्टी कर्णिकाकर्णी तैलाभ्यक्तशरीरिणी।
वामपादोल्लसल्लोहलताकण्टकभूषणा, वर्धनमूर्धध्वजा कृष्णा कालरात्रिर्भयंकरी॥ |