Important : Navratri Palli Fair In Rupal Village : Vardayini Mata's Palli Sud Nom

Important : Navratri Palli Fair In Rupal Village : Vardayini Mata's Palli Sud Nom

Gujrat
0

રૂપાલ ગામમાં પલ્લીનો મેળો

ગુજરાત રાજ્યના પાટનગર ગાધીનગરથી ૧૩ કિલોમીટર દૂર આવેલા રૂપાલ ગામે દર વર્ષે નવરાત્રિ દરમિયાન આસો સુદ નોમના દિવસે વરદાયીની માતાની નિશ્રામાં પલ્લીનો મેળો યોજાય છે.


રૂપાલ ની પલ્લી 

માતાજીની પલ્લી અને દંત કથાઓ

રામાયણ અને વરદાયિની માતા 

  • વરદાયીની માતાની પલ્લી સાથે ત્રણ જેટલી દંતકથાઓ જોડાયેલી છે. વરદાયીની માતા દેવસ્થાન સંસ્થાના કહેવા પ્રમાણે ત્રેતા યુગમાં ભગવાન શ્રી રામચંદ્ર, પિતાની આજ્ઞા પાળવા વનમાં ગયા. ત્યારે તેમણે ભરત મિલાપ બાદ શ્રી શ્રૃંગી ઋષિના આદેશથી લક્ષ્મણ તથા સીતામાતા સહિત શ્રી વરદાયીની માતાજીના દર્શન કરી પુજા અર્ચના કરી પ્રાર્થના કરતાં શ્રી વરદાયીની માતાજીયે પ્રસન્ન થઈ ભગવાન શ્રી રામચંદ્રને આશીર્વાદ આપી શક્તિ નામનુ એક અમોધ દિવ્ય અસ્ત્ર આપ્યું. લંકાના યુદ્ધમાં ભગવાન શ્રી રામચંદ્ર આજ બાણથી અજેય રાવણનો વધ કર્યો. 

પાંડવ કાલ 

  • પાંડવ કાળની વાત કરવામા આવેતો જંગલની વચ્ચે ઘેરાયેલા ૩૫ાલ પંથકમાં ખીજ્ડાના આ વૃક્ષની નીચે માતાજીની દેરી હતી. ગુપ્તવાસ પૂરો કરીને પાંડવો વિરાટનગર એટલે કે હાલના ધોળકામાંથી પરત ફરી શસ્ત્રો લેવા રૂપાલ આવ્યા ત્યારે શસ્ત્રોની પૂજા કરીને તેમણે પાંચ દિવાની જ્યોતવાળી પલ્લી બનાવી માતાજી પાસે મૂકી હતી. આ પછી હસ્તિનાપુરના યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ કૃષ્ણ સાથે પાંડવો ફરી અહીં આવ્યા હતા. જે બાદ સોનાની પલ્લી બનાવીને યાત્રા યોજી હતી.


આ સમયથી એટલે કે પાંચ હજાર વર્ષથી રૂપાલમાં વરદાયિની માતાની પલ્લીનો મેળો પ્રતિ વર્ષ નવરાત્રી પર્વના નવમાં નોરતે યોજાય છે. અત્રે નોંધનીય છે કે, આ પલ્લીમાં હજારો કિલો ઘી માતાજીને અર્પણ કરવામાં આવે છે. આ ઘી એટલા મોટા પ્રમાણમાં હોય છે કે, ગામમાં ઘીની નદીઓ વહેતી થાય છે. જો કે માતાજીને અર્પીત થયેલ ઘી રોડ પર વહેતું હોવા છતા તેમાં લોકો ચાલે પરંતુ આ ઘીનો ડાઘ કપડા પર પડતો નથી. ઘણા લોકો કહે છે કે, આ માતાનો જ પ્રતાપ છે કે, આ ઘી તમારા કપડાને સ્પર્શતુ નથી એટલે કે કોઇ વ્યક્તિના કપડા પર પણ ઘી અડે અને તે ઘરે જાય તેવું નથી બનતું. આ ઘી પર માત્ર અને માત્ર સ્થાનિક લોકો અને કેટલાક ચોક્કસ સમાજનો જ અધિકાર હોય છે.


ઘી નો અભિષેક : વરદાયિની માતા 

  • દર વર્ષે પલ્લીમાં ૧૦ લાખ જેટલા ભાવિકો ઉમટી પડે છે. પલ્લી દરમિયાન શુદ્ધ ઘીનો અભિષેક કરવાની જૂની પરંપરા છે, જેમાં અંદાજે ૪ લાખ કિલો ઘીનો અભિષેક કરવામાં આવે છે. દુનિયાભરમાં પ્રખ્યાત પલ્લીનાં વધતા જતા મહત્ત્વને લઈને દર વર્ષે ભાવિકોની સંખ્યા વધતી જાય છે.
  • આજે પણ અનેક શ્રદ્ધાળુઓ દૂર દૂરથી આવી ઘીનો ભોગ ધરાવી માતાજી સમક્ષ માનતા-બાધા પૂર્ણ કરે છે. પલ્લી પૂર્ણ થયા બાદ પણ દિવસો સુધી ઘીનો ભોગ આવતો જ રહે છે.


વરદાયિની માતા 

વરદાયિની માતાના મંદિર અને માતાજી નું સ્વરૂપ 

  • વરદાયિની માતાના મંદિર માટે કહેવાય છે કે, આદ્યશક્તિ માં નવદુર્ગા પોતાના નવ સ્વરૂપો પૈકી દ્વિતિય સ્વરૂપ બ્રહ્મ ચારિણી હંસવાહિની સ્વરૂપે સ્વયં બિરાજમાન છે. ત્રેતાયુગમાં ભગવાન રામચંદ્ર વનમાં ગયા હતા ત્યારે શૃંગ ઋષિના આદેશથી વરદાયિની માતાજીએ પ્રસન્ન થઈ અમોધ દિવ્ય બાણ આપ્યું. આ બાણનો ઉપયોગ કરી લંકાના યુદ્ધમાં રામે રાવણનો વધ કર્યો હતો. દ્વાપર યુગમાં પાંડવોએ ગુપ્તવાસ દરમિયાન માતાજીના દર્શન કરી ત્યાં આવેલા વરખડીના ઝાડ ઉપર પોતાના શસ્ત્રો સંતાડી જુદા જુદા વસ્ત્રો ધારણ કરી વનવાસ પૂર્ણ કરી માતાજીના આશીર્વાદ મેળવી મહાભારતના યુદ્ધમાં વિજય મેળવ્યો હતો. ત્યારબાદ આસો સુદ નોમના દિવસે કૃષ્ણ, પાંડવો અને દ્રોપદી સાથે માતાજીની સોનાની પલ્લી બનાવી તેના ઉપર પાંચ કુંડની સ્થાપના કરી ગામમાં પલ્લી યાત્રા કાઢી પંચબલિ યજ્ઞ કર્યો હતો.

નવરાત્રી પલ્લી કલયુગ ની કથા :વરદાયિની માતા 

  • કળીયુગની કથા કંઈક અલગ છે. કળિયુગમાં પાટણના રાજા સિદ્ધરાજ જયસિંહની માળવાના રાજા યશોવર્માએ અવગણના કરતા તેની સાથે વેર બંધાતા સિદ્ધરાજ જયસિંહે યશોવર્માનો વધ ન કરે ત્યાં સુધી અન્ન ન લેવાની પ્રતિજ્ઞા લઈ અન્નનો ત્યાગ કર્યો હતો. સેના લઈ તેમણે માળવા પર ચઢાઈ કરી, પરંતુ ભૂખથી રાજા પીડાવા લાગ્યા, એ અરસામાં તેમનો પડાવ રૂપાલમાં માતાજીના મંદિર નજીક હતો. રાજા અવિચારી પ્રતિજ્ઞાથી ચિંતિત અવસ્થામાં નિંદ્રાધિન થયા ત્યારે માતાજીએ સ્વપ્નમાં દર્શન આપી કહ્યું કે, સવારે ઉઠી ગાયના છાણનો કિલ્લો બનાવી તેમાં અડદના લોટનું શત્રુનું પૂતળું બનાવી તેનો વધ કરી અન્ન ગ્રહણ કરજે. આ રીતે તારી પ્રતિજ્ઞા પૂર્ણ થશે. આમ, પ્રતિજ્ઞા પૂર્ણ કરી રાજાએ યુદ્ધમાં યશોવર્માનો વધ કર્યો. ત્યારબાદ સિદ્ધરાજ જયસિંહે રૂપાલ આવી માતાજીની પૂજા કરી નવેસરથી મંદિર બનાવી માતાજીની મૂર્તિ બનાવડાવી, તેની પ્રતિષ્ઠા કરી. જે વડના ઝાડ નીચે હોઈ વડેચી તરીકે પણ ઓળખાયા.

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ લખેલ ગરબા 

ગાય તેનો ગરબો, ઝીલે તેનો ગરબો

અહીંયા થી જુવો 

લાલ લાલ ચૂંદલડી નભમાં લહેરાય

અહીંયા થી જુવો 

અંબાજી લાઇવ દર્શન: Ambaji Live Darshan

અહીંયા થી જુવો 

અંબાજી લાઈટ એન્ડ સાઉન્ડ શો વિડીયો 

અહીંયા થી જુવો 

હોમ પેજ 

 CLICK HERE

whatup join 

    CLICK HERE


આરતી ઉપયોગી લિંન્ક 

જય આદ્યા શક્તિ આરતી PDF 

અહીં ક્લીક કરો 

Jay Aadyashakti Aarti MP 3 DOWNLOD 

અહીં ક્લીક કરો

Jay Aadyashakti Aarti VIDEO 

અહીં ક્લીક કરો

હોમ પેજ 

અહીં ક્લીક કરો

WHAT UP ચેનલ અને ગ્રુપ 

અહીં ક્લીક કરો

અહીં ક્લીક કરો



https://youtu.be/0b9TSAvBVDw?si=YtZYxDkBqQCXuuIl


🔥https://www.xn--0dcog7ai6an5ifg6me.com/2023/10/navratri.html


yogini ( ચોસઠ યોગીની)  yogini ( ચોસઠ યોગીની)

 

सर्व मंगल मांगल्ये, शिवे सर्वार्थ साधिके
शरण्ये त्र्यम्बके गौरी, नारायणी नमोस्तुते।।
નવરાત્રીની ખૂબ-ખૂબ શુભેચ્છાઓ🌹
💐 Happy Navratri 💐


Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !