ગાય તેનો ગરબો, ઝીલે તેનો ગરબો : ભારત ના પ્રધાનમંત્રી એ લખેલા ગરબા સોસીયલ મીડિયા માં વાયરલ The garba written by the Prime Minister of India goes viral on social media.
નરેન્દ્ર મોદીના એક ગરબામાં ગુજરાતની અસ્મિતાને વણી લેવામાં આવી છે તો બીજા ગરબામાં માતા આદ્ય શક્તિની મહીમાનું વર્ણન છે ભારત ના પ્રધાનમંત્રી એ લખેલા ગરબા સોસીયલ મીડિયા માં વાયરલ
ગુજરાતના સૌથી મોટા તહેવાર નવરાત્રિનો પ્રારંભ થઇ ચૂક્યો છે. ત્યારે આ વર્ષે નવરાત્રિમાં ગુજરાતીઓ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લખેલા ગરબા ગીતના સૂર સાથે તાલ મિલાવશે. નરેન્દ્ર મોદી રાજકારણી તો છે જ, પણ લેખક અને કવિ હોવાની સાથે હવે ગરબાના ગીતકાર પણ બન્યા છે. જો કે આવું પહેલીવાર બન્યું નથી, નરેન્દ્ર મોદીએ અગાઉ પણ કવિતા અને ગીત લખીને ગુજરાત અને ગુજરાતીઓ માટેની પોતાની લાગણીઓ રજૂ કરી છે. બંને ગરબા રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા છે. બંને ગરબાએ નવરાત્રિમાં ધૂમ મચાવી છે. તેમજ અત્યાર સુધીમાં લાખો લોકોએ બંને ગરબાને માણ્યા છે.
ગાય તેનો ગરબો, ઝીલે તેનો ગરબો
નરેન્દ્ર મોદીએ લખેલા એક ગરબાના શબ્દો આવા છે કે ‘ગાય તેનો ગરબો, ઝીલે તેનો ગરબો, ગરબો ગુજરાતની ગરવી મિરાત છે..’ આ ગરબામાં ગુજરાતની અસ્મિતાની વાત વણી લેવામાં આવી છે. બોલિવૂડ એક્ટર-પ્રોડ્યુસર જેકી ભગનાનીના મ્યુઝિક લેબલ જસ્ટ મ્યુઝિક હેઠળ નરેન્દ્ર મોદીએ લખેલા આ ગીતને સિંગર ધ્વનિ ભાનુશાલીએ ગાયું છે અને તનિષ્ક બાગચીએ કમ્પોઝ કર્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષો પહેલા લખેલા ગરબાની સંગીતમય રજૂઆત માટે ટીમનો આભાર માન્યો હતો. આ ગીત નવરાત્રિના વિવિધ રંગોને રજૂ કરે છે. તેમજ વિવિધ રાજ્યોની જુદી જુદી સંસ્કૃતિ અને પરંપરાઓને રજૂ કરે છે.
લાલ લાલ ચૂંદલડી નભમાં લહેરાય
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર એક ગરબો શેર કર્યો, જે તેમણે ગત અઠવાડિયા દરમિયાન લખ્યો હતો. મીત બ્રધર્સ અને દિવ્યા કુમારે ગરબાને સ્વર અને સંગીત આપ્યા છે. ‘માડી’ નામનો ગરબો પી.એમ. નરેન્દ્ર મોદીએ આ વર્ષે નવરાત્રી માટે લખ્યો છે. આ ગરબા ગીતનાં શબ્દો કંઇક આવા છે કે રુમઝુમ રમો આજ, નોરતાની આવી રાત.. લાલ ચૂંદલડી માને સોહાય.. લાલ લાલ ચૂંદલડી નભમાં લહેરાય.. ગરબો છે આશ માડી, ગરબો છે હાશ માડી.. માતા આદ્ય શક્તિની મહીમાનું વર્ણન કરતાં આ શબ્દો સાંભળનારનું મન થનગની ઉઠે તેવા છે.
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ લખેલ ગરબા
ગાય તેનો ગરબો, ઝીલે તેનો ગરબો |
|
લાલ લાલ ચૂંદલડી નભમાં લહેરાય |
|
અંબાજી લાઇવ દર્શન: Ambaji Live Darshan |
|
અંબાજી લાઈટ એન્ડ સાઉન્ડ શો વિડીયો |
|
whatup join |
આરતી ઉપયોગી લિંન્ક
| ||||||||||
https://youtu.be/0b9TSAvBVDw?si=YtZYxDkBqQCXuuIl
🔥https://www.xn--0dcog7ai6an5ifg6me.com/2023/10/navratri.html
yogini ( ચોસઠ યોગીની) yogini ( ચોસઠ યોગીની)
https://www.xn--0dcog7ai6an5ifg6me.com/2023/10/shaktipeeth-list-51.html