Navratri 2023: ધાર્મિક નિષ્ણાંતોના મતે શારદીય નવરાત્રિ દરમિયાન માતાજીની આરાધના કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. આ વર્ષે નવરાત્રી 15મી ઓક્ટોબરથી શરુ થશે અને 9 દિવસ દરમિયાન માં દુર્ગાના 9 અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવશે. નવરાત્રીનો તહેવાર કળશ સ્થાપના સાથે જ શરૂ થાય છે. આ સ્થાપના શુભ મુહૂર્તમાં કરવી જરૂરી હોય છે.
દેવીના 9 સ્વરૂપ
- (1) દેવી શૈલપુત્રી
- (2) માં બ્રહ્મચારિણી (દેવી બ્રહ્મચારિણી)
- (3) દેવી ચંદ્રઘંટા
- (4) કુષ્માંડા દેવી
- (5) સ્કંદમાતા
- (6) માતા કાત્યાયની
- (7) માં કાલરાત્રી (દેવી કાલરાત્રી)
- (8) માં મહાગૌરી (દેવી મહાગૌરી)
- (9) માં સિદ્ધિદાત્રી (દેવી સિદ્ધિદાત્રી)
કળશ સ્થાપના અને મંત્ર
🛎️કળશ સ્થાપના મંત્ર🛎️
कलशस्य मुखे विष्णुः कण्ठे रुद्रः समाश्रितः । मूले त्वस्य स्थितो ब्रह्मा मध्ये मातृगणाः स्मृताः॥
અર્થ- કળશના મુખમાં વિષ્ણુજી, કંઠમાં રૂદ્ર, મૂળમાં બ્રહ્મા અને કળશના મધ્યમાં બધી જ માતૃ શક્તિઓ નિવાસ કરે છે.
કળશ સ્થાપન સમય
વિવિધ વિદ્વાનો ના માટે શારદીય નવરાત્રીના પ્રથમ દિવસે કળશની સ્થાપના કરવામાં આવે છે. આ વર્ષે કળશ સ્થાપનનું શુભ મુહૂર્ત સવારે 11.44 થી બપોરે 12.30 સુધીનો છે. ઘટસ્થાપન માટે તમને 46 મિનિટ મળશે.( આપે શક્ય હોય તો આપના ગુરુ /બ્રાહ્મણ ને પૂછવું )
દેવીના આ 9 સ્વરૂપ છે ચમત્કારિક, જાણો નવરાત્રિમાં કયા દિવસે કયા સ્વરૂપની પૂજા કરવી જોઈએ?
https://www.xn--0dcog7ai6an5ifg6me.com/2023/03/blog-post_21.html
શ્રી ચામુંડા માતાજી – ચોટીલાનો ઇતિહાસ.
ALSO READ:
જાણો ગણેશજી ની કથાઓ || Ganesh Katha - ગણેશજીની પૌરાણિક કથાઓ
Conclusion :
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં નવરાત્રી ના કળશ સ્થાપના મંત્ર અને સમય ની માહિતી મુકેલ છે.અને માતાજી ના ફોટા મુકેલ છે. આ વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે..