જાણો ગણેશજી ની કથાઓ || Ganesh Katha - ગણેશજીની પૌરાણિક કથાઓ

જાણો ગણેશજી ની કથાઓ || Ganesh Katha - ગણેશજીની પૌરાણિક કથાઓ

Gujrat
0

Ganesh Katha - ગણેશજીની પૌરાણિક કથાઓ



શીતળા સાતમ વ્રતની વિધિ : મહત્વ અને વ્રત કથા   pdf 

નાગ પંચમી વ્રત કથા (Nag Panchami Vrata Gujarati PDF)


બોળચોથ વ્રત કથાpdf 

અહીંયા ક્લીક કરો 

વેબસાઈટ

અહીંયા ક્લીક કરો 

મારા ધાર્મિક ગ્રુપ માં જોઈન 

અહીંયા ક્લીક કરો 

શ્રી કૃષ્ણ જન્મોત્સવ 

અહીંયા ક્લીક કરો 


 શ્રી ગણેશ કથા 1 

ALSO READ

ગણેશ ચતુર્થી નિબંધ ગુજરાતી | Ganesh Chaturthi Nibandh Gujarati [2023]

પૌરાણિક કથાઓ અનુસાર, માતા પાર્વતીના આદેશ પર ભગવાન ગણેશ મુખ્ય દ્વારની રક્ષા કરતા હતા. તે જ સમયે ભગવાન શિવ આવ્યા અને અંદર જવા લાગ્યા, તો ગણેશજીએ તેમને અંદર જતા રોક્યા. જ્યારે ભગવાન શિવના વારંવાર સમજાવવા છતાં પણ ગણેશ રાજી ન થયા તો ભગવાન શિવે ગુસ્સામાં ગણેશનું માથું કાપી નાખ્યું. એટલામાં માતા પાર્વતી ત્યાં આવી ગયા.

    માતા પાર્વતીએ શિવને કહ્યું કે આ આપણો પુત્ર ગણેશ છે. તમે તેમને પુનર્જીવિત કરો. ત્યારે શિવે ગણેશજીને ગજાનન મુખ આપીને પોતાનું જીવન દાન કર્યું. બધા દેવતાઓ તેને પુનઃ જીવન પ્રાપ્ત કરવાના આશીર્વાદ આપી રહ્યા હતા. તો ત્યાં હાજર ચંદ્રદેવ ઊભા થઈને હસતા હતા. ત્યારે ગણેશ સમજી ગયા કે આ ચંદ્રદેવ તેમના ગજાનન મુખ પર હસી રહ્યા છે. ત્યારે ગણેશજીએ ગુસ્સે થઈને ચંદ્રદેવને શ્રાપ આપ્યો કે તમે કાયમ કાળા થઈ જશો. ગણેશજીના આ શ્રાપને કારણે ચંદ્ર દેવતા કાળો થઈ ગયા.

    ત્યારે ચંદ્રદેવને પોતાની ભૂલનો અહેસાસ થયો અને ગણેશજીની માફી માંગી. ત્યારે ગણપતિએ કહ્યું કે હવે તમે આખા મહિનામાં માત્ર એક જ વાર તમારી સંપૂર્ણ કળામાં દેખાશો હશો. આ કારણથી પૂર્ણિમાના દિવસે ચંદ્ર પૂર્ણ કળાઓમાં દેખાય છે.

    ALSO READ: આ માહિતી ગુજરાત માં સૌથી વધુ વંચાઈ છે . વાંચી એક ક્લીક કરી 

    શું તમે જાણો છો દ્રોપદી નિત્ય યૌવના વિષે || પ્રાચીન હોવા છતાં દ્વૌપદી હતી અર્વાચીન  

     

     શ્રી ગણેશ કથા 2



    એક દિવસ ગણપતિ મહારાજ રિદ્ધિ સિદ્ધિ સહિત આકાશ માર્ગે કૈલાશ તરફ જવા નીકળ્યા.  રસ્તામાં ચંદ્રલોક આતાં ચંદ્રએ ગણપતિને જોયા. ગણપતિનું મુખ અને પેટ જોઈને ચંદ્ર ખડખડાટ હસવા લાગ્યા અને તેની મશ્કરી કરવા લાગ્યા.

    આથી ગણપતિને ચંદ્ર પર ખૂબ ગુસ્સે થઈ ગયા અને તેને શ્રાપ આપતા બોલ્યા," ચંદ્ર, તું ખૂબ રૂપાળો છે, એની ના નથી. પણ એથી અભિમાનમાં આવી જઈ અન્યની મશ્કરી ન કરાય. આજે તે મારી મશ્કરી કરી છે માટે હું તને શ્રાપ આપું છું કે આજે એટલે કે ભાદરવા સુદ ચોથના દિવસે કોઈ તારી સામું નહીં જુએ અને કદાચ કોઈ ભૂલેચૂકે જોશે તો તેના પર અણધારી આફત આવશે. " 

    આ સાંભળી ચંદ્ર ધ્રુજી ઉઠ્યા. બે બીકના માર્યા કમળમાં છૂપાઈ ગયા. ચારેકોર અંઘકાર છવાતા હાહાકાર મચી ગયો. સ્વર્ગના દેવો બ્રહ્માજી પાસે જઈ ચંદ્રના શ્રાપનું નિવારણ પૂછવા લાગ્યા.

    બ્રહ્માજી બોલ્યા કે "ગણપતિનો શ્રાપ કદિ મિથ્યા જતો નથી. છતાં પણ હું તમને એના નિવારણનો ઉપય બતાવું છું. સાંભળો થોડા દિવસ પછી ભાદરવો મહિનો આવશે. એ મહિનામાં સુદ એકમથી સુદ ચોથ સુધી ચંદ્રએ એ કરવાનું રહેશે કે ગણપતિની કોઈપણ ધાતુની કે પંચધાતુની મૂર્તિ બનાવી તેની સ્થાપના કરવી. પછી વિધિવત તેની પૂજા કરવી. નૈવેધમાં લાડુ ધરાવવો. સાંજે ગણપતિની મૂર્તિને વાજતે ગાજતે નદી કાંઠે લઈ જઈ જળમાં પધરાવી દેવી. આ દિવસે બ્રાહ્મણોને જમાડી યથાયોગ્ય દાન-દક્ષિણા આપવામાં આવે તો ગણપતિ રીઝે અને ચંદ્રને શ્રાપમાંથી મુક્તિ મળે."

    ભાદવવો મહિના બેસતા જ ચંદ્રએ ગણપતિની સ્થાપના કરી ગણશ ચોથનું વ્રત કરવા માંડ્યું. ચંદ્રએ વિધિવત પૂજા કરી પ્રાર્થના કરી કે ગજાનન મારાથી ભૂલમાં જે કાંઈ બોલાઈ ગયું હોય તે કૃપા કરીને ભૂલી જાવ અને ક્ષમા કરો. હવે આવી ભૂલ નહીં કરું. તમે દયાળું છો, કૃપા કીને મને શ્રાપમાંથી મુક્ત કરો. 

    ગણપતિ ચંદ્રની ભક્તિથી ખૂથ થયા. તેને દર્શન આપી બોલ્યો, "ચંદ્ર તુ સંપૂર્ણ શ્રાપમૂક્ત તો નહીં થઈ શકે. છતા હું તારા વ્રતથી ખૂશ થઈ શ્રાપ થોડો હળવો કરું છું. જો કોઈપણ વ્યક્તિ ભાદરવા સુદ બીજના ચંદ્રના દર્શન કરી, પછી ચોથનાં દર્શન કરશે તો તેને કોઈ સંકટ નહીં આવે. પણ ભાદરવા સુદ ચોથના એકમાત્ર દર્શન કરશે તો તેને કલંક લાગશે. વળી આ કલંકને દૂર કરવા માટે કોઈ ગણેશ ચોથનું વ્રત કરશે તો હું તેના પર પ્રસન્ન થઈ  તેને સંકટમાંથી મુક્ત કરીશ." હે ગણપતિ દાદા તમે ચંદ્રને ફળ્યા તેવા સૌને ફળજો.


     શ્રી ગણેશ કથા 3 



    એક દિવસ પરાશર ઋષિની નજર પોતના આશ્રમની બહાર ફરતા કઢંગા રૂપવાળા ખિલખિલાટ હસતાં નિર્દોષ બાળક પર પડી. એ બાળકનાં ચાર હાથ હતા, હાથી જેવુ મોઢું હતુ અને મોટું પેટ હતું. તેમણે તેના પગમાં, હાથમાં, લલાટમાં દિવ્ય ચિન્હો જોયાં. ઋષિ પરાશર આવા અદભૂત બાળક્ને પોતનાં આશ્રમમાં લઈ આવ્યાં.

    આશ્રમમાં પરાશર ઋષિ અને તેમનાં પત્ની વત્સલા આ બાળકનો ભરપૂર પ્રેમ અને કાળજી પૂર્વક તેનો ઉછેર કરવા લાગ્યાં. આમ ગજાનન વિદ્યા અને કળામાં નિપૂણ થતાં ગયાં ત્યારે આશ્રમમાં એક વિચિત્ર ઘટના બની. એક મોટોમસ ઉંદર આવી ચઢ્યો અને તેના6 માર્ગમાં આવતી વસ્તુઓનો નાશ કરતો ગયો. જંગલનાં દરેક પશુ-પ્રાણી તેનાંથી ડરતાં હતાં. ગજાનન રમતાં રમતાં આશ્રમમાં આવ્યા અને તેમને જોઈ આ મોટોમસ ઉંદર એક મોટા દરમાં છૂપાઈ ગયો.

    ગજાનને જરાયે ગભરાયા વગર એક મજબૂત દોરડાનો ગાળિયો બનાવી ઉંદરનાં ગળામાં પહેરાવી તેને પકડી લીધો. અને તેને વશમાં કરી લીધો. અને ગજાનને ઉંદરને વાહન બનાવી દીધો..

    બીજા મતે જોઈયે તો મૂષક એટલે ઉંદર એ અંધકારનું પ્રતિક છે અને દિવસ કરતાં રાતનાં વધુ ઉત્પાત મચાવતો હોય છે. ક્યાંય પણ ઘૂસીને એ નૂકશાન કરે છે. ગણેશ એ સૂર્ય છે અને સૂર્યોદય થતાં જ અંધકાર દૂર થઈ જાય છે. પ્રકાશની અંધકાર પર સવારી એટલે ગણેશની મૂષક પર સવારી. 

    ALSO READ: આ માહિતી ગુજરાત માં સૌથી વધુ વંચાઈ છે . વાંચી એક ક્લીક કરી 

    shree world in gujrati શ્રી શબ્દનો અર્થ અને ઉપયોગ

     

    કેવી રીતે કરવી પૂજા



    કેવી રીતે કરવી પૂજા

    ચતુર્થીના દિવસે સૂર્યોદય પહેલા જાગીને સ્નાન કરીને સૂર્યને જળ અર્પણ કરો. તમારા પૂજા સ્થળને સાફ કરો અને દૈનિક પૂજા કર્યા પછી સંકટ ચતુર્થી વ્રતનુ વ્રત લો. જમણા હાથમાં થોડુ પાણી, સિક્કો, પૂજા સોપારી, અક્ષત અને ફૂલ લઈને વ્રતનો સંકલ્પ લેવો. તમે જે કાર્ય માટે ઉપવાસ કરી રહ્યા છો તેનુ માનસિક રીતે ધ્યાન કરો. આ પછી ષોડશોપચારમાં ગણેશજીની પૂજા કરો. ગણેશજીને દુર્વા, સિંદૂર, ફૂલ વગેરે અર્પણ કરો. આ પછી આખો દિવસ ઉપવાસ કરો. જે લોકો ભૂખ અને તરસ સહન કરી શકતા નથી તેઓ ફળ અથવા ફળોનો રસ લઈ શકે છે. આ પછી સાંજે સૂર્યાસ્ત સમયે ફરીથી ગણેશજીની પૂજા કરો, દીવો કરો. ચતુર્થીની કથા સાંભળો કે વાંચો. આ પછી ચંદ્રોદય સુધી પાણી પણ લેવામાં આવતુ નથી. ચંદ્રોદય સમયે ચંદ્રની પૂજા કરો. ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરો. આ પછી ગણેશજીને ભોજન અર્પણ કરો અને ભોજન ગ્રહણ કરો.



     સંકટચતુર્થીની કથા 4


    સંકટ ચતુર્થી વિશે પુરાણોમાં ઘણી વાર્તાઓ પ્રચલિત છે. સૌથી પ્રચલિત અને પૌરાણિક કથા અનુસાર, એકવાર દેવતાઓ પર સંકટ આવ્યુ. પછી તેઓ મદદ માટે ભગવાન શિવ પાસે ગયા. તે સમયે ગણેશ અને કાર્તિકેય બંને ભગવાન શિવની સાથે બેઠા હતા. શિવજીએ કાર્તિકેય અને ગણેશજીને પૂછ્યુ કે દેવતાઓની સમસ્યાઓનુ નિરાકરણ કોણ કરશે, આના પર બંનેએ સ્વયંને સક્ષમ ગણાવીને સંકટનુ નિવારણ કરવાની વાત કહી. આના પર ભગવાન શિવે બંનેની પરીક્ષા કરવાનું નક્કી કર્યુ અને કહ્યુ કે જે પૃથ્વીની પરિક્રમા કર્યા પછી પ્રથમ આવશે તે દેવતાઓની મદદ કરવા જશે.

    બધા સંકટ થશે દૂર

    પિતા શિવનો આદેશ સાંભળીને કાર્તિકેય પોતાના વાહન મોર પર બેસીને પૃથ્વીની પરિક્રમા કરવા લાગ્યા. પરંતુ ગણેશજીએ એક યુક્તિ વાપરી અને પોતાના માતા-પિતાની સાત પરિક્રમા કરીને પાછા પોતાના સ્થાને બેસી ગયા. આના પર શિવજી પ્રસન્ન થયા અને ગણેશજીને દેવતાઓના સંકટ દૂર કરવાનો આદેશ આપ્યો. સાથે જ કહ્યુ કે જે વ્યક્તિ ચતુર્થીના દિવસે ગણેશજીની પૂજા કરે છે અને રાત્રે ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરે છે તેની બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે.

    Trilak વિષે વાંચવા લાયક 

    Conclusion :

    અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં શ્રી ગણેશ જી ની પૌરાણિક કથાઓ મુકેલ  મુકેલ છે. આ  વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે..


     

    Post a Comment

    0Comments

    Post a Comment (0)

    #buttons=(Accept !) #days=(20)

    Our website uses cookies to enhance your experience. Check Now
    Accept !