Ambaji Bhadarvi Poonam : યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનું ખાસ મહત્વ છે. 1841માં શરૂ થયેલી પગપાળા યાત્રા સંઘની પરંપરા આજે પણ યથાવત છે. એટલું સંઘ અને તેમાં જ નહીં, યાત્રાળુ પગપાળા જતા યાત્રિકોની સંખ્યામાં અપ્રતિમ વધારો થયો છે. અંબાજીમાં પૂનમના સમયે 25 લાખથી વધુ યાત્રિકો દર્શન કરી ધન્યતા અનુભવે છે.
અંબાજીમાં ભાદરવી પૂનમનું મહત્વ 1841થી છે
ભાદરવી પૂનમની આ પદયાત્રાનો ઇતિહાસ રોમાંચક છે. પાટણના શિહોરીનાં રાજમાતાના કુંવર ભીમસિંહને પંચાવન વર્ષ થયા હોવા છતાં પણ સંતાનની ખોટ હોવાથી રાજમાતાએ એક દિવસે રામસિંહ રાયકા નામના ભૂવા પાસેથી આ બાબતે સલાહ માંગી ત્યારે તેમને ખબર પડી કે, તેમની કુળદેવી અંબાજી છે અને એના આશીર્વાદ થકી તેમને ત્યાં પારણું બંધાશે. ત્યાર બાદ ભીમસિંહને ત્યાં પુત્ર જન્મ્યો હતો. |
ભીમસિંહને ત્યાં પારણું બંધાતાં તેઓએ સવા વર્ષ અંબાજી ખાતે યજ્ઞ કરવા અને એકાવન ભૂદેવોને જમાડવા અંબાજી પધારવા કહ્યું હતું. ભુવાજી અને 51 બ્રાહ્મણો 1841ની ભાદરવા સુદ 10ના રોજ એક સંઘ રૂપે અંબાજી જવા નીકળ્યા હતા. પ્રથમવાર ભીમસિંહ બાપુના આમંત્રણથી અંબાજી પહોંચેલા આ બ્રાહ્મણોએ પાંચ વર્ષ સુધી અંબાજી જવાની માનતા લઇને પગપાળા સંઘની સ્થાપના કરી હતી. પરંપરા આજે દેશવ્યાપી બની ચૂકી છે. |
આ પણ વાંચો :
ગણપતિ મંત્ર, સ્તુતિ અને આરતી – ગણેશ ઉત્સવ || GANPATI UTSAV# મંગલ મૂર્તિ ની આરાધના નું વિરલ પર્વ એટલે ગણેશ ચતુર્થી
જાણો ગણેશજી ની કથાઓ || Ganesh Katha - ગણેશજીની પૌરાણિક કથાઓ
અંબાજીનું સ્થાન
અંબાજીનું સ્થાન આરાસુરના ડુંગરમાં અરવલ્લી પર્વતના ઘાટથી નૈઋત્ય કોણમાં છે. માતાજીના અસલ સ્થાનકમાં માતાની મૂર્તિ નથી પણ ગોખમાં એ રીતે વસ્ત્ર અલંકારો તથા આભૂષણો ગોઠવવામાં આવે છે કે દર્શન કરવા આવનારા લોકોને એવું લાગે છે કે જાણે વાઘ પર માતાજી બેઠાં છે. વર્ષોથી માતાજીના ગોખ પાસે ધીના બે અખંડ દીવા બળે છે. |
અંબાજીના કોઈ પણ કામમાં તેલ વાપરવાનો રિવાજ નથી
અંબાજીની બે વિશેષતા ખાસ ધ્યાન ખેંચે તેવી છે. એક તો અંબાજીના કોઈ પણ કામમાં તેલ વાપરવાનો રિવાજ નથી. બાળવામાં તો ઘી જ જોઈએ. ઐતિહાસિક પુરાવાઓ તપાસીએ તો મંદિરમાં મહારાણા માલદેવનો વિક્રમ સંવત 1415 (વર્ષ 1359)નો લેખ જોવા મળે છે. અંબાજીના મંદિરના અંદરના મંડપના દ્વારમાં એક સંવત 1601નો લેખ છે. તેમાં રાવ ભારમલ્લીની રાણીએ માતાને કેટલીક વસ્તુઓ અર્પણ કર્યાના લેખો છે. તે 19મી સદીના છે. |
શ્રીકૃષ્ણની બાબરી ઉતારવાની વિધિ માટે નંદ અને યશોદા ગબ્બર આવ્યાં હતાં
ભાદરવી પૂનમે અંબાજીની પગપાળા યાત્રા 1841થી અવિરત ચાલી રહી છે, નંદજી અને માતા યશોદા ભગવાન શ્રીકૃષ્ણની બાબરી અંબાજી ઉતરાવવા આવ્યા'તા
એક બીજા સંવત 1779ના લેખમાં એક ધર્મશાળા બંધાયાની વિગત છે. એક દંતકથા મુજબ સીતાની શોધ કરતાં રામ અને લક્ષ્મણ આબુ પર્વતના જંગલની દક્ષિણે આવેલા શ્રુંગી ઋષિના આશ્રમે આવ્યા હતા. ઋષિએ તેમને અંબાજીની આરાધના કરવાનું કહેતાં ભગવાન રામ અને લક્ષ્મણે આરાધના કરતાં દેવોએ પ્રસન્ન થઈ અજય નામનું એક ખાણ આપ્યું હતું. જેનાથી રામે રાવણનો નાશ કર્યો હતો. દ્વાપર યુગમાં શ્રીકૃષ્ણની બાબરી ઉતારવાની વિધિ માટે નંદ અને યશોદા અહીં ગબ્બર આવ્યાં હોવાનું અને ત્રણ દિવસ રોકાઈને ભગવાન શિવ તથા અંબાજીની પૂજા-અર્ચના કરી હોવાનું એક કથામાં વર્ણન છે |
આ પણ વાંચો
krishna (સંબંધો શ્રી કૃષ્ણના સરનામે)ભારતીય સંસ્કૃતિમાં દોસ્તીના અજોડ અંતિમો…!
Conclusion :
અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં અંબાજી ભાદરવી પૂનમ વિશે માહિતી એટલે કે ભાદરવી વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.