જાણો રક્ષાબંધન : ભાઈ બહેન ના પ્રેમ નું પર્વ|| પ્રદેશ વાઈઝ રક્ષાબંધન ના જુદા જુદા કયા નામ થી ઓળખાય છે?

જાણો રક્ષાબંધન : ભાઈ બહેન ના પ્રેમ નું પર્વ|| પ્રદેશ વાઈઝ રક્ષાબંધન ના જુદા જુદા કયા નામ થી ઓળખાય છે?

Gujrat
0

જાણો રક્ષાબંધન : ભાઈ બહેન ના પ્રેમ નું પર્વ|| પ્રદેશ વાઈઝ રક્ષાબંધન ના જુદા જુદા કયા નામ  થી ઓળખાય છે?

રક્ષાબંધનનો તહેવાર એ હિંદુઓના પવિત્ર તહેવારોમાંનો એક છે. આ તહેવાર શ્રાવણ મહિનાની પૂનમે આવે છે. આથી જ એને ‘શ્રાવણી પૂર્ણિમા‘ પણ કહે છે. વળી મુંબઈ અને કોંકણ જેવા પ્રદેશોમાં આ દિવસે દરિયાકાંઠાના દરિયાખેડૂઓ દ્વારા ચોખા, ફૂલ અને નાળિયેરથી દરિયાની પૂજા થાય છે. આથી આ દિવસને ‘નાળિયેરી પૂર્ણિમા‘ પણ કહે છે. આ દિવસે યજ્ઞોપવિત પહેરનાર લોકો પોતાની યજ્ઞોપવિત (જનોઈ) બદલે છે. ઓડિશા અને પશ્ચિમ બંગાળના લોકો રાધા અને કૃષ્ણની મૂર્તિઓને પારણામાં રાખીને ઝુલાવતા હોય છે. તેથી તેને ‘ઝુલન પૂર્ણિમા' પણ કહે છે. ઉત્તર ભારતનાં કેટલાંક રાજ્યોમાં, આ દિવસે ઘઉંનાં બીજ વાવવામાં આવે છે, તેથી આ દિવસને ‘ગજરી પૂર્ણિમા' તરીકે ઓળખવામાં આવે છે.કેરળ અનેમહારાષ્ટ્રના લોકો આ દિવસને પણ‘નરલી પૂર્ણિમા' કહે છે. આ દિવસે તેઓ સમુદ્ર દેવની પૂજા કરે છે. રક્ષાબંધનનું બીજું નામ બળેવ છે.બળેવ શબ્દ આપણને બલિષ્ઠ (શક્તિશાળી) બનવા પ્રેરણા આપે છે. શક્તિશાળી સમાજ જ ઉન્નતિ કરી શકે છે અને દીર્ઘકાલીન સંસ્કૃતિ આપી શકે છે.


<


રક્ષાબંધન: ભાઈ બહેન નો તહેવાર 

ભારતીય સંસ્કૃતિમાં રક્ષાબંધન પર્વનું વિશેષ મહત્વ છે. આ દિવસે બહેન પોતાનાં ભાઈને રાખડી બાંધે છે અને ભાઈ પોતાની બહેનની રક્ષા કરવાનું  વચન આપે છે. ધાર્મિક ગ્રંથોમાં રક્ષાબંધન વિશે અનેક પ્રકારની પૌરાણિક કથાઓ જણાવવામાં આવી છે.


કૃષ્ણ અને દ્રૌપદી: રક્ષાબંધન

શ્રીકૃષ્ણએ રાજા શિશુપાલ સામે સુદર્શન ચક્ર છોડ્યું હતું, તે દરમિયાન તેમના હાથમાં ઈજા થઈ. દ્રૌપદીએ ભગવાન કૃષ્ણની આંગળી પર તેણે પહેરેલાં વસ્ત્રમાંથી એક ટુકડો ફાડીને બાંધી દીધો. દ્રૌપદીનો સ્નેહ જોઈને ભગવાન કૃષ્ણ ખૂબ જ પ્રસન્ન થયા અને તેમણે દ્રૌપદીને વચન આપ્યું કે તે દરેક પરિસ્થિતિમાં હંમેશાં તેની સાથે રહેશે અને હંમેશાં તેની રક્ષા કરશે.


રક્ષાબંધન : રક્ષા કોણે કોને બાંધી 

  • મહાભારતમાં પાંડવોના માતા કુંતીએ તેમના પૌત્ર અભિમન્યુની રક્ષા માટે રાખડી બાંધી રક્ષા હતી.
  • દેવ અને દાનવો વચ્ચેના યુદ્ધમાં દેવોના વિજય માટે ઇન્દ્રદેવને ઈન્દ્રાણીએ રાખડી બાંધી હતી.
  • માતા લક્ષ્મીએ બલિ રાજાને રાખડી બાંધી ભાઈ બનાવ્યા અને ભગવાન વિષ્ણુને છોડાવ્યા હતા.
  • ચિત્તોડની રાણી તેના કર્ણાવતીએ રાજ્યને ગુજરાતના સુલતાન બહાદુર શાહના આક્રમણથી બચાવવા માટે સમ્રાટ હુમાયુને રાખડી મોકલી હતી અને હુમાયુએ પણ તે સ્વીકારી રાણીના સન્માનની રક્ષા કરી હતી .
  • રક્ષાબંધનનાં દિવસે માત્ર ભાઈ બહેન જ એકબીજાને રાખડી બાંધી શકે એવું નથી. બ્રાહ્મણો પણ પોતાના યજમાનોને રક્ષા બાંધે છે.

રક્ષાબંધનનો તહેવાર ખાસ કરીને ભાવનાઓ અને સંવેદનાઓનો તહેવાર છે. એક બંધન જે બે લોકોને સ્નેહના દોરા સાથે જોડે છે રક્ષાબંધન રક્ષણ આપવાના વચનનું પ્રતીક છે. સમાજમાં સ્ત્રીઓ પ્રત્યે સન્માન વધે અને તેમનું રક્ષણ થાય એ આ તહેવારનો મુખ્ય હેતુ છે. આપણાં શાસ્ત્રોનું માનીએ તો પોતાની પત્ની સિવાયની તમામ સ્ત્રીઓ બહેન સમાન ગણવી. એટલે જ તો કહેવાયું છે ને કે

“જ્યાં સ્ત્રીઓ પૂજાય છે ત્યાં દેવતાઓ નિવાસ કરે છે.”

રાખડીમાં રંગબેરંગી કલાકૃતિઓ, રેશમના દોરા અને સોના કે ચાંદી જેવી મોંઘી વસ્તુ હોઈ શકે છે. દેશની રક્ષા, પર્યાવરણની રક્ષા, હિતોની રક્ષા વગેરે માટે પણ રાખડી બાંધવામાં આવી રહી છે.


રક્ષાબંધન  FAQ 


Q. રક્ષબંધાન નો તહેવાર ક્યારે આવે છે?

A. રક્ષાબંધન નો તહેવાર શ્રાવણ મહિનાની પૂનમના દિવસે આવે છે. 

Q. રક્ષાબંધન વર્ષ 2023 માં કઈ તારીખે ઉજવવામાં આવશે?

A. રક્ષાબંધન આ વર્ષે તારીખ 30 ઓગસ્ટ 2023 ના રોજ છે.

Q. રક્ષાબંધન ઉજવવા પાછળનો હેતુ શું છે?

A. આ તહેવાર ભાઈ અને બહેન વચ્ચેના પવિત્ર પ્રેમની આનંદ ખુશી માટે ઉજવવામાં આવે છે.

Q. રક્ષાબંધનનો તહેવાર કેવી રીતે ઉજવવામાં આવે છે?

A. આ દિવસે બધી બહેનો પોતાના ભાઈઓને કાંડા પર રાખડી બાંધી છે. ફૂલો કુમકુમ, દીયા, ચોખા, મીઠાઈઓ અને રાખડીથી પૂજાની થાળીને શણગારે છે. તે ભાઈઓના કપાળ પર તિલક કરે છે.

Conclusion :

અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં રક્ષાબંધન વિશે માહિતી  એટલે કે રક્ષાબંધન  વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !