હિન્દુ વર્ષમા અધિક માસ શા માટે આવે છે? તેની ભૌગોલિક ઘટના દ્વારા સમજ. ||PURSHOTAM MAS
જ્યોતિષ શાસ્ત્ર :અનુસાર ભારતીય હિન્દૂ કેલેન્ડર સૂર્ય અને ચંદ્રની ગણના અનુસાર ચાલે છે. અધિકમાસ ચંદ્ર વર્ષનો એક વધારાનો ભાગ છે, જે દર 32 મહિના, 16 દિવસ અને 8 કલાકના અંતરથી આવે છે. જેનું આગમન સૂર્ય વર્ષ અને ચંદ્ર વર્ષ વચ્ચેના અંતરનું સંતુલન જાળવવા માટે થાય છે. ભારતીય ગણના પદ્ધતિ અનુસાર પ્રત્યેક સૂર્ય વર્ષ 365 દિવસ અને લગભગ 6 કલાકનો હોય છે, ત્યારે ચંદ્ર વર્ષ 354 દિવસનું માનવામાં આવે છે. બંને વર્ષ વચ્ચે લગભગ 11 દિવસનું અંતર હોય છે, જે દર ત્રણે વર્ષે લગભગ 1 મહિના સમાન થઇ જાય છે. આ અંતરને ઘટાડવા માટે દર ત્રણ વર્ષમાં એક ચંદ્ર માસ અસ્તિત્ત્વમાં આવે છે, જે વધારાનો મહિનો હોવાને કારણે તેનું નામ અધિકમાસ આપવામાં આવ્યું છે.
મલમાસ કેમ કહેવામાં આવે છે?
હિન્દૂ ધર્મમાં અધિકમાસ દરમિયાન તમામ પવિત્ર કામ વર્જિત માનવામાં આવે છે. માનવામાં આવે છે કે વધારાનો મહિનો હોવાને કારણે આ માસ મલિન હોય છે. એટલા માટે આ માસ દરમિયાન હિન્દૂ ધર્મના વિશિષ્ટ વ્યક્તિગત સંસ્કાર જેવા કે નામકરણ, યજ્ઞોપવીત, લગ્ન અને સામાન્ય ધાર્મિક સંસ્કાર જેવા કે ગૃહપ્રવેશ, નવી બહુમૂલ્ય વસ્તુઓની ખરીદી કરવામાં આવતી નથી. મલિન માસ માનવાના કારણે જ આ મહિનાનું નામ મલ માસ પાડવામાં આવ્યું છે.
કેમ કહેવામાં આવે છે પુરુષોત્તમ માસ?
અધિકમાસના અધિપતિ સ્વામી ભગવાન વિષ્ણુ માનવામાં આવે છે. પુરુષોત્તમ ભગવાન વિષ્ણુનું જ એક નામ છે. એટલા માટે અધિકમાસને પુરુષોત્તમ માસના નામથી પણ ઓળખવામાં આવે છે. આ બાબતે ખૂબ જ રસપ્રદ કથા પુરાણોમાં દર્શાવવામાં આવી છે. કહેવામાં આવે છે કે ભારતીય મુનિઋષિઓએ પોતાની ગણના પદ્ધતિથી દર ચંદ્ર માસ માટે એક દેવતા નક્કી કર્યા હતા. જો કે અધિકમાસ સૂર્ય માસ અને ચંદ્ર માસ વચ્ચેનું સંતુલન જાળવી રાખવા માટે શરૂ કરવામાં આવ્યો હતો, તેથી આ વધારાના મહિનાના અધિપતિ બનવા માટે કોઇ દેવતા તૈયાર ન હતા. એવામાં ઋષિ-મુનિઓએ ભગવાન વિષ્ણુને આગ્રહ કર્યો કે તેઓ જ આ માસનો ભાર પોતાની ઉપર સ્વીકારી લે. ભગવાન વિષ્ણુએ આ આગ્રહનો સ્વીકાર કરી લીધો અને આ રીતે મલ માસની સાથે આ મહિનો પુરુષોત્તમ માસ તરીકે પણ ઓળખાવા લાગ્યો.
ભૌગોલિક ઘટના દ્વારા સમજ.
👉પૃથ્વીને એક વર્ષ પૂરું કરતા 365 દિવસ અને 6 કલાક લાગે છે.
👉હિન્દુ વર્ષની વાત કરીએ તો હિન્દુ મહિનાનો આધાર ચંદ્ર પર છે.
👉પૃથ્વીની આસપાસ ચંદ્ર એક વાર ફરી રહે એટલે એક મહિનો પૂરો થાય છે. આટલા વખતમાં એક વખત પુનમ અને એક વખત અમાસ થાય છે.
👉આ સમયને ચંદ્રમાસ કહે છે.
પૂરા 30 દિવસ થતા નથી.
29.12
× 12 મહિના
354 દિવસ થાય છે.
👉આટલા વખતમાં પૃથ્વીની પ્રદિક્ષણા પૂરી થતી નથી.
👉 365 દિવસ અને 6 કલાકે એક વર્ષ પૂરું થાય પણ હિન્દુ માસમાં તો હજી 354 દિવસ જ થયા એટલે હજી 11 દિવસ અને 6 કલાકની વાર છે.
👉 354 +11 દિવસ = 365 દિવસ પણ મહિનાનો આધાર ચંદ્ર પર હોવાથી નવો મહિનો તો શરૂ કરવું જ પડે. 11 દિવસ અને 6 કલાક વહેલું શરૂ થઈ જાય.
અને બારમાસે બીજું વર્ષ પણ શરૂ થઈ જાય.એટલે બીજા વર્ષે 22 દિવસ અને 12 કલાક જેટલી પૃથ્વી પાછળ રહી જાય અને
👉ત્રીજા વર્ષે 33 દિવસ અને 18 કલાક જેટલી પાછળ રહી જાય.
👉354દિ.11.25 દિ. પૃથ્વી પાછળ રહે.
👉354દિ.22.5 દિ. પૃથ્વી પાછળ રહે.
👉354દિ.33.75 દિ. પૃથ્વી પાછળ રહે.
ત્રીજા વર્ષે પૃથ્વી 33.75 દિવસ જેટલી પાછળ રહે ત્રીજા વર્ષ એક મહિનો વધારવાથી પૃથ્વીની પ્રદૂષણાનું અને ચંદ્ર પ્રમાણે વર્ષ લગભગ સરખું થઈ રહે આ કારણથી હિન્દુ પંચાંગમાં દર ત્રીજા વર્ષે એક અધિક માસ ઉમેરવો પડે છે આમ કરવા જતા વળી કેટલાક વર્ષ પૃથ્વી પ્રદિક્ષણામાં આગળ નીકળી જાય છે. આ ખામીને દૂર કરવા અમુક વર્ષે એક ક્ષય માસ ગણવાનો આવે છે.
આમ હિન્દુ પંચાંગમાં મહિનાનો આધાર ચંદ્ર પર હોવાથી આખો મહિનો ઉમેરવો કે ઘટાડવો પડે.
👉અમારા ધાર્મિક ગ્રુપમાં જોડાવવા વિનંતી