શું તમે જાણો છો દ્રોપદી નિત્ય યૌવના વિષે || પ્રાચીન હોવા છતાં દ્વૌપદી હતી અર્વાચીન
अहल्या द्रौपदी तारा कुंती मंदोदरी तथा।
पंचकन्या: स्मरेतन्नित्यं महापातकनाशम्॥
- એટલે કે, અહિલ્યા (ઋષિ ગૌતમની પત્ની), દ્રૌપદી (પાંડવોની પત્ની), તારા (વાનર રાજા બલિની પત્ની), કુંતી (પાંડુની પત્ની) અને મંદોદરી (રાવણની પત્ની). આ પાંચ કન્યાઓનું રોજ સ્મરણ કરવાથી તમામ પાપ ધોવાઈ જાય છે.
દ્રૌપદી મહાભારત વિશ્વના સૌથી પ્રસિદ્ધ ઐતિહાસિક ગ્રંથોમાંનું એક પાત્ર છે. આ મહાકાવ્યમાં એવી ઘણી વાર્તાઓ છે જે આજે પણ ઘણા લોકો માટે એક રહસ્ય છે. આવી જ એક વાર્તા દ્રૌપદીની વાત હતી, એક સ્ત્રી પાત્ર જેને કોઈ પરિચયની જરૂર નથી.
દ્રૌપદીના નામ આ પ્રમાણે હતા -
नित्ययुवनी - એટલે કે જે હંમેશા યુવાન (યુવાન) રહે છે અને જે ક્યારેય વૃદ્ધ થતી નથી.
यज्ञसेनी- યજ્ઞના અગ્નિમાંથી જન્મે છે.
पंचाली- પંચાલના રાજ્યની રાજકુમારી.
सैरंधरी - એક ખાસ દાસી (તેના દેશનિકાલ દરમિયાન તેનો વેશ)
मालिनी- જે માળા બનાવે છે.
कृष्णा - કાળો રંગ, શુદ્ધતા, આદરને કારણે શુદ્ધ ત્વચાનો અર્થ થાય છે.
દ્રોપદીનો પૂર્વ જન્મ
- ભવિષ્ય પુરાણમાં દ્રૌપદી વિશેની વાર્તા જોવા મળે છે. દ્રૌપદી તેના આગલા જન્મમાં ગરીબ બ્રાહ્મણી હતી. પરંતુ ગરીબીમાં પણ તે સંતોની ખૂબ જ ભક્તિ કરતી હતી. તેમની સેવાથી પ્રસન્ન થઈને સાધુઓએ કહ્યું કે હે દેવી, તમે સ્થાલી દાન કરો. આ માટે ઋષિમુનિઓએ દ્રૌપદીને સ્થાલી દાન વ્રતની પદ્ધતિ જણાવી, આ વ્રતના પરિણામે, આગલા જન્મમાં એટલે કે જ્યારે તે બ્રાહ્મણી દ્રૌપદી બની, ત્યારે તેને સૂર્ય ભગવાન તરફથી અક્ષય પાત્ર પ્રાપ્ત થયું, જેમાં દ્રૌપદીએ ભોજન પૂરું ન કર્યું ત્યાં સુધી તૈયાર કરેલ ભોજન સમાપ્ત થતું નહીં.
સ્વયંવર પ્રથાએ સ્ત્રી જીવનનો સુર્વણ તબક્કો
નવવિવાહિત દ્રૌપદીને પોતાની સાથે લઈને જ્યારે સ્વયંવિવાહની સ્પર્ધા જીતીને અર્જુન તેની કુટીરમાં આવ્યો, ત્યારે અર્જુને તેની માતા કુંતીને કહ્યું, માતા, હું તમારા માટે કેવું સારું ફળ લઈને આવ્યો છું. કુંતી તે સમયે કામમાં મગ્ન હતાં, તેથી દ્રૌપદી તરફ જોયા વિના તેણે કહ્યું કે તમે પાંચેય ભાઈઓ એકબીજા વહેંચી લો. આ સાંભળીને દ્રૌપદી અને પાંચ પાંડવો આશ્ચર્યચકિત થઈ ગયા કે તેઓ પત્નીને કેવી રીતે વિભાજિત કરી શકે ? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે કુંતીએ આ વાત અજાણતા કહી હતી. પરંતુ જે કંઈ થયું છે તે દ્રૌપદીને તેના પૂર્વજન્મમાં મળેલા વરદાનનું પરિણામ છે. તેના આગલા જન્મમાં દ્રૌપદીએ ભગવાન શિવને તપસ્યાથી પ્રસન્ન કર્યા અને વરદાન માંગ્યું કે તેને આગામી જન્મમાં એવો પતિ મળશે જે વિશ્વમાં સૌથી સુંદર, સૌથી વધુ જ્ઞાની, શ્રેષ્ઠ ધનુર્ધારી, શ્રેષ્ઠ ગદા ધારણ કરનાર અને શ્રેષ્ઠ તલવારબાજ હોય. આ પાંચ ગુણો એકસાથે માણસમાં હોય તે અશક્ય છે. પરંતુ મહાદેવે દ્રૌપદીને વરદાન આપ્યું, જેના પરિણામે દ્રૌપદીને તે પાંચ ગુણોવાળા પાંચ પતિ મળ્યા.
પ્રાચીન હોવા છતાં દ્વૌપદી હતી અર્વાચીન
દ્વૌપદી પ્રાચીનકાળની મહિલા હતી પણ તેનામાં આજની આધુનિક યુગની મહિલાઓ જેવું જ સહાસ હતું. તેને પોતાની સાથે થયેલા અન્યાય સામે અવાજ ઉઠાવ્યો. જ્યારે તેનું ચીર હરણ કરવામાં આવ્યું ત્યારે તેને રાજા ઘૃતરાષ્ટ્ર, મહાન યૌદ્ધા ભીષ્મ, અને તેના પાંચેય પતિનું ભરી સભામાં અપમાન કરી પોતાના શીલ માટે અવાજ ઉઠાવ્યો હતો.
પોતાના જીવનમાં દ્રૌપદીએ ક્યારેય કોઈની પાસેથી હાર સ્વીકારી નથી અને ન તો તે ક્યારેય કોઈથી ડરતી નથી. ભીડ સભામાં જ્યારે તેને કપડાં ઉતારવાની હિંમત કરવામાં આવી ત્યારે તે ચૂપચાપ બેસી ન રહી અને ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય જેવા મહાન યોદ્ધાઓની નિંદા કરી. એવું માનવામાં આવે છે કે દ્રૌપદી કોઈ સામાન્ય કન્યા ન્હોતી, પરંતુ તે અગ્નિમાંથી પ્રગટ થઈ હતી.
- દ્રૌપદીના જીવનની રસપ્રદ વાત એ છે કે તેણે પોતાના જીવનમાં તેર વર્ષ સુધી પોતાના વાળ ખુલ્લા રાખ્યા હતા. જુગારની રમતમાં પાંડવોનો પરાજય થયા પછી, દ્રૌપદીને તેના વાળ પકડીને દુશાસન રાજસભામાં વાળ પકડીને લાવવામાં આવી. આ અપમાનને કારણે દ્રૌપદીએ પ્રતિજ્ઞા લીધી હતી કે "જ્યાં સુધી દુશાસનની છાતીનું લોહી તેના વાળમાં ન લાગે ત્યાં સુધી તે પોતાના વાળ ખુલ્લા રાખશે". જ્યારે ભીમે મહાભારતના યુદ્ધમાં દુશાસનને મારી નાખવામાં આવ્યો ત્યારે તેની છાતીનું લોહી દ્રૌપદી માટે લાવ્યું, ત્યારે દ્રૌપદીએ તેના વાળ શણગાર્યા.
દ્વૌપદીએ કદી બાળપણ નથી માણ્યું
દ્રૌપદી મહાભારતના મુખ્ય પાત્રોમાંથી એક છે. તે મહારાજ દ્રુપદની પુત્રી હતી. પરંતુ તે સામાન્ય છોકરીની જેમ જન્મી ન હતી. તેનો જન્મ કોઈ માતાના ગર્ભમાંથી થયો ન હતો પરંતુ તેના ભાઈ ધૃષ્ટદ્યુમ્ન સાથે હવન કુંડમાંથી થયો હતો.
દ્વૌપદીનું કદી બાળપણ હતું જ નહીં. તેનો જન્મ એક વ્યસ્ક સ્ત્રી તરીકે થયો હતો. દ્વૌપદીના પિતા પાંચાલ નરેશ રાજા દ્રુપદ યજ્ઞ કરી ભગવાન જોડે વરદાન માંગ્યુ હતું. દ્રુપદ કુરુ રાજવંશનો વિનાશ ઇચ્છતો હતો. જેના ફળસ્વરૂપે અગ્નિમાંથી દ્વૌપદીનો જન્મ થયો. એક વ્યસ્ક તરીકે જન્મ લેવાના કારણે દ્વૌપદી કદી બાળપણને માણ્યું નહીં
મહાકાલીનો અવતાર દ્વૌપદી
દક્ષિણ ભારતમાં દ્વૌપદીને મહાકાલીનો અવતાર માનવામાં આવે છે. જેનો જન્મ અભિમાની અને પુરુષપ્રધાન રાજાઓના વિનાશ માટે થયો હતો.
દ્વૌપદીના વિભિન્ન અવતાર
નારદ પુરાણ અને વાયુ પુરાણ મુજબ દ્વૌપદી દેવી શ્યામલા (ધર્મની પત્ની), ભારતી (વાયુની પત્ની), શચિ (ઇન્દ્રની પત્ની), ઉષા (અશ્વિનની પત્ની) અને પાર્વતી (શિવની પત્ની)નો સંયુક્ત અવતાર હતી.
શું દ્વૌપદીને ઋષિ દુર્વાસાને બચાવી હતી
- દ્વૌપદીના ચીરહરણ વખતે કહેવાય છે કે કૃષ્ણ ભગવાને તેમના શીલની રક્ષા કરી. પણ અન્ય એક વાર્તા મુજબ દ્વૌપદીના ચીરહરણ વખતે ઋષિ દુર્વાસાના વરદાને દ્વૌપદીની રક્ષા કરી તેવું મનાય છે. કહેવાય છે કે ઋષિ દુર્વાસા જ્યારે નદીમાં નાહી રહ્યા હતાં ત્યારે તેમની લૂંગી પાણીમાં વહી ગઇ તે સમયે દ્વૌપદી પોતાની સાડીનો એક ટૂકડો કાપી દુર્વાસાના શીલની રક્ષા કરી હતી. દુર્વાસા દ્વૌપદીને ત્યારે વરદાન આપ્યું કે તે પણ આ જ રીતે સમય પડે તેના શીલની રક્ષા કરશે.
દ્વૌપદીએ આપ્યો ઘટોત્કચને શ્રાપ
- ભીમ અને હિડમ્બાના પુત્ર ઘટોત્કચ જ્યારે પહેલી વાર પિતાના રાજ્યમાં આવ્યો ત્યારે તેને દ્વૌપદી જાડે સોતેલી મા તરીકે અયોગ્ય વહેવાર કર્યો. જેનાથી ક્રોધિત થઇને દ્વૌપદીએ તેને શ્રાપ આપ્યો કે તેનું જીવન ખૂબ જ ટૂંકું હશે અને તે કોઇ યુદ્ધ લડ્યા વગર જ મરી જશે.
દ્વૌપદીની શર્ત
- દ્વૌપદીએ જ્યારે પાંચ પાંડવો સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું ત્યારે તેણે એક શરત મૂકી કે પાંચેય પાંડવ લગ્ન બાદ અન્ય કોઇ સ્ત્રી સાથે આજીવન લગ્ન નહીં કરે. નોંધનીય છે કે એ સમયે રાજાને અનેક રાણીઓ કરવાની પ્રથા હતી. ત્યારે આ શરત મૂકી દ્વૌપદી પોતાનું મહત્વ બનાવી રાખ્યું.
કૃષ્ણ અને દ્વૌપદીની મિત્રતા
- મહાભારત એક પ્રાચીન કથા હોવા છતાં ખૂબ જ આધુનિક હતી. તે કથામાં પહેલી વાર એક સ્ત્રી અને એક પુરુષ એક ઉત્તમ મિત્ર પણ હોઇ શકે તે વાતનું સુંદરતા સાથે દર્શાવામાં આવી. કૃષ્ણ હંમેશા દ્વૌપદીને સખી કહી સંબોધતા અને દ્વૌપદી પણ કૃષ્ણને પ્રિય મિત્ર કહેતી. તેમની મિત્રતા આ કથામાં ખૂબ જ અનન્ય રીતે દર્શાવવામાં આવી છે.
- પાંચ પાણ્ડવ પત્ની સતી દ્રૌપદી ભગવાન શ્રીકૃષ્ણને પરમ બંધુ ભાવથી પૂજતી હતી. ભગવાન શ્રીકૃષ્ણ પણ દ્રૌપદી પરત્વે અસાધારણ સ્નેહ ભાવ રાખતા હતા. ભગવાન શ્રીકૃષ્ણ જેમ અર્જુનના મિત્ર, તત્ત્વબોધક અને માર્ગદર્શક (friend, philosopher and guide) હતા. તેમ તે દ્રૌપદીના પણ અંતરંગ મિત્ર, તત્ત્વબોધ પ્રદાતા, માર્ગદર્શક અને સદા-સહાયક હતા. ભગવાન શ્રીકૃષ્ણ દ્રૌપદીનો પડયો બોલ ઉઠાવી લેતા, એના પ્રત્યેક પોકારનો તરત ઉત્તર આપતા. જેમ ભગવાન શ્રીકૃષ્ણ અને અર્જુનની મૈત્રી અત્યંત ગાઢ અને વિલક્ષણ હતી તેમ ભગવાન શ્રીકૃષ્ણ અને દ્રૌપદીનો દિવ્ય પ્રેમ અલૌકિક અને અનન્ય હતો. ભગવાનના અંત:પુરમાં દ્રૌપદીનો અને દ્રૌપદીના મહેલોમાં ભગવાનનું આવાગમન અબાધ હતું.
- દ્રૌપદી શ્રીકૃષ્ણને પૂર્ણ બ્રહ્મ, સચ્ચિદાનંદ ધન ઇશ્વર સમજતી હતી. ભગવાન શ્રીકૃષ્ણ પણ એની આગળ પોતાની કોઈપણ અંતરંગ લીલાને છુપાવી રાખતા નહોતા. તેને પોતાની અંગત બાબતોથી પણ વાકેફ કરતા. જુગારમાં હાર્યા બાદ પાંડવો દ્રૌપદી સાથે વનવાસ ભોગવતા હતા ત્યારે તેમને મળવા આવેલ પરમસખા શ્રીકૃષ્ણને દ્રૌપદીએ કહ્યું હતું - ' પ્રિય કૃષ્ણ, મને દેવલ ઋષિએ કહ્યું છે કે તમે જ સમસ્ત લોકના રચયિતા છો. તમે જ વિષ્ણુ છો અને તમે જ યજ્ઞા સ્વરૂપ છો.' દેવલ ઋષિની જેમ જમદગ્નિ, કશ્યપ અને નારદ મુનિએ પણ મને તમારો મહિમા જણાવેલો છે. તેમણે કહ્યું છે- જે રીતે બાળક રમકડાં બનાવીને એની સાથે રમ્યા કરે છે તે રીતે તમે પણ બ્રહ્મા, શિવ, ઇન્દ્ર વગેરે આદિદેવો, દેવતાઓ, સ્થાવર જંગમ સૃષ્ટિ તથા સમસ્ત પ્રાણીઓને રચીને તેમની સાથે ખેલ્યા કરો છો. તમારી મસ્તકથી આકાશ અને ચરણોથી પૃથ્વી વ્યાપ્ત છે. તમે જ સનાતન પુરુષ અને વિભુ છો.' તમે કર્તુમ્, અકર્તુમ્ અને અન્યથા કર્તુમ્ કંઈ પણ કરવા સર્વ સમર્થ છો. હે કૃષ્ણ, હું પાંડવોની પત્ની, ધ્રૂષ્ટદ્યુમ્નની બહેન છું એ ઉપરાંત સર્વ શક્તિમાન પૂર્ણ પુરુષોત્તમ, પરમેશ્વર એવા તમારી પ્યારી સખી છું.
- યુધિષ્ઠિર મને જુગારમાં હારી ગયા ત્યારે રજ:સ્વલા સ્થિતિવાળી એક વસ્ત્રા મને દુષ્ટ દુ:શાસન ઢસડીને રાજસભામાં લઈ આવ્યો હતો અને મારું એક માત્ર વસ્ત્ર ખેંચવા લાગ્યો હતો ત્યારે હે કૃષ્ણ, તમે જ તત્કાળ પ્રગટ સ્વયં વસ્ત્રરૂપ મારી લાજ રાખી મારું રક્ષણ કર્યું હતું. એ વખતે નિરાધાર એની મારો તમે જ આધાર બન્યા હતા. કૌરવોએ છળકપટથી જુગારમાં યુધિષ્ઠિરને હરાવી અમારું રાજ્ય પડાવી અમને દુ:ખના દરિયામાં ધકેલી દીધા છે. તો તમે મારું રક્ષણ કરો. મહાભારતના વનપર્વમાં દ્રૌપદી શ્રીકૃષ્ણને કહે છે
- ચતુર્ભિ : કારણૈ: કૃષ્ણ ! ત્વયા રક્ષ્યાસ્મિ નિત્યશ : । સંબંધાદ્રૌરવાત્સખ્યાત્પ્રભુત્વેન ચ કેશવ : ।। હે કૃષ્ણ હું ચાર કારણોથી તમારા દ્વારા રક્ષણ કરવા યોગ્ય છું. પહેલું કારણતો એ કે તમારો અને અમારો સંબંધ છે, બીજું એ કે આમાં તમારું ગૌરવ છે, ત્રીજું એ કે તમે મારા સખા છો અને ચોથું, એ કે તમે બધાના સ્વામી હોઈ સર્વ સમર્થ છો એટલે આ કરવા શક્તિશાળી છો.'
- આંખમાંથી આંસુ સારતી દ્રૌપદીએ ઉચ્ચારેલા આ વચનોથી ભગવાન શ્રીકૃષ્ણનું હૃદય હચમચી ઉઠયું અને તે બોલી ઉઠયા- હે કૃષ્ણા (દ્રૌપદી), હે કલ્યાણી, તું ચિંતા ન કરીશ. જે રાજાઓ પર તું કુપિત થઈ છે. એમની રાણીઓ પણ અર્જુનના બાણોથી છેદાઈને, મૃત્યુ પામીને જમીન પર પડેલા તેમના પતિઓને જોઈને આ રીતે જ રૂદન કરશે. પાંડવોએ જે કામ કરવું જોઈએ તે હું કરીશ. હું સત્ય પ્રતિજ્ઞા કરું છું કે તું રાજરાણી બનશે. પાંડવોને એમનું રાજ્ય પાછું મળશે. ભલે ને આકાશ તૂટીને જમીન પર પડી જાય. પૃથ્વીના ટુકડે ટુકડા થઈ જાય, હિમાલય ફાટી જાય અને સમુદ્ર સૂકાઈ જાય, મારા વચન મિથ્યા નહીં થાય. (મહાભારત, વનપર્વ ૧૨). આ રીતે ધર્મપરાયણા સતી દ્રૌપદીના સખ્ય પ્રેમે દુષ્ટ દુર્યોધન શાસિત કૌરવકુળ ધ્વંસ માટે ભગવાન શ્રીકૃષ્ણના મુખેથી અટલ પ્રતિજ્ઞા કરાવી દીધી. ' યત્ર ધર્મસ્તતો જય : (જ્યાં ધર્મ છે ત્યાં વિજય છે) એ ન્યાયે ભગવાન શ્રીકૃષ્ણે પાંડવોના પક્ષે રહી સ્વયં યુદ્ધ કર્યા વિના એમને યુદ્ધમાં વિજય પ્રાપ્ત કરાવી પોતાની પ્રિય ભગિની અને સખી દ્રૌપદીને આપેલું વચન પૂર્ણ કરી દીધું.
અર્જુન ના કારણે દ્રૌપદી ને નુકસાન થયું હતું તે જાણો
દ્રોપદીના અવતારવાદ વિશે લોકસાહિત્ય
તું કાળી ને કલ્યાણી રે..
તું કાળી ને કલ્યાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તું ચારે યુગમાં ગવાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તને પહેલાં તે યુગમાં જાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તું શંકરની પટરાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તું ભસ્માસુર હરનારી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તને બીજા તે યુગમાં જાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તું હરિશ્ચંદ્ર ઘરે પટરાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તને ત્રીજા તે યુગમાં જાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તું રામચંદ્ર ઘેર પટરાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તું રાવણને રોળનારી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તને ચોથા તે યુગમાં જાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તું પાંડવ ઘેર પટરાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તું કૌરવકુળ હણનારી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા
તું કાળી ને કલ્યાણી રે મા, જ્યાં જોઉં ત્યાં જોગમાયા