અષાઢી બીજ રથ યાત્રા કથા મહિમા ASHADHI BIJ RATH YATRA KATHA MAHIMA 2023

અષાઢી બીજ રથ યાત્રા કથા મહિમા ASHADHI BIJ RATH YATRA KATHA MAHIMA 2023

Gujrat
0



     ગગન ગાજે ને મોરલા બોલે

    માથે ચમકે તી વીજ

    હાલો પાન્જે કછડે મે

    આવે અષાઢી બીજ”


    રથયાત્રાનાં પર્વ 

    હિંદુ ધર્મમાં તહેવારોનું સવિશેષ સ્થાન છે અને આપણી સંસ્કૃતિ આ તહેવારોને કારણે વધુ જીવંત થઇ ઉઠે છે. અષાઢ મહિનાની શરૂઆત પણ તહેવારથી થાય અને અંત પણ તહેવારથી આવે છે. જેમ અષાઢી બીજને રથયાત્રાનાં પર્વ તરીકે ઉજવવામાં આવે છે, તે જ રીતે અષાઢી અમાસને દિવાસા તરીકે ઉજવવામાં આવે છે. અષાઢી બીજનો દિવસ હિંદુ વૈદિક પંચાંગના વિક્રમ સંવત મુજબ વર્ષના નવમાં મહિનાનો બીજો દિવસ છે, જયારે શક સંવત મુજબ વર્ષના ચોથા મહિનાનો બીજો દિવસ છે. ચાતુર્માસનો આરંભ પણ આ મહિનામાં જ થાય છે. અષાઢ મહિનામાં ગૌરીવ્રત,અલુણા જેવા તહેવારો આવે છે. ભારતના કચ્છ જીલ્લાના કચ્છી લોકોના નુતન વર્ષનો આરંભ અષાઢી બીજથી થાય છે. ખેંગારજી પહેલાએ ગુજરાત રાજ્યના કચ્છ જીલ્લાની સ્થાપના સંવત ૧૬૦૫માં માગસર સુદ-૫ના કરી હતી. લાખો ફૂલાણી જે વિચારવંત રાજવી હતો..અસંખ્ય નવાનવા  વિચારો તેના મનમાં જાગતા હતા. જ્યાં સુધી મનને શાંતિ ન થાય ત્યાં સુધી વિચારો કર્યા કરતા એક સમયે આ પૃથ્વીનો છેડો ક્યાં હશે? એવો વિચાર મનમાં આવ્યો અને પૃથ્વીના છેડા માટે પોતાના જાત પ્રયત્નો થવા જોઈએ એવું વિચારી  થોડાક સાહસિક બહાદુર યુવાનોને પોતાની સાથે લઈ તે આ શોધમાં નીકળ્યા હતા લાખાજીના આ પ્રયાસને લોકો ‘સૂરજન’ ના નામથી ઓળખે છે. અંતે તેને વિજય પ્રાપ્ત ન થયો અને પાછા ફર્યા તે સમયે અષાઢ માસ શરૂ થયેલો અને ધોધમાર વરસાદથી વનરાજી ઠેર ઠેર ખીલી ઊઠેલી પરિણામે તેનો આત્મા બહુ પ્રસન્ન થયો અને કચ્છનું નવું વર્ષ અષાઢી બીજથી શરુ કરવા સમગ્ર કચ્છમાં ફરમાન મોકલ્યું. આથી છેલ્લા આઠસો વર્ષથી અષાઢી બીજ ધામધૂમથી કચ્છમાં ઉજવાય છે.\

    અષાઢી બીજ રથ યાત્રા  કથા મહિમા 

    કૃષની કથા અનુસાર

    એકવાર દ્વારકામાં ભગવાન શ્રીકૃષ્ણ રાત્રિ દરમિયાન સૂઈ રહ્યા હતા. નજીકમાં જ રુક્મણી પણ સૂઈ ગયા હતા. નિદ્રામાં શ્રીકૃષ્ણએ રાધાના નામનું ઉચ્ચારણ કર્યું. આ સાંભળીને રુક્મણી અચંભિત થઈ.સવાર થતા જ રુક્મણીજીએ આ વાત અન્ય પટરાણીઓને કહી અને કહ્યું કે આપણી આટલી સેવા, પ્રેમ અને સમર્પણ પછી પણ સ્વામી રાધાને યાદ કરવાનું ભૂલતા નથી. ભગવાન કૃષ્ણ તેમના ભાઈ ભગવાન બલરામ સાથે દ્વારકાની બહાર ગયા હતા.

    ત્યારે કૃષ્ણ ભગવાનની ૧૬૧૦૮ રાણીઓએ માતાને પુછ્યુ કે અમે કૃષ્ણ ભગવાનની આટલી સેવા કરીએ છીએ છતા શ્રીકૃષ્ણજી દિવસમાં રાધાનુ નામ જ લે છે. ત્યારે માતા બોલયા જો કૃષ્ણ અને બલરામ રાજમહેલમાં ન પ્રવેશે તો હું કહુ.ત્યારે રાણીઓએ આ માટે સુભદ્રાને દરવાજાની બહાર ધ્યાન રાખવા ઉભા રાખી તેથી આવે તો જાણ કરે અને કહ્યુ કે કોઇને અંદર પ્રવેશ કરવા ન દેતા. પછી માતાએ કથા ચાલુ કરી.

    સુભદ્રા દરવાજાપર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા. ત્યારે કૃષ્ણ અને બલરામ પાછા આવ્યા તો એમણે જોયુ કે સુભદ્રા દરવાજા પર કાન રાખીને ઉભા છે. કૃષ્ણ અને બલરામ રાજ મહેલમા પ્રવેશવા ગયા તો સુભદ્રાએ તેમને રોક્યા. તો કૃષ્ણ અને બલરામ સુભદ્રાની જેમ દરવાજા પર કાન રાખીને અંદરની કથા સાંભળવા લાગ્યા. ત્યારે અચાનક ભક્તિના ભાવને લીધે ત્રણેના હાથ અને પગ સંકોચાવા માંડ્યા અને આંખો મોટી થવા માંડી.

    ત્યારે જ કૃષ્ણ ભગવાનને મળવા નારદ મુનિ દ્વારકા આવ્યા તો તેમણે જોયુ કે કૃષ્ણ ભગવાનના હાથ અને પગ સંકોચાઇ ગયા હતા અને આંખો મોટી થઈ ગઈ હતી. નારદ મુનિએ કૃષ્ણ પ્રભુને કહ્યુ કે તમારુ આ રૂપ જગતને બતાવો. તો કૃષ્ણ ભગવાનએ નારદ મુનિને આ રૂપ ત્રેતાયુગમાં જગતને બતાવવાનુ વચન આપ્યું.



    ત્યારથી રથમાં બલરામ સુભદ્રા અને કૃષ્ણ જગતને બતાવવા અષાઢી બીજના દિવસે ફરવા નીકળે છે. અને જે આ રથના દર્શન કે દોરડું ખેચે તો તેને સર્વ પાપમાંથી મુક્તિ મળે છે. નગરજનો હરે કૃષ્ણ હરે રામા હરે બોલ બોલી યાત્રાને મંદિર સુધી  લઈ જાય છે.

    ધાર્મિક માન્યતાઓ અને પરંપરાઓમાં ભગવાન જગન્નાથે શ્રીકૃષ્ણ અને રાધાને દિવ્ય યુગલ સ્વરૂપ માનીને તેમની સાથે જ ભાઈ બલભદ્ર અને સુભદ્રાની અધુરી બનેલી કાષ્ઠ અર્થાત્ લાકડાની મૂર્તિઓની સાથે રથયાત્રા કઢવાની પરંપરા છે.

    આ અવસરે શ્રી જગન્નાથ, બળભદ્ર અને સુભદ્રાજીનું ષોડશોપચાર કરી પૂજન તથા તેમને દિવ્યરથ પર યાત્રા કરાવવાનું સવિષેશ મહત્વ છે. જે ભક્ત ભગવાનના રથનું દોરડું ખેંચે છે. ભગવાન જગન્નાથ તેના જીવનરથનું દોરડું ખેંચે છે. સર્વધર્મસમભાવથી થયેલો ભક્તવૃંદ આ રથયાત્રામાં ભાગ લે છે. ગાડાઓમાં ખેડૂતો વાવણી કરી ઉમંગ અને આસ્થા પૂર્વક આ પર્વ ઉજવે છે.

     ભગવાન જગન્નાથ માસીના ઘરેકથા  

    જ્યારે ભગવાન જગન્નાથ માસીના ઘરે રહે છે ત્યારે ભગવાન જગન્નાથને શોધીને લક્ષ્મીજી મંદિરમાં આવે છે અને મંદિરના દરવાજા બંધ કરી દેવાય છે. જેના કારણે લક્ષ્મી નારાજ થઈ જાય છે અને સાથે રથના પૈડા તોડી દે છે. આ પછી તેઓ પુરીના એક મંદિરમાં જઈને સ્થિત થઈ જાય છે. ભગવાન લક્ષ્મીજીને મનાવવા જાય છે અને તેમની માફી માંગે છે. અનેક ભએટ આપીને તેમને ખુશ કરવાની કોશિશ કરે છે. માન્યતા છે કે જે દિવસે ભગવાન જગન્નાથ લક્ષ્મીજીને મનાવી દેશે તે દિવસને વિજયાદશમી કહેવાય છે. આ 9 દિવસ પૂરા કરીને ભગવાન જગન્નાથ મંદિરમાં પરત ફરે છે. 9 દિવસ સુધી ચાલે છે આ રથયાત્રાનો ઉત્સવ. જેમાં લાખો ભક્તો સામાન્ય રીતે જોડાતા હોય છે અને આ સિવાય અખાડા સહિતના અનેક કરતબો આકર્ષણનું કેન્દ્ર બને છે.

    મૂર્તિ કેમ અધૂરી છે 

    એવું કહેવાય છે કે, પ્રાચીન કાળમાં વિશ્વકર્મા આ મૂર્તિ બનાવવાનું કામ કરતા હતા. જોકે મૂર્તિ બનાવતા પહેલાં તેમની એક શરત રહેતી હતી. જ્યાં સુધી તેઓ મૂર્તિ ન બનાવી લે ત્યાં સુધી કોઈ તેમના રૂમમાં પ્રવેશ કરી શકતું નહીં. અલબત્ત, એક વખત રાજાએ રૂમનો દરવાજો ખોલી દેતાં વિશ્વકર્માએ મૂર્તિ બનાવવાનું અધવચ્ચે જ બંધ કરી દીધું હતું. તે સમયથી મૂર્તિઓ અધૂરી રહી ગઈ હતી અને આજ સુધી મૂર્તિઓ અધૂરી જ છે. ત્રણેય મૂર્તિના હાથ પગ અને પંજા હોતા નથી

     👉અમારા ધાર્મિક ગ્રુપમાં જોડાવવા વિનંતી 




    Post a Comment

    0Comments

    Post a Comment (0)

    #buttons=(Accept !) #days=(20)

    Our website uses cookies to enhance your experience. Check Now
    Accept !