આપા દાનI
DHARMIK KATHA
સેવા ધરમની અમર જ્યોત સતી ભોળી આઇ
(ગુરૂ આપા દાના)
સંવત ૧૮૧૦ (ઇ.સ. ૧૭૫૪) સતી ભોળીઆઇનો જન્મ સંવત ૧૮૧૦ ફાગણવદ- ૧૧ ને બુધવારે અમરેલી જિલ્લાના નાના માચિયાળા (મચ્છેણિકા) ગામે મેઘવાળ જ્ઞાતિમાં થયો હતો. પિતાનું નામ દાનાભાઇા ચાહીયા, માતાનું નામ ધનુબાઇ, તેમનું મુળ નામ સોનબાઇ હતું. પિતા દાનાભાઇનું મુળ ગામ બાબરા તાલુકાનું ખાખરીયા હતુ. ત્યાંથી તેઓ નાના માચિયાળા રહેવા જાવ્યા. અમરેલીથી સાત કિ.મી. દૂર ઠેબી નદીના આથમણે કાંઠે આ ગામ આવેલ છે. જોબા જેવા નાનકડા ગામમાં પ્રતાપી પુરૂષ કાઠી દરબાર બાવાવાળા થઇ ગયા. ના પત્નીએ ઠેબી નદીના કાંઠે ભીમનાથ મહાદેવનું એક સુંદર મંદિર બંધાવેલું. મંદિરની આસપાસ પ્રકૃતિ સૌંદર્ય અદ્ભુત હતુ. આંબલી, લીંમડાના અનેક વૃક્ષો, તેમાં ભાત-ભાતના પક્ષીઓનો કલરવ, મંદિરમાં સાંજ-સવાર આરતીનો નાદ ગુંજતો. સુખી નદીના જળનો ખળખળ વહેતો પ્રવાહ, આવું નયન રમણીય ગામ સોનબાઇને કુદરત તરફથી રહેવા મળ્યું હતું.
બાળકી સોનબાઇ રમવા માટે ભીમનાથ મહાદેવના મંદિરે જાય, મંદિરમાં દર્શન રવાની તેમની તમન્ના પણ, અછૂતની, પુત્રીને મંદિરમાં કોણ જવા દે ! સોનબાઇ નોમન વિચાર કરે ગામના છોકરાં-છોકરીઓ મંદિરમાં ભગવાનના દર્શન કરવા જાય છે. તેમને કોઇ રોકતું નથી ? ધીરે ધીરે એનો જવાબ તેમને મળી ગયો કે મરેલાં પશુનો આહાર અમારી જ્ઞાતિના લોકો કરે છે. જેથી સવર્ણ લોકો અમને અછૂત ગણી દૂર રાખે છે. અતિપ્રજ્ઞાવાન સોનબાઇએ બચપણમાં દ્રઢ સંકલ્પ કર્યો કે આજીવન અખાજ (માંસ)નો આહાર નહીં કરું. અને ભગવાનના દર્શન કરીને જ રહીશ.
સાંજ સવાર ભીમનાથ મહાદેવના મંદિરમાં આરતી થતી ત્યારે દુર વૃક્ષ નીચે આંખ બંધ કરી શાંત ચિત્તે બેસી જતી. આંબલી, લીમડાના વૃક્ષો સાથે મિત્રતા થઇ ગઇ. છે પિતા દાનાભાઇ પણ સાંજના કામધંધેથી આવી. નળિયામાં દેવતા નાખી તેમાં ગુગળ, લોબાનનો ધૂપ કરી, રામદેપીરને યાદ કરી હાથમાં માળા લઇ થોડો સમય ભજનમાં બેસી જતા, માતુશ્રી ધનુબાઇ પણ ધાર્મિક વૃત્તિના હતા જેથી પતિને ધ્યાન-ભજનમાં સંયોગ કરતા. પિતાશ્રી પ્રસંગોપાત ભજનમાં જતા તયારે સોનબાઇ લાડકી હોવાથી તેમને સાથે લઇ જતા હતા. સોનબાઇ સંતોના મર્મીભજનો આખી રાત સાંભળતા. પિતા મળી ગયા પછી. થોડો સમય ધીંગા મસ્તી કરી ઘડીક ભજનમાં બેસી ઊંઘી જતા હતા. દાનાભાઇને તથા ભજનિકોને નવાઇ લાગતી કે વાસના અન્ય છોકરા-છોકરીઓ પ્રસાદ મળી ગયા પછી..થોડો સમય ધીંગા મસ્તી કરી ઘડીક ભજનમા બેસી ઉંઘી જતા હતા..
જ્યારે સોનબાઇ આખી રાત ઊંધ્યા વિના આંખ બંધ કરી ભજન સાંભળીયા કરતા, જેથી તેઓને અચરજ થતું. લોકો વિચાર કરતા હતા નક્કી આ છોકરી ગામ ડાલીબાઇ જેવી ભક્તિવાળી થશે,
પિતા દાનાભાઇએ ચલાલાવાળા આપાદાનાની કિર્તિ સાંભળી વિચાર કર્યો આપા દાનાના દર્શન કરવા ચલાલા જવું છે. ગોરખનાથનું ભજન યાદ આવ્યું, 'મનસા માલણી, જાગતા નર સેવિએ જેથી મળે નિરંજન દેવ. ગુરૂમંહિમાના યાદ આવ્યા. જૂનાગઢના નરસિંહ મહેતાની વાણી યાદ આવી. જો સાચા સંતાન થઇ જાય તો એકોતેર પેઢી તરી જાય. ફરી વિચાર આવ્યો રામદેપીર, સંદિ મીરાંબાઇના જેણે રૂબરૂ દર્શન કર્યા હશે એ જીવ કેવા હશે!સંતોને હયાત ભજનો ગા નૃત્ય કરતા, સેવા કરતા જેણે જોયા હશે. તેમના શિષ્યો થયા હશે, એ કેવા ભાગ્યશાળી હશે ! આપા દાના જેવા ઘણાં સંત હાજર છે અને હું કામધંધામાંથી નવરો થતો નથી, નુગરો મટતો નથી !
અચાનક આકાશમાં વીજળીનો ચમકારો થાય તેમ જ્ઞાન ચલાલા આપાદાનાના દર્શને જવું છે, અને આપાદાનાની કંઠી બાંધવી છે. હવે રહેવું નથી. પત્ની ધનુબાઇ, પુત્ર નાગાજણ, પુત્રી સોનબાઇ સાથે ચલાલા જીવતા દેવના દર્શને ગયા. થયું. સહકુટુંબ
ચલાલા આશ્રમમાં પગ મૂકતા જ ઢોલિયા પર બેઠેલા આપા દાનાનું પ્રેમસભર મેઘાવી રૂપ જોયું. ઝગારા મારતું લલાટ, માથે પાઘડી, ગળામાં માળા, હાથમાં હોકોને આંખમાંથી કરૂણાનો ધોધ વહેતો હતો. અહીં કોઇજાતના નાત-જાતના ભેદભાવન હતા. આપા દાનાને સહકુટુંબ પગે લાગવા ગયા. આપા દાનાએ પ્રેમથી પૂછ્યું ‘ભાઇ, ક્યે ગામથી આવો છો ?’ દાનાભાઇ ચાંહિયાએ કહ્યું, ‘‘નાના માચિયાળામાં આવું છું મેઘવાળ છીએ બાપા. ભાઇ, મે ક્યા જાતિનું પૂછ્યું હતું, ઠાકરના દરબારમાં કેવી જાત-ભાત, સૌ તેના જ સંતાન છીએ. ભેદભાવ તો અજ્ઞાની માણસે ઊભા કર્યા છે.’’ આટલું બોલ્યા ત્યાં તેમના પગે સોનબાઇ લાગ્યા. આપા દાનાએ સોનબાઇને પગથી માથા સુધી નિરખીને જોઇ, પ્રેમથી માથે હાથ ફેરવ્યો. બસ સોનબાઇમાં અચાનક કોઇ દેવી શક્તિએ જાણે પ્રવેશ કર્યો હોય તેમ અવાક બની આપા દાનાને નિરખી રહી. આપા દાનાએ પ્રસાદ લેવા તથા આરામ કરવા કહ્યું. થોડા દિવસ સેવા કરવાની ઇચ્છાર્થી દાનાભાઇ જગ્યામાં રોકાઇ ગયા. તે દરમ્યાન સોનબાઇએ ભગવા વસ્ત્રોમાં શોભતા સાધુઓ, ગાયોને સેવા કરતા આપા ગીગા જેવા ભાવિ સંતને જોયા.
એક દિવસ સોનબાઇ રમતા રમતા આપાદાનાના ઢોલીએ આવી પગે ભોળીલાગી શાંતિથી બેસી ગઇ. આપાદાનાએ નિર્દોષ બાળા સામે જોયું, તેમના માતા-પિતા કોણ છે તે પૂછ્યું. સોનબાઇએ ગાયોના વાડા તરફ હાથ લંબાવી માતા-પિતાની ઓળખાણ કરાવી. આપાદાનાએ કહ્યું, “આ છોકરી જોગમાયા છે, તેનું ભોળપણ તો જૂઓ, ભગત આજથી આ છોકરીનું નામ ‘ભોળી’ રાખજે.
એ ભવિષ્યમાં સંત થશે એવા મારા આર્શિવાદ છે.'' બસ ત્યારથી સોનબાઇ મટી ‘’ નામ પ્રચલિત થયું. તેજ દિવસે પિતા દાનાભાઇ, ધનુબાઇ તથા ભાઇ નાગાજણને આપાદાનાએ કંઠી બાંધી, દાનાભાઇ મટી દાનાભગત બન્યા. ગુરૂનો પ્રસાદ ઇસર્વે હરખથી માચિયાળા વતનમાં આવ્યા.
આપ જોડાઓ અમારી સાથે
હોળીઆઇ ધીરે ધીરે ઉંમર લાયક થયા. પિતા દાના ભગતે પુત્રી ભોળીના લગ્ન અંગે આસપાસના સગા-વ્હાલાઓમાં વાત કરી, સારું ઠેકાણું મળે તો ભોળાના હાથ પીળા થઇ જાય તો સંસારની અડધી જવાબદારી પુરી થાય. ભોળીની ઇચ્છા જાણી.ભોળીઆઇએ પિતાને વિનય સાથે કહ્યું, ‘“મારે એ ગુલામીની જંજાળમાં પડવું નથી. મારે તો ઘર આંગણે હરિભજન કરવું છે.’’ પિતાના અતિ આગ્રહને ધ્યાને લઇ હોળીએ બે શરત મૂકી જો આ શરત કોઇ મેઘવાળનો દિકરો સ્વીકારે તો હું લગ્ન કરીશ. પહેલી શરત મારા ઘરની અંદર ભોજન માટે અખાજ (માંસ) રંધાવું ન જોઇએ. બીજી શરત હું નિજારપંથની ભક્તિ સાધના ધ્યાન-ભજન કરું તેમાં કોઇએ અવરોધ ન રવો. ભોળીઆઇ જેવા જ વૈરાગી ધારી તાલુકાના ભલગામના મુળા ભગતે આ બંને શરત સ્વીકારી, મુળા ભગત ગિરનારના જાગ્રત સંત વેલનાથના શિષ્ય હતા. તેમની ઇચ્છા પણ લગ્ન કરવાની હતી નહીં. તેણે પણ પરાણે લગ્ન માટે હા પાડી. ભોળીઆઇ તથા મુળાભગતના લગ્ન થયા. સંતાનમાં એક વર્ષ પછી રાજીનામે પુત્રી થઇ ભોળીઆઇ ભલગામ થોડો સમય રહ્યા. ભોળીઆઇને આપાદાનાની જગ્યામાં સેવા ચાકરી તથા ધ્યાનની ધૂન લાગી. જ્યારે મૂળા ભગતનું મન વેલાનાથના ગિરનારમાં આવેલ આશ્રમમાં રહી ગુરૂ સેવા કરવાની લગની લાગી.
એક દિવસ પતિ-પત્નિ શાંતીથી બેઠા હતા, ત્યાં ભોળીઆઇએ મનની વાત કરી કહ્યું, ‘“ભગત, સંસાર તો ગારા જેવો ચીકણો છે. એક પગ ઉપાડીએ ત્યાં બીજો ખેંચી જાય. આપણે એક દિકરીથી સંતોષ માની ઓલીયા સંતોનાં સેવાકાર્યમાં લાગી જઇએ.’’ મુળા ભગત તો રાહ જોઇને બેઠા હતા. ક્યારે ગિરનારમાં જઇ ગુરૂ વેલનાથના દર્શન કરી તેમની સેવાચાકરી કરી આશ્રમ તથા ધુણા માટે લાકડા કાપવા જાઉં? બંને વચ્ચે સમજૂતી થઇ. ભોળીઆઇ પુત્રી રાજી સાથે ચલાલા આપા દાનાના આશ્રમમાં સેવા અર્થે ગયા. ભોળીઆઇએ આપા દાનાના ચલાલા આશ્રમમાં સેવા સાથે ધ્યાન યોગ સિધ્ધ કર્યો, જયારે મુળા ભગત સંત વેલનાથના સાનિધ્યમાં જાગ્રત થયા.
એક દિવસ ચલાલા ભોળીઆઇએ સમર્થ સિધ્ધ એવા ગુરૂ ગેબીનાથ, આપા મેપા, આપા રતા, આપા જાદરા, આપા ગોરખા, આપા દાના, આપા વિસામણ, આપા ગીગા જેવા ઓલીયાઓના દર્શન કર્યા, જીવન ધન્ય ધન્ય બની ગયું. આપા વિસામણે આપા દાનાને સંબોધી તેમના શિષ્યોની સરાહના કરી એ શબ્દો નોંધવા જેવા છે.
''મેઘવાળ ઘરે અવતરી ‘ભોળી’ જેવું આપ્યું તમે નામ, સંસાર છોડી જેણે ભુલાવ્યું, ઘણી મૂળાને ભલગામ, અલખ ધણીને આરાધવા, આવી ચલાળે કર્યો મુકામ, ભોળીની કળા તોરલ તણી, આપા દાન તમારે દુવાર, .
ભોળીઆઇ આત્મજ્ઞાનને ઉપલબ્ધ થયા પછી આપાદાનાએ બોલાવી ક “ભોળી, માચિયાળા જઇ સેવા ધરમની ઝુંપડી બાંધ, આંગણે આવેલા અભ્યાગતને રોટલો દેજે. કોઇ વાતની ખામી નહી રહે, જા મારા આર્શિવાદ તારી સાથે છે.'' ત્યારબાદ ભોળીઆઇ માચિયાળા રહેવા આવી ગયા. ખેતમજુરી કરી પૈસા બચાવી, ગુરૂની આજ્ઞા મુજબ ભાવથી રોટલો આપવાનું શરૂ કર્યું. દીન-દુ:ખીયા તા સાધુઓ ભોળીઆઇની મઢુલીએ આવવા લાગ્યા.
ભોળીઆઇના જીવનમાં બનેલ બે બનાવ જાણવા જેવા છે. પ્રથમ બનાવ એવો બન્યો કે ભોળીઆઇ તથા વાસની અન્ય બૈરાઓ ઘઉંના ખેતરમાં ઓહલો એટલે ઘઉં ખેતરમાંથી વાઢી લીધા બાદ જે ઘઉંની લોર (છોડ) પડી રહ્યા હોય તે વીની તેમાંથી ઘઉં મેળવવાની કામગીરી. ભોળીઆઇ તથા અન્ય બૈરાઓ ઘઉંનો ઓહકો કરતી હતી ત્યાં ખેતરનો માલિક પટેલ આવ્યો. મનફાવે તે રીતે ધમકાવી ગાળો કાઢવા લાગ્યો. કોને પૂછીને તમે ખેતરમાંથી ઘઉં વીણો છો ? એમ કહીને ભોળીઆઇ તથા બૈરાઓ પાસે રહેલ ઘઉં આંચકી લીધા. ભોળીઆઇએ વિનંતી કરી પરંતુ પટેલ એકનો બે-ન થયો અને ઘઉં આંચકી જતો રહ્યો. ભોળીઆઇની સ્થિતિમાં કોઇ જાતનો ફેરન પડ્યો. સાથે આવેલ વાસની બૈરાઓને વલોપાત ન કરવા કહ્યું. જેવી ઠાકરની મરજી અજ્ઞાની માણસના બાયુ શું ઓરતા કરવા !
બીજા દિવસે પટેલના બળદો સંજોગોવસાત બિમાર પડ્યા. પટેલે આપા દાનાની માનતા કરી. બળદો સાજા થઇ જાય તો એક ગાડું ભરીને ઘઉં ચલાલા આપા દાનાની જગ્યામાં આપી આવીશ. કુદરતને કરવું છે ને બળદો સાજા થયા. પટેલ ગાડુ ભરી ઘઉં આપા દાનાની જગ્યામાં આપવા ગયો. આપા દાનાએ ખેડૂતને ગામ પૂછ્યું કહ્યું ભાઇ અહીં સુધી શા માટે ધક્કો ખાધો, ઘઉં તો માચિયાળે ભોળીના છે ત્યાં ઉતારી આવ. પટેલે ખુબ જ પસ્તાવો કર્યો, મેં ભોળીઆઇને ઓળખ્યા નહીં ન કહેવાના વેણ તેમને કહ્યા, પોતાની જાતને ઠપકો આપતો માચિયાળા ભોળીઆઇના ઘરે ઘઉંનું ગાડું લઇ આવ્યો. પોતાના ગેરવ્યાજબી વર્તન બદલ ભોળીઆઇની માફી માગી કહ્યું, આઇ ઘઉં ક્યા ઉતારું ? ભોળીઆઇએ કહ્યું, ‘‘ઘઉં ચલાલાથી આપા દાનાએ મોકલ્યા છે ને, એને આ કોઠીમાં નાખી દે ભાઇ, હવે અન્ન નહીં ખૂટે.'' પછી પટેલની સામે જોઇને બોલ્યા, ‘“ભાઇ, ગરીબ ઉપર રહેમ રાખજે, ઠાકર તારું કલ્યાણ કરશે. હવે પસ્તાવો કરીશ નહીં, જાગ્યા ત્યાંથી સવાર.’’
બીજો બનાવ એવો બન્યો કે કેટલાક અંધશ્રધ્ધાળુ દેવીપૂજકોએ ભોળીઆઇની મઢુલીથી થોડે દૂર દેવીનો માંડવો કર્યો. ભૂવા બોલાવી દેવીને નૈવેદ ચડાવવાનું નક્કી કર્યું. ભુવાએ ઘેટાં-બકરાંને બદલે પાડાનો નેવૈદ ધરવા કહ્યું. બીજલ નામના દેવીપુજક પાસેથી હાથી જેવો પાડો લઇ બલી તરીકે ચડાવવા સૌ તૈયાર થયા. ભોળીઆઇની નજર પાંડા તરફ જતા કરૂણા ઉપજી. મનોમન બોલ્યા, "ઠાકર બિચારા મુંગા જનાવરને નિવેદના નામે મોઠાની મેઠપે કાપી હત્યા કરે છે, એ મારાથી નહીં જેવાય,વિચારવા લાગ્યા લોકો એવો આહાર શામાટેકરતા હશે, જે જીવહિંસામાં ભાગીદાર બનાવે, દેહમાં વિકારોદાકરેઅનેસંતાડીને ખાવું. એવું ભોજન શું કામનું! જુઓને જીભનો સ્વાદ કેવા પાખંડ કરાવે છે. ઠે ઠાકર (ભગવાન) સહાય કરજે. પાડાને બચાવી લેજે." એવી પ્રાર્થના કરી, દેવીપુજકો પાડાને કાપવા માટે તૈયાર થયા. પાડાએ કંઇકને પછાડ્યા. પાડો દોરડા સાથે ભોળીઆઇને આંગણે આવી ઉભો રહ્યો. ભોળીઆઇ, પાસે આવી ગાંગરવા લાગ્યો. ભોળીઆઇએ પાડા માથે હાથ ફેરવ્યો. પાડો આંખો બંધ કરી ઉભો રહી ગયો. દેવીપૂજકોએ સાચી પાડાને ખૂબ માર્યો. પાડાને લઇ જવા ખૂબ વલખા માર્યા પણ અડીખમ ઉભો રહ્યો. થાક્યા એટલે એક દેવીપૂજક બોલ્યો, ‘“હવે રેવા દ્યો ભોળીઆઇના આંગણેથી પાછો હવે હટશે નઇ, હવે તેને મારોમા ભોળીઆઇ કોપશે તો નખ્ખોદ નિકળી જાહે.’’ દેવીપૂજકોએ એ ભોળીઆઇ પાસે સોગંધખાધા કે અમે માથાસોયા સાખના દેવીપૂજકો કોદી માથા કાપશું નહીં. આ પાડો જીવ્યો ત્યાં સુધી ભોળીઆઇના આંગણે રહ્યો. આજુબાજુ ગામડે સતસંગમાં ભોળીઆઇ પાડા પર સવારી કરીને જતા આવતા હતા. પાડાની ચાલ ઘોડા જેવી હતી. સંવત ૧૮૫૫ માં મુળા ભગતે તેમના વતન ભલગામમાં સમાધિ લીધી. જ્યારે સંવત ૧૮૫૭ ભાદરવા સુદ-૬ ને ગુરૂવારે ભોળીઆઇએ નાના માચિયાળામાં આનંદ સભર આયુષ્ય ભોગવી જીવતા સમાધિ લીધી, ત્યારે આપા વિસામણ, આપા ગીગા, આપા જાદરાની હાજરી હતી.
ભોળીઆઇની સમાધિ સામે પાડો આઇની યાદમાં બોર બોર જેવડા આસું પાડતો મૌન ઉભો હતો. આપા ગીગાના સત્તાધારમાં પણ આવો જ પાડો હતો. મુંગા પ્રાણીઓ પણ સંતના પ્રેમને જાણી જાય છે. માત્ર જડતાવાદી કેટલાક મુંઢ માણસો સંતને ઓળખી શકતા નથી. સંવત ૨૦૩૫માં ભોળીઆઇના સમાધિ મંદિરમાં ચલાલાના ગાદીપતિ વલકુબાપુને હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આવ્યો. લ ભોળીઆઇએ જીવન દરમ્યાન ઉપયોગમાં લીધેલ વસ્તુઓ, કામળી (ધાબળી), પૂજા માટેની કાંસાની થાળી, છડી (લાકડી) વગેરે જગ્યામાં મોજુદ છે. ભોળીઆઇએ પ્રભુભજન કરેલું તે જૂનું મકાન જૂના હરિજનવાસમાં ઉભું છે. ત્યાં દર ભાદરવા સુદ ના દિવસે મેળો ભરાય છે. ભોળીઆઇ તથા મુળા ભગતની ફૂલ સમાધિએ હજારો | ભાવિકો દર્શને આવે છે. ભોળીઆઇએ દેહને મંદિર બનાવી આત્મદેવના દર્શન કરી, ચપણમાં ભગવાનના દર્શન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી તે પુરી કરી.
ભોળીઆઇને પ્રણામ.