ભીમ અગિયારસ નું મહત્વ અને કથા

ભીમ અગિયારસ નું મહત્વ અને કથા

Gujrat
0

MY DHARMIK WHAT UP GRUP JOIN

👉ગુજરાત ધાર્મિક ગ્રુપમાં જોડાઓ

આવતીકાલે તારીખ 31.5.2023 ના રોજ ભીમ અગિયારસ છે . આ અનેક પરંપરાઓ સાથે જોડાયેલ ભીમ અગિયારસનો તહેવાર  હોય ઉજવણી કરવા લોકોમાં અનેરો ઉમંગ છવાયો છે.આ એકાદશી ને ભીમસેની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે .

    મહત્વ

    આ વ્રત માં પાણી પીવામાં આવતું નથી .જેઠ મહિના ની શુક્લ પક્ષ ની એકાદશી તિથિ ને નિર્જળા એકાદશી પણ કહેવામાં આવેછે .ભગવાન વિષ્ણુ ની વિશેષ કૃપા રહે છે . 

    👉મંત્ર :<<ૐ નમો ભગવતે વાસુદેવાય નમ:>> મંત્રનાં જપ બોલવા. 

    (2) બાર અક્ષરનો મંત્ર ‘‘દ્વાદશ અક્ષર મંત્ર ૐ નમો ભગવતે વાસુદેવાય'' 

    👉આપણે ત્‍યાં આ તહેવાર સાથે કેરી ખાવાનું મહત્‍વ અનેરૂ છે.  

    👉પરણેલી દિકરીને પ્રથમ ભીમ અગિયારસનો તહેવાર મનાવવા પીયરપક્ષે અચૂક તેડાવવાનો પણ આપણે ત્‍યાં રીવાજ ચાલ્‍યો આવે છે.

    👉 કેટલીક જગ્યા એ જુગાર કે નાણાં થી રમવાનો રિવાજ છે તે ખુબજ ખરાબ બાબત છે .

     👉 જૈન ધર્મ માં આ દિવસ પછી કેરી ખવાતી નથી .

    👉 ભગવાનને નિવેધમાં કેરી ધરવી પ્રસાદ જમવો.

    👉નિર્જળા ઉપવાસ કરનારની મનોકામના પૂર્ણ થાય છે  તેમજ ધનલાભ થાય છે. 

    👉 ખાસ કરીને ભીમ અગીયારશનાં દિવસે આખો દિવસ કાંઈ પણ ભોજન તથા જળ પણ લીધા વગર રહેવાની હોય છે આથી જ નિર્જળા એકાદશી કહેવાય છે.

    ભીમ એકાદશીની કથા 1

    આ એકાદશીમાં ભગવાન શિવના શિવલીંગની પૂજા કરવામાં આવે છે. આ દિવસે એવી માન્યતા છે કે પાંડુ પુત્ર ભીમ ક્યારેય ભૂખ્યા ન રહી શકતા હોવા છતાં તે દિવસે તેમણે આખો દિવસ ઝાડ પર બેઠા બેઠા પસાર કર્યો હતો. અને તે જે ઝાડ પર બેઠા હતા તે ઝાડ બીલિપત્રનું હતું અને તે ઝાડની નીચે જ અપૂજ્ય શિવલીંગ ઘણા વખતથી ત્યાં હતી અને આ દિવસે એકાદશી હોવાથી ભીમ દ્વારા અજાણતાં જ ભૂખ્યા તરસ્યા તે શિવલીંગની પૂજા થઇ. તેથી ભગવાન શિવ ભીમ પર ખુશ થયા અને તેને આશીર્વાદ આપ્યા.

    ભીમ એકાદશીની કથા 2

    પાંચ પાંડવમાંથી ભીમસેને આ એકાદશીનું વ્રત કરેલું.ભીમ ને આ વ્રત કરવાનું ભગવાન શ્રી કૃષ્‍ણએ ભીમને કહેલું ભીમ નદીમાં સ્‍નાન કરવા ગયા અને સ્‍નાન કરતા ભગવાન વિષ્‍ણુની આરાધના કરવામાં એવા તો તલ્લીન બન્‍યા કે આહાર કરવાનું પણ ભુલી ગયા. પાણી પણ ન પીવાથી આ એકાદશીને નિરજલા એકાદશી એટલે ભીમ અગિયારસ કહેવામાં આવે છે.

    ભીમ એકાદશીની કથા 3

    ભગવાન ત્રિવિક્રમ ની વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે. કહેવાય છે કે ભગવાન વિષ્ણુની આ દિવસે પૂજા કરવાથી બાલાજીના દર્શન થાય છે. માન્યતા પ્રમાણે સમસ્ત પાપ અને કષ્ટોનું નિવારણ થાય છે

    કોઈ પણ વ્રત કરવાથી થતા ફાયદા 

    માનસિક શાંતિ મળે 

    દૂ:ખ  દૂર થાય

    ક્રોધ ઓછો થાય.

    લોહી શુદ્ધ થાય 

    વ્યક્તિ નું મન શરીર ,આત્મા શુદ્ધ થાય 

    વ્યક્તિ માં બીજા  પ્રત્યે આદર સમર્પણ ની ભાવના ઉભી થાય.

    પાપ દૂર થાય, 

    પર્યાવરણ નું રક્ષણ થાય  

    ALSO READ : TILAK 

    વિનંતી થી.......



    Post a Comment

    0Comments

    Post a Comment (0)

    #buttons=(Accept !) #days=(20)

    Our website uses cookies to enhance your experience. Check Now
    Accept !