નમસ્કાર મિત્રો તમે બધાએ ઘણી બધી વાર્તાઓ વાંચી હશે. એમાં ઘણી પ્રરણા દાયક વાર્તાઓ પણ રહી હશે છે. અને ઘણી સાચા પ્રેમની વાર્તાઓ પણ રહી હશે. તેમજ હસાવે અને મનને હલકું કરે એવી વાર્તા પણ તમે વાંચી હશે. તો આજે અમે તમારા માટે એક સમજદારીની વાર્તા લઈને આવ્યા છીએ. જે જણાવે છે કે તમે સમજદારી ક્યા અને કેવી રીતે વાપરો છો એના પર તમારું મૂલ્યાંકન થાય છે. ફક્ત બીજાને સલાહ આપવાથી નહિ. તો આવો વાંચીએ કે વાર્તામાં થાય છે શું?
એકવાર વાઘ અને ગધેડા વચ્ચે ઝગડો થયો, અને એ પણ ઘાસના રંગને લઈને. આવો જાણીએ આગળ શું થયું.
ગધેડાએ વાઘને કહ્યું, ‘ઘાસ પીળું હોય છે.’
વાઘે કહ્યું, ‘નહિ ઘાસ તો લીલું હોય છે.’
પછી તો પૂછવું શું, બંને વચ્ચે ચર્ચા જામી પડી. બંને પોત પોતાની વાત પર મક્કમ રહ્યા. આ વિવાદના અંત માટે બંને વનના રાજા સિંહ પાસે ગયા.
પ્રાણી દરબારમાં બધાની વચ્ચે રાજા તરીકે સિંહાસને સિંહ આરૂઢ હતા.
વાઘ કઈ કહે એ પહેલા તો ગધેડાએ કહેવાનું શરૂ કરી દીધું.
બોલો ! વનરાજ ઘાસ પીળું હોય છે ને?’
સિંહે કહ્યું, ‘હા ! ઘાસ પીળું હોય છે.’
ગધેડો કહે, ‘આ વાઘ માનતો જ નથી. અને મને હેરાન કરે છે. એને યોગ્ય સજા થવી જોઈએ.’
રાજાએ ઘોષણા કરી, ‘વાઘને એક વર્ષ માટે જેલ થશે.’
મહારાજનો ચુકાદો સાંભળી ગધેડો આનંદમાં આવી નાચતો કૂદતો જંગલમાં ચાલ્યો ગયો. રસ્તે જે મળ્યા તેને કહેતો ગયો કે ‘વાઘને એક વર્ષની સજા થઈ છે.’
જે કોઈ સાંભળતું તે નવાઈ પામતું . એક ગધેડાએ એવું તે શું કર્યુ કે વાઘને જેલની સજા થઈ.
વાઘે વનરાજ સમીપે જઈ પૂછ્યું, ‘કેમ મહારાજા ! ઘાસ તો લીલું હોય છે ને?’
મહારાજાએ કહ્યું, ‘હા ! ઘાસ તો લીલું હોય છે.’
વાઘે કહ્યું, ‘…. તો પછી મને જેલની સજા શા માટે?’
સિંહે કહ્યું, ‘તમને એટલા માટે સજા નથી આપી કે ઘાસ પીળું હોય છે કે લીલું. પણ તને એટલા માટે સજા આપી છે કે ગધેડા જેવા મૂર્ખ સાથે તમારા જેવા બહાદૂર અને ઉચ્ચ કોટિના પ્રાણીએ વિવાદ કર્યો, અને અહીં સુધી નિર્ણય કરાવવા આવી પહોંચ્યા.’
શીખવાનું શું…..
કે જીવનમાં મૂરખ લોકો અને પોતાની જાતને બહુ હોશિયાર સમજતા હોઈ એવાની સાથે મગજમારીમાં પડવું નહીં.કારણ કે એમાં કિંમત આપણી થાય છે મૂરખની નહીં.
(3)અમારા ધાર્મિક ગ્રુપમાં જોડાઈ શકો છો wel come
All time ધાર્મિક