મુલ્લા નસીરુદ્દીન એમના ગધેડા પર સવાર થઈને મેળો માણવા ગયા. ભીડમાંથી કોઈ ટીખળીએ સળગતી બીડી ગધેડાની પૂંઠે ચાંપી દીધી. ગભરાયેલો ગધેડો જ્યાં જગ્યા મળી ત્યાં થઈને ભાગવા લાગ્યો. ગધેડે બેઠેલા મુલ્લાને જોઈને કોઈ પરિચિતે પૂછ્યું, "મુલ્લા, ક્યાં જઈ રહ્યા છો?"
મુલ્લાએ જવાબ આપ્યો, જે અત્યંત માર્મિક હતો "આ સવાલ મને નહીં ગધેડાને પૂછો"
આપણાં બધાનું પણ આવુજ છે દુનિયા એક વિશાળ મેળો છે આપણે મેળો માણવા માટે પૃથ્વી પર આવ્યા છીએ. કમનસીબે આપણે મોહ, માયા, લાલચ, અહંકાર આ બધા અંગોથી બનેલા ગધેડા ઉપર સવાર થયેલા છીએ. હવે આપણે ક્યાં જઈશું એ વાત આપણાં હાથમાં નથી રહી. આપણાં દુર્ગુણો, દુન્યવી લાલચો, આપણી અંદર રહેલી નાની-નાની વાસનાઓ અને આપણાં કર્મો નક્કી કરશે ત્યાં આપણે ઘસડાવું પડશે.
મહાભારતમાં દુર્યોધન કહે છે. : जानामि धर्मं न च मे प्रवृत्तिः जानाम्यधर्मं न च मे निवृत्तिः। ધર્મ શું છે તે હું જાણુંછું પણ તેનું આચરણ કરી શકતો નથી.અધર્મ શું છે તે પણ હું જાણું છું પણ હું તેને છોડી શકતો નથી.
બોધ / પ્રેરક પ્રસંગ 2
મુલ્લા નસરુદ્દીનનો અંતકાલ નિકટ આવ્યો ત્યારે એમની પત્ની કાળા વસ્ત્રો પહેરીને આંસુભરી આંખોએ તેમના ખાટલા પાસે બેઠી હતી. એ જોઇને મુલ્લાજી એ કહ્યું, " બીબી, આવી ઉદાસ શા માટે થઇ ગઈ છો ? ઉઠો, મો ધોઈને સારા કપડા પહેરી લો, અને મારી પાસે હસતા-હસતા આવો."
" તમારો અંતકાલ નજરોની સામે હોય ત્યારે હું આવું શી રીતે કરી શકું?" તેમણે વ્યથિત સ્વરમાં કહ્યું.
'મરણ નજીક છે એટલે જ તો તને સજીધજીને અહી બેસવાનું કહું છું, જેથી મોતનો ફરિશ્તો કદાચ તને પસંદ કરી લે અને મને જતો કરે !!' એમ કહેતા મુલ્લાજી ખડખડાટ હસી પડ્યા.
તેમના પત્ની વ્યથિત હોવા છતાં તેમની આ મશ્કરી સાંભળીને હસી પડ્યા, અને બીજી જ ક્ષણે મુલ્લાજીના પ્રાણ-પંખેરું ઉડી ગયા.
આપ જોડાઓ અમારી સાથે
This comment has been removed by the author.
ReplyDelete