કોણ જાણી શકે કાળ ને રે
કોણ જાણી શકે કાળ ને રે સવારે કાલ કેવું થાશે.
આ કાયા માંથી હંસલો રે ઓચિંતાનો ઉડી જાશે.
કોણ જાણી શકે કાળ ને રે સવારે કાલ કેવું થાશે
હે તારા મોટા મોટા બંગલા રે મોટર ને ગાડી વાડી
હે તારા મોટા મોટા બંગલા રે મોટર ને ગાડી વાડી.
બધી માયા મુડી બધી માયા મુડી હા બધી માયા મુડી મેલી રે ખાલી હાથે જાવું પડશે
કોણ જાણી શકે કાળ ને રે સવારે કાલ કેવું થાશે
હે તારો દેહ રૂપાળો રે નહિ રાખે ઘર માં ઘડી
હે તારો દેહ રૂપાળો રે નહિ રાખે ઘર માં ઘડી તારા સગા ને તારા સગા ને એ તારા સગા ને સબંધી રે થોડા દી માં ભૂલી જાશે
કોણ જાણી શકે કાળ ને રે સવારે કાલ કેવું થાશે
હે તારી સાચી ખોટી વાણી રે વાણી આ જગ માં અહીં
હે તારી સાચી ખોટી વાણી રે વાણી આ જગ માં અહીં
તારો પંખીડા નો તારો પંખીડા નો એ તારો પંખીડા નો માળો રે પલક માં વીંખાઈ જાશે
કોણ જાણી શકે કાળ ને રે સવારે કાલ કેવું થાશે
હે તને મળ્યો રૂડો મલખો રે બાંધી લે ને ભવ નું ભાથું
હે તને મળ્યો રૂડો મલખો રે બાંધી લે ને ભવ નું ભાથું
થાને રામ ભક્ત થાને કિર્ષ્ણ ભક્ત એ થાને રામ ભક્ત સાચો રે ફેરો તારો સફળ થાશે
કોણ જાણી શકે કાળ ને રે સવારે કાલ કેવું થાશે કોણ જાણી શકે કાળ ને રે સવારે કાલ કેવું થાશે કોણ જાણી શકે કાળ ને રે સવારે કાલ કેવું થાશે
≈≈≈≈≈≈≈≈≈≈≈≈∞∞∞∞∞∞∞≈≈≈≈≈≈≈≈≈≈≈≈
🌲માણસ જીવનમાં ગમે તેટલો સફળ વેપારી બની જાય પરંતુ પોતાની તકલીફ વેચી શકતો નથી અને શાંતિ ખરીદી નથી શકતો.
🌲સપના સાચા કરવા માટે ખરા સમયે જાગી જવું જરૂરી છે.
🌲ઈશ્વરની ઈચ્છા વિના પાંદડું પણ હલતું નથી, અને આપણે આખા ઝાડ હલાવાના પ્રયત્નો છોડતા નથી.
🌲દરેક સંબંધ કોઈ ને કોઈ દરવાજા ખોલી જાય છે,
કાં તો હૃદય ના, કાં તો આંખો ના.
################################