હનુમાન પાસે થી શીખવા જેવું

હનુમાન પાસે થી શીખવા જેવું

Gujrat
0


 અશોક વાટિકામાં જ્યારે રાવણ ક્રોધાવેશમાં આવીને સીતા માતાને તલવાર લઈ મારવા દોડ્યો, ત્યારે હનુમાનજીને લાગ્યું કે રાવણ પાસેથી તલવાર છીનવી લઈ ને તેનું ગળું કાપી નાખવું જોઈએ. પરંતુ એ જ સમયે મંદોદરી એ રાવણનો હાથ પકડી લીધો. આ દ્રશ્ય જોઈને હનુમાનજી ગદગદિત થઈ ગયાં. પરંતુ હનુમાનજી વિચારવા લાગ્યા કે, જો હું સીતાજીને બચાવવા આગળ ગયો હોત, તો મને એ વાતનો ભ્રમ થઈ જાત કે, હું ન હોત તો આજે સીતા માતાનું શું થાત ? તેમને બચાવવા માટે કોણ આગળ આવત ? તો આવી જ રીતે ઘણીવાર આપણને પણ એવો ભ્રમ થતો હોય છે કે હું ના હોત તો શું થાત ?

પરંતુ ત્યારે બન્યું એવું કે સીતાજીને બચાવવાનું કામ પ્રભુએ રાવણની પત્ની મંદોદરીને સોપ્યું. હનુમાનજી સમજી ગયાં કે, પ્રભુ જે કાર્ય જેમની પાસે કરવાવવા માંગે છે, તે તેમની પાસે જ કરાવે છે. ઈશ્વરની ઈચ્છા વગર કોઈ પણ કાર્ય થતું નથી.

આગળ જતાં જ્યારે ત્રિજટાએ રાવણને કહ્યું કે, લંકામાં કોઈ વાનર ઘુસી આવ્યો છે અને તે લંકાને સળગાવવાનો છે. ત્યારે હનુમાનજી ચિંતામાં પડી ગયાં અને વિચારવા લાગ્યા કે, પ્રભુ એ મને લંકા સળગાવવાનું તો કીધું નથી. તો પછી આ ત્રિજટા કેમ આવું કહે છે કે, મેં સપનું જોયું છે અને તેમાં એક વાનર લંકાને સળગાવી રહ્યો છે. તો હવે મારે શું કરવું ? હનુમાનજી એ ત્યારે કહે છે જેવી પ્રભુની ઈચ્છા.

જ્યારે રાવણનાં સૈનિકો હથિયાર લઈ હનુમાનજીને મારવાં દોડ્યાં ત્યારે હનુમાનજી એ પોતાનાં બચાવમાં થોડો પણ પ્રયત્ન ના કર્યો. પરંતુ એ સમય જ ત્યાં વિભીષણ આવ્યાં અને કહ્યું કે, કોઈ દૂતને મારવાં એ અનીતિ છે. ત્યારે પણ હનુમાનજી સમજી ગયાં કે પ્રભુએ મને બચાવવા માટે આ ઉપાય કર્યો છે.

હનુમાનજીને ખુબ જ આશ્ચર્ય થયું કે જ્યારે રાવણે કીધું કે, આ વાનરને મારવો નથી. પરંતુ તેની પૂંછડી પર કપડું બાંધી, ઘી નાખી અને આગ લગાવી દો. ત્યારે હનુમાનજી વિચારવા લાગ્યાં કે ત્રિજટા નાં સપનાની વાત સાચી હતી. કેમ કે લંકા સળગાવવા હું કપડું અને ઘી ક્યાંથી લાવું ? અને આગ પણ કંઈ રીતે પ્રગટાવત ? પણ આ બધી તૈયારીઓ પ્રભુએ

રાવણ પાસે જ કરાવી લીધી. ત્યારે હનુમાનજી કહે છે, જ્યારે તમે રાવણ પાસે પણ આવું કામ કરાવી લ્યો છો, તો મારે આમાં આશ્ચર્ય કર્યાં જેવું કંઈ નથી. ત્યારે હનુમાનજીને પણ સમજાય જાય છે કે આપણાં વગર પણ બધું શક્ય હોય છે. આપણે બસ નિમિત્ત હોઈએ છીએ.

એટલાં માટે હંમેશાં યાદ રાખો કે આ સંસારમાં જે કંઈ પણ થાય છે તે ક્રમબદ્ધ થાય છે. હું અને તમે, તેનાં માત્રને માત્ર નૈમિત્તિક પાત્રો છીએ. એટલાં માટે ક્યારે પણ મનુષ્ય જીવે એ ભ્રમમાં ના રહેવું જોઈએ કે, હું ના હોત તો શું થાત ? અથવા હું નહીં હોઉં તો શું થશે ? જો આપણે એ સ્થાન પર ન હોઈએ તો તેની જગ્યાએ ભગવાન કોઈ બીજાં પાત્રને નિમિત્ત બનાવે છે.

👉ગુજરાત ધાર્મિક ગ્રુપમાં જોડાઓ 



Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !