રામનાં નાનપણ ની અનેક લીલાઓ રામાયણમાં વર્ણવાઇ છે. સાવકી માતા કૈકેયી એ દાસી મંથરાની કાન ભંભેરણીથી ઉશ્કેરાઇને રાજા દશરથ પાસેથી રામનો વનવાસ અને પોતાનાં પુત્ર ભરતનો રાજ્યાભિષેક માંગ્યો હતો, જેનો આઘાત સહન ન થવાથી રાજા દશરથ મૃત્યુ પામ્યા, રામ ૧૪ વર્ષનાં વનવાસે ગયા, જ્યાં માતા સીતા એક આદર્શ પત્ની તરીકે તેમની સાથે ગયા તથા રામના ભાઈ લક્ષ્મણ પણ તેમની અને પોતાની માતા સમાન ભાભી સીતાની સેવા અર્થે વનમાં તેમની સાથે ગયા.
વનવાસ દરમ્યાન, લંકા પતિ રાવણ સીતાનું અપહરણ કરી ગયો અને તેમને અશોક વાટિકામાં રાખ્યા. રામ સીતાને શોધવા નિકળ્યા, જ્યાં રસ્તામાં તેમને જટાયુ, હનુમાન, સુગ્રીવ વગેરે એ મદદ કરી, અંતે રામે રાવણનો વધ કરીને, સીતાને પાછા મેળવ્યાં. આ બધી કથા વિસ્તૃત રૂપે વાલ્મિકી મુનિએ રામાયણમાં વર્ણવી છે. આશરે ૫૦૦ વર્ષ પૂર્વે, ગોસ્વામી તુલસીદાસે હિંદીની એક બોલી ખડી હિંદીમાં રામાયણ લોકો સમજી શકે તેવા સરળ શબ્દોમાં લખ્યું જેને તેમણે રામચરિત માનસ નામ આપ્યું. આ રામચરિત માનસ ઉત્તર ભારતમાં ખૂબ પ્રચલિત છે.
અયોધ્યા સરયૂ નદીના કાંઠે આવેલ છે.
લક્ષ્મણ અને શત્રુઘ્નના માતાનું નામ સુમિત્રા હતું.
ભરતની માતાનું નામ કૈકયી હતું.
વાલ્મિકી દ્વારા રચિત રામાયણમાં 24000 શ્લોકો અને 6 કાંડ આવેલ છે.
👫ધાર્મિક ગ્રુપમાં જોડાઓ