ગુડી પડવો gudi padvo in gujrati

ગુડી પડવો gudi padvo in gujrati

Gujrat
0

ગુડી પડવો  gudi padvo in gujrati

ગુડી પડવો એ શ્રી રામ ના સ્વાગત નું પર્વ છેઃ


ચેત્ર સુદ એકમ એ મરાઠીઓના નવા વર્ષનો પ્રથમ દિવસ છે, જેને ગુડી પડવો તરીકે ઓળખવામાં આવે છે. આ તહેવાર કે ઉત્સવની ઉજવણી પાછળ પ્રચલિત કથા અનુસાર ભગવાન શ્રીરામ ચૌદ વર્ષનો વનવાસ પૂર્ણ કરી, લંકાપતિ રાવણનો વધ કરી વિજયી થઈ જે દિવસે અયોધ્યા  પાછા ફર્યા હતા તે દિવસ ચૈત્ર સુદ એકમ હતો એટલે કે ગુડી પડવો હતો.

ભગવાન શ્રી રામના પરત ફરવાનો આનંદ વ્યક્ત કરવા માટે અયોધ્યાના નગરજનોએ ઘેર ઘેર ગુડી અને તોરણો ઊભાં કર્યાં. તે સમયથી આ તહેવાર દર વર્ષે ઊજવવામાં આવે છે.



👉. ગુડી કેવી રીતે બનાવાય છે?

ગુડી બનાવવા માટે એક લાકડીને તેલ લગાવી તેને ચોખ્ખા પાણીથી ધોઈ લેવામાં આવે છે. તેને હળદર-કંકુ ચડાવવામાં આવે છે ગુડી માટે પિત્તળનો કે ચાંદીનો લોટો,  કડવા લીમડાની ડાળી   હારડા, નાનું કાપડ.(મોટેભાગે લીલા રંગનું), ફૂલનો હાર વગેરે સામગ્રી લેવામાં આવે છે  લાકડી ના  એક છેડે નાના રંગીન કપડાં ને ફિટ બાંધી દેવા માં આવે છેઃ અને ત્યારબાદ તેના પર  આ ઊંધા મૂકેલા લોટા માં કડવા લીમડા ની ડાળી લગાવીને હારડા નો હાર પહેરાવવા માં આવે છેઃ  જે રીતે સાડી પહેરાય છે તે જ રીતે લાકડીને સાડી પહેરાવવામાં આવે છે.

ગુડી પડવોને ‘વર્ષ પ્રતિપદા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે નવા સંવતનો પ્રારંભ થાય છે અને નવું પંચાંગ પણ શરૂ થાય છે. શાલિવાહન (શક) સંવતની શરૂઆત જ આ દિવસે થઈ હતી.

👉 એક પરંપરા અનુસાર મહારાષ્ટ્રમાં આ દિવસે ઘરના આંગણામાં પાંચ પાંડવોની પ્રતિકૃતિ તૈયાર કરી તેની આસપાસ સુંદર રંગોળી કરવામાં આવે છે. ગામડાંઓમાં ઘરનાં આંગણાં ગાયના છાણથી લીંપીને તેના પર રંગોળી તૈયાર કરાય છે. આ જગ્યાએ ગુડી (લાકડી) ઊભી કરવામાં આવે છે. ગુડીની ષોડ્ગોપચારે પૂજા કરવામાં આવે છે. ગુડીને ઘરના આંગણામાં એવી રીતે મૂકવામાં આવે છે કે તેને સરળતાથી જોઈ શકાય. આ ગુડીને રામના સ્વાગત માટે શુભ ધ્વજના પ્રતીક રૂપ ગણવામાં આવે છે. ગુડી ઊભી કર્યા પછી તેના પર હળદર-કંકુ ચડાવવામાં આવે છે.

👉નવા વર્ષના આ દિવસની શરૂઆત લીમડાનાં કડવાં પાન ખાઈને કરવાની પ્રથા છે. કડવા લીમડાને આ અરસામાં નવાં પાન ફૂટેલાં હોય છે. તેનાં કુમળાં પાન લઈ તેમાં ગોળ, જીરું, સ્વાદ પૂરતું મીઠું અને લીંબુ નાંખી તેને વાટીને ગોળી બનાવવામાં આવે છે. આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે કડવો લીમડો અત્યંત આરોગ્યપ્રદ અને રોગપ્રતિકારક શક્તિ વધારનાર છે. આ ઊભી કરેલી ગુડીને સંધ્યા સમયે હળદરકંકુ તથા ચોખા ચડાવીને પછી જ ઉતારવામાં આવે છે. ત્યારબાદ જ્યાં ભગવાન શ્રીરામનું મંદિર હોય ત્યાં હારડાની માળા અર્પણ. કરવામાં આવે છે.


Also read






👉ધાર્મિક કથા અને તહેવાર ની તમામ જાણકારી મેળવવા અમારા ધાર્મિક ગ્રુપમાં જોડાઓ


👫ગુડી પડવા ની શુભેચ્છાઓ 







Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !