Ego ગર્વ કિયો વો નર હાર ગયો

Ego ગર્વ કિયો વો નર હાર ગયો

Gujrat
0

 

अहङ्कारं बलं दर्पं कामं क्रोधं च संश्रिताः।

मामात्मपरदेहेषु प्रद्विषन्तोऽभ्यसूयकाः।।16.18।।

       અહંકાર, બળ, ઘમંડ, કામના અને ક્રોધ આદીને  પરાયણ રહેનાર,  એ સિવાય બીજા અનાચારોમાં રચ્યાપચ્યા તથા બીજા ની નિંદા કરનારા એ માણસો પોતાના તેમજ બીજાના શરીરમાં રહેલા મુજ અંતર્યામી નો દ્વેષ કરે છે. 

હે પાર્થ, દંભ, દર્પ, અભિમાન, ક્રોધ, કઠોરતા તથા અજ્ઞાન-આ આસુરી પ્રકૃતિવાળા માણસોના ગુણો છે. 

   સંતો પોતે દૈવી સંપદા યુક્ત હોય છે અને બીજાને તે રાહ પર લઇ જાય છે. તેવો સુંદર પ્રસંગ વાંચીએ. 

    કબીરદાસજીના પુત્રને થયો પોતાની યોગ્યતા પર અહંકાર, પછી કબીરદાસજીએ જે કર્યું તે સમજવા જેવું છે.

    કબીરદાસજીના પુત્રનું નામ કમાલ હતું. એક દિવસ કમાલે કબીરદાસજીને કહ્યું, ‘તમે અહીં ઝૂંપડીમાં ન હતા તે સમયે કેટલાક લોકો આવ્યા હતા અને તમારા વિશે પૂછતા હતા. તેઓ એક યુવકને લઈને આવ્યા હતા જેનો જીવ જતો રહ્યો હતો. મેં તેના દેહની સામે બે-ત્રણ વાર રામનું નામ લીધું અને ગંગાજળ રેડ્યું તો તે યુવક જીવતો થયો. પછી તેઓ જય જયકાર કરતા પાછા ફર્યા.’

 કબીરદાસજી કમાલની વાતો સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા. તેમનું આશ્ચર્ય ત્યારે વધી ગયું જ્યારે કમાલે આગળ કહ્યું, ‘તમે ઘણા સમયથી કહી રહ્યા છો ને કે તમારે તીર્થયાત્રાએ જવું છે, તો તમે જાઓ, અહીં હું બધું જ સંભાળી લઈશ.’

 કબીરદાસજી સમજી ગયા કે મારો દીકરો અહંકારી થઈ ગયો છે. તેમણે જેટલી પણ સાધના કરી છે તેનું પરિણામ જોઈને તેનો અહંકાર જાગી ગયો છે. પછી કબીરદાસજીએ એક ચિઠ્ઠી લખીને કમાલને આપી અને કહ્યું ‘આને તારે ખોલવાની નથી.’ તેમણે કમાલને અન્ય એક સંતના આશ્રમનું સરનામું જણાવ્યું અને કહ્યું કે, ‘તારે આ સંત પાસે જવાનું છે અને તેમને આ ચિઠ્ઠી આપવાની છે. ‘

 તેમાં કબીરજીએ લખ્યું હતું – ‘કમાલ ભયો કપૂત, કબીર કો કુલ ગયો ડૂબ.’

: કમાલ તે સંત પાસે પહોંચ્યો. તે સંતના આશ્રમ પર બીમાર લોકોની લાઈન લાગી હતી. તે સંતે એકસાથે ઘણા બીમાર લોકો પર ગંગાજળ રેડ્યું, અને તે બધા સાજા થઈ ગયા. કમાલને લાગ્યું કે, આ તો મારા કરતાં પણ વધુ ચમત્કારિક છે. એ સંત હતા સુરદાસજી.

 સુરદાસજીએ કમાલની વાતો સાંભળી અને કહ્યું, ‘પાછળ જા, ત્યાં એક યુવાન નદીમાં ડૂબી રહ્યો છે, તેને બચાવ.’ કમાલ તરત જ નદી તરફ ગયો અને જોયું કે એક છોકરો ડૂબી રહ્યો હતો, કમાલે તેને બચાવી લીધો. તે છોકરાને બચાવીને કમાલ જ્યારે સુરદાસજી પાસે પાછો આવ્યો, ત્યારે તેને આઘાત લાગ્યો કે સુરદાજીતો જોઈ જ નથી શકતા. મારા પિતાએ લખેલી ચિઠ્ઠી પણ વાંચી શકતા નથી. મેં તેમને જે કહ્યું તેના પરથી તે મારા વિશે બધું જ જાણી ગયા. જ્યારે કમાલે પોતાના પિતા કબીરદાસે લખેલી ચિઠ્ઠી વાંચી ત્યારે તેને ખબર પડી કે, મારા પિતાએ મારો અહંકાર દૂર કરવા મને અહીં મોકલ્યો છે. ઘણા લોકો પાસે સિદ્ધિ અને સાધનાઓ હોય છે, પરંતુ તેઓ આ સાધનાઓનો દુરુપયોગ કરતા નથી.

      કમાલના માધ્યમથી એ વાત સમજવી જોઈએ કે આપણે આપણી યોગ્યતા પર અહંકાર ન કરવો જોઈએ. દરેક લોકોમાં અલગ અલગ યોગ્યતાઓ હોય છે. જ્યારે આપણે આપણી યોગ્યતાનો દુરુપયોગ કરવા માંડીએ છીએ ત્યારે આપણા અહંકારને કારણે આપણી યોગ્યતા ખતમ થવા લાગે છે. યોગ્યતાનો સાચો ઉપયોગ કરો, અહંકારને કારણે તેનો નાશ ન કરો.


Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !