cow ( गौमातरम्). ગાય નું મહત્વઅને અન્ય દેવી દેવતાઓ સાથે સંબંધ કૃષ્ણ ભગવાન નો ગાય પ્રત્યે નો પ્રેમ

cow ( गौमातरम्). ગાય નું મહત્વઅને અન્ય દેવી દેવતાઓ સાથે સંબંધ કૃષ્ણ ભગવાન નો ગાય પ્રત્યે નો પ્રેમ

Gujrat
0

👉ગાયનો અન્ય દેવોની સાથે સંબંધ 👉ગાયની ઉત્પત્તિ 👉ગાય દેવતાઓનું નિવાસ સ્થાન :👉ગાયને ઘાસ ખવડાવવાનું મહત્વનું👉આ સાત લોકોને આધારે પૃથ્વી ટકી છે. 👉શ્રી કૃષ્ણ નો ગૌ પ્રેમ :


ગ્રુપમાં જોડાશો આપને ધાર્મિક માહિતી મળતી રહેશે અવનવા ધાર્મિક વિષયો અહીંયા મુકવામાં આવશે 

 ગાયના અપાર મહિમા અને દૈવી ગુણોથી હિન્દુ ધર્મગ્રંથોના પાના ભરેલા છે.  પુરાણોમાં ગાયના પ્રભાવ અને તેની શ્રેષ્ઠતાની અસંખ્ય કથાઓ છે, જેના પરથી જાણવા મળે છે કે આપણા પૂર્વજો ગાયના પરમ ભક્ત હતા અને તેની રક્ષાને પોતાનો મહાન ધર્મ માનતા હતા.  હિંદુઓ ગાયોની રક્ષામાં પ્રાણ બલિદાન આપવાને એક મહાન પુણ્ય માનતા હતા અને તેનું પાલન કરવું ખૂબ જ સૌભાગ્યની વાત માનવામાં આવે છે.

    👉ગાયનો અન્ય દેવોની સાથે સંબંધ


    माता रुद्राणां दुहिता वसूनां स्वसादित्यानाममृतस्य नाभिः।

    प्रनु वोचं चिकितुषे जनाय मा गामनागामादितिं  विधिष्ट ।।(ऋग्वेद ८/१०१/१५) 

    વેદોમાં, ગાય રુદ્રોની માતા, વસુની પુત્રી, અદિતિના પુત્રોની બહેન અને ધૃતના રૂપમાં અમૃતનો ભંડાર છે.  તેથી જ મેં દરેક વિચારશીલ માણસને સમજાવીને કહ્યું છે કે તે નિર્દોષ ગાયની હત્યા ન કરો અર્થાત્ સેવા કરશો. પરોકારી  ગાય, બળદ અને વૃદ્ધ ગાયોની હત્યા ન કરવી જોઈએ.ઉપયોગી ન હોય તો પણ હત્યા ન કરવી; કેમકે આખું જીવન બીજા માટે અર્પણ કરનારની હત્યા કરવી એ શિષ્ટાચાર નથી. 

    मातर: सर्वभूतानां गाव: सर्वसुखप्रदा:। (महाभारत/ आदिपर्व ६९/७)  ગાય સમસ્ત પ્રાણીઓની માતા કહેવાય છે; તે બધા જીવો ને સુખી કરે છે. 

    👉ગાયની ઉત્પત્તિ 

    1.જયારે બ્રહ્માજી એકમુખથી અમૃતપાન કરતા હતાં ત્યારે બીજા મુખમાંથી કેટલાંક અમૃતના ટીપા બહાર આવ્યા હતાં. આ ટીપા વડે સુરભી ગાયની ઉત્પત્તિ થઈ હોવાનું મનાય છે, 

    2.સમુદ્રમંથન વખતે ચૌદ રત્નોની સાથે ગાયની ઉત્પત્તિ થઈ હોવાનું મનાય છે. અર્થાત દેવોના દુર્લભ ચૌદ રત્નોની ગણના માં ગાય છે. 

    3.ગાય માતા સુરભીને ભગવાન કૃષ્ણએ  ગોલોકમાં તેમના શરીરના ડાબા ભાગમાંથી બનાવ્યા હતા.  સુરભીના દરેક છિદ્રમાંથી કરોડો ગાયો સાથે વાછરડાનો જન્મ થયો.

    4. સુરભી ગાય વડે કપિલા ગાય ઉત્પન્ન થઇ અને તેના દૂધથી ક્ષીર સાગરનો પ્રાદુર્ભાવ થયો . 

    5.એવું માનવામાં આવે છે કે ગાયનો અવતાર કારતક શુક્લ પક્ષ અષ્ટમી પર થયો હતો, તેથી આ તિથિને ગોપાષ્ટમી તરીકે પણ ઓળખવામાં આવે છે.

    આ તિથિની સાથે એવી પણ માન્યતા છે કે ભગવાન કૃષ્ણએ ગાયો, ગોપ અને ગોપીઓની રક્ષા માટે ગોવર્ધન પર્વત ધારણ કર્યો હતો.

    👉ગાય દેવતાઓનું નિવાસ સ્થાન :

    પદ્મ પુરાણ અનુસાર ગાયના મુખમાં ચાર વેદનો વાસ છે.  ભગવાન શંકર અને વિષ્ણુ હંમેશા તેના શિંગડામાં રહે છે.  ગાયના પેટમાં કાર્તિકેય, માથામાં બ્રહ્મા, કપાળમાં રુદ્ર, શિંગડાના છેડામાં ઈન્દ્ર, બંને કાનમાં અશ્વિનીકુમાર, આંખોમાં સૂર્ય અને ચંદ્ર, દાંતમાં ગરુડ, જીભમાં સરસ્વતી, તમામ તીર્થસ્થાનોમાં અપાન (ગુદા), મૂત્ર- સ્થાનમાં ગંગાજી, છિદ્રોમાં ઋષિ ગણ, પીઠમાં યમરાજ, દક્ષિણમાં વરુણ અને કુબેર, ડાબી બાજુ મહાબલી યક્ષ, મુખની અંદર ગંધર્વ, સાપ. નાસિકાની સામે, અપ્સરાઓ પાછળની બાજુએ.  ભવિષ્ય પુરાણ, સ્કંદ પુરાણ, બ્રહ્માંડ પુરાણ, મહાભારતમાં પણ ગાયના અંગોમાં દેવી-દેવતાઓની સ્થિતિનું વિગતવાર વર્ણન જોવા મળે છે.

     👉ગાયને ઘાસ ખવડાવવાનું મહત્વનું

    तीर्थस्थानेषु  यत्पुण्यं  यत्पुण्यं  विप्रभोजने |

    सर्वव्रतोपवासेषु           सर्वेष्वेव      तप:सु  च ||

    यत्पुण्यं   च  महादाने      यत्पुण्यं   हरिसेवने |

    यत्पुण्यं      सर्वयज्ञेषु   दीक्षायां  च    लभेन्नर: |

    तत्पुण्यं लभते प्राज्ञो गोभ्यो दत्वा तृणानि च || 

    (ब्रह्म वैवर्तपुराण /कृष्ण जन्म -21/87, 89) 

    તીર્થસ્થાનોમાં જઈને સ્નાન-દાન કરવાથી, બ્રાહ્મણોને ભોજન કરવાથી જે પુણ્ય ઉપવાસ, તપ, દાન, પૂજા કરવાથી પ્રાપ્ત થાય છે, તે જ પુણ્ય ગાયને લીલું ઘાસ ખવડાવવાથી પ્રાપ્ત થાય છે.

    घासमुष्टिं परगवे दद्यात् संवत्सरं तु यः!

    अकृत्वा स्वयमाहारं व्रतं तत् सार्वकामिकम् !! (महाभारत अनु.69/12)

    જે વ્યક્તિ પોતે ભોજન કરતા પહેલા એક વર્ષ સુધી દરરોજ બીજાની ગાયને મુઠ્ઠીભર ઘાસ ખવડાવે છે, તે વ્રત તેની બધી મનોકામના પૂર્ણ કરે છે.

    तृणोदकादिसंयुक्तं यः प्रदद्यात् गवाह्निकम् !!

    सोऽश्मेधसमं पुण्यं लभते नात्र संशयः ! (बृहत्पाराशरस्मृति 5/26-27)

    જે  લોકો ગાયોને રોજ પાણી અને ઘાસ આપીને ભોજન કરાવે છે, તેને અશ્વમેઘ યજ્ઞ જેવું જ પુણ્ય મળે છે તેમાં કોઈ શંકા નથી.

    👉આ સાત લોકોને આધારે પૃથ્વી ટકી છે. 

    गोभिर्विप्रैश्च वेदैश्च सतीभि: सत्यवादिभिः । 

    अलुब्धैर्दानशीलैश्च सप्तभिर्धायते मही ।।(स्कन्द पु० काशी खण्ड !!२/९०)

    ગાય, બ્રાહ્મણ, વેદ, સત્યવાદી, નીર્લોભી અને દાનવીર - આ સાતે પૃથ્વીને ધારણ કરી છે.



    👉શ્રી કૃષ્ણ નો ગૌ પ્રેમ :

         શ્રીકૃષ્ણને ગાયો અત્યંત વહાલી હતી. તેમણે ગાયોની અદ્ભૂત સેવા કરી છે. ગાયોને ખવડાવ્યા વિના કનૈયાએ ખાધું નથી. પાણી પાયા વિના પોતે પીધું નથી. પોતાના મોંઘા મખમલી પીતાંબરથી શ્રીકૃષ્ણ ગાયોને સાફ કરતા. ગાયો ચરાવવા જતા કૃષ્ણને યશોદામાએ પગરખાં આપ્યાં ત્યારે શ્રીકૃષ્ણે કહેલું,'મા ! હવે હું ગોપાળ (ગોવાળ) છું, ગાયોનો સેવક છું.જોે ગાય પગરખાં ન પહેરે તો તેમનો સેવક શી રીતે પહેરે ?' ગાયો શ્રી કૃષ્ણને મળવા દોટ મૂકતી. કૃષ્ણને જોઇને ગાયને આપોઆપ દૂધ ફૂટતું જે કૃષ્ણ પીતા અને ગાયો ધન્ય થતી. કાન્હાની વાંસળી સાંભળી ગાયો ઘાસ ખાવાનું છોડી દેતી. મથુરા જવા શ્રીકૃષ્ણ નીકળ્યા ત્યારે ગાયો રડેલી. જેનામાં કલ્પવૃક્ષની જેમ સર્વ ઇચ્છા પૂરી કરવાની શક્તિ છે 

    20 ગાય ના  નામ 






















































    Post a Comment

    0Comments

    Post a Comment (0)

    #buttons=(Accept !) #days=(20)

    Our website uses cookies to enhance your experience. Check Now
    Accept !