ઝવેરચંદ મેઘાણી અને એક માજી અદ્ભૂત કિસ્સો. વાર્તા

ઝવેરચંદ મેઘાણી અને એક માજી અદ્ભૂત કિસ્સો. વાર્તા

Gujrat
0

 ઝવેરચંદ મેઘાણી અને એક માજી અદ્ભૂત કિસ્સો.



ઝવેરચંદ મેઘાણી એક વાર મહુવા, ભાવનગરના બજાર માંથી નિકળતા હતા અને એક ૮૦ વર્ષના માજીને મજુરી કરતા જોયા એટલે મેઘાણી એ પુછ્યું કે," મા, તારે કોઇ દિકરો નથી.. ?

મા ની આંખમાં ઝળઝળીયાં આવી ગયાં.. એણે કહ્યું કે," દિકરો તો હતો ભાઇ,, અમે ખારવા(માછીમાર) છીએ.. મારો દિકરો ભાવનગર ના એક શેઠનું વહાણ ચલાવતો હતો. આજથી પંદર વર્ષ પહેલા મધદરીયે વહાણ તુટી ગયું અને મારો દિકરો દરિયા માં ક્યાંક ખોવાઈ ગયો. એનો બાપ તો નાનપણમાં જ પરલોક ચાલ્યો ગયો હતો.. એટલે મારું મોત આવે ત્યાં સુધી મજુરી કરું છું.... '

મેઘાણી એ કીધું કે, "તો પછી તમે શેઠ પાસે થી વળતર ન માગ્યું.. ??"

"અરે ભાઇ, કેવી રીતે માગું..? એ શેઠે એનું લાખો રૂપિયાનું વહાણ મારા દિકરાને ભરોસે મુક્યું હતું અને મારો દિકરો એને કાંઠે ન લાવી શક્યો.. ક્યાં મોઢે હું વળતર લેવા જાઉં..??"

સમજદારીનું આના કરતાં ઉંચું આસન ના હોય શકે. પૃથ્વી ગોળ છે, તમે જ્યાં ઉભા છો ત્યાં જ કેન્દ્ર છે..! જ્યાં છીએ ત્યાં અને તેજ ઊંચું સ્થાન છે. આપણા માં કેટલું ઉંડાણ છે એ મહત્વનું છે.






રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે,
કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે;
ઘાયલ મરતાં મરતાં રે! માતની આઝાદી ગાવે.

કોની વનિતા, કોની માતા, ભગિનીઓ ટોળે વળતી,
શોણિતભીના પતિ-સુત-વીરની રણશૈયા પર લળતી;
મુખથી ખમ્મા ખમ્મા કરતી માથે કર મીઠો ધરતી.

થોકે થોકે લોક ઊમટતા રણજોધ્ધા જોવાને,
શાબાશીના શબ્દ બોલતા પ્રત્યેકની પિછાને;
નિજ ગૌરવ કેરે ગાને જખમી જન જાગે અભિમાને.

સહુ સૈનિકનાં વહાલાં જનનો મળિયો જ્યાં સુખમેળો,
છેવાડો ને એક્લવાયો અબોલ એક સૂતેલો;
અણપૂછયો અણપ્રીછેલો કોઇનો અજાણ લાડીલો.

એનું શિર ખોળામાં લેવા કોઇ જનેતા ના’વી;
એને સીંચણ તેલ-કચોળા નવ કોઇ બહેની લાવી;
કોઇના લાડકવાયાની ન કોઇએ ખબર પૂછાવી.

ભાલે એને બચીઓ ભરતી લટો સુંવાળી સૂતી,
સન્મુખ ઝીલ્યાં ઘાવો મહીંથી ટપટપ છાતી ચૂતી;
કોઇનો લાડકવાયાની આંખડી અમૃત નીતરતી.

કોઇના એ લાડકવાયાનાં લોચન લોલ બિડાયાં,
આખરની સ્મ્રતિનાં બે આંસુ કપોલ પર ઠેરાયાં;
આતમ-દીપક ઓલાયો, ઓષ્ટનાં ગુલાબ કરમાયાં.

કોઇનાં એ લાડકડા પાસે હળવે પગ સંચરજો,
હળવે એનાં હૈયા ઊપર કર-જોડામણ કરજો;
પાસે ધૂપસળી ધરજો, કાનમાં પ્રભુપદ ઉચરજો!

વિખરેલી એ લાડકડાની સમારજો લટ ધીરે,
એને ઓષ્ટ-કપોલે-ભાલે ધરજો ચુંબન ધીરે;
સહુ માતા ને ભગિની રે! ગોદ લેજો ધીરે ધીરે.

વાંકડિયા એ ઝુલ્ફાંની મગરૂબ હશે કો માતા,
એ ગાલોની સુધા પીનારા હોઠ હશે બે રાતા;
રે! તમ ચુંબન ચોડાતાં પામશે લાડકડો શાતા.

એ લાડકડાની પ્રતિમાનાં છાનાં પૂજન કરતી,
એની રક્ષા કાજે અહર્નિશ પ્રભુને પાયે પડતી;
ઉરની એકાંતે રડતી વિજોગણ હશે દિનો ગણતી.

કંકાવટીએ આંસુ ધોળી છેલ્લું તિલક કરતાં,
એને કંઠ વીંટાયાં હોશે કર બે કંકણવંતા;
વસમાં વળામણાં દેતાં બાથ ભીડી બે પળ લેતાં.

એની કૂચકદમ જોતી અભિમાન ભરી મલકાતી,
જોતી એની રૂધિર – છલક્તી ગજગજ પ્હોળી છાતી;
અધબીડ્યાં બારણિયાંથી રડી કો હશે આંખ રાતી.

એવી કોઇ પ્રિયાનો પ્રીતમ આજ ચિતા પર પોઢે,
એકલડો ને અણબૂઝેલો અગન-પિછોડી ઓઢે;
કોઇના લાડકવાયાને ચૂમે પાવકજ્વાલા મોઢે.

એની ભસ્માંકિત ભૂમિ પર ચણજો આરસ-ખાંભી,
એ પથ્થર પર કોતરશો નવ કોઇ કવિતા લાંબી;
લખજો: ‘
ખાક પડી આંહી કોઇના લાડકવાયાની’.

ઝવેરચંદ મેઘાણી





શ્રી ઝવેરચંદ મેઘાણીની 45 બુક અહી થી ફ્રી ડાઉનલોડ કરો.


1. સૌરાષ્ટ્રની રસધાર ભાગ_૧
2. સૌરાષ્ટ્રની રસધાર ભાગ_૨
3. સૌરાષ્ટ્રની રસધાર ભાગ_૩
4. સૌરાષ્ટ્રની રસધાર ભાગ_૪
5. સૌરાષ્ટ્રની રસધાર ભાગ_૫
6. સોરઠી બહારવટિયા ભાગ_૧
7. સોરઠી બહારવટિયા ભાગ_૨
8. સોરઠી બહારવટિયા ભાગ_૩
9. સોરઠ તારાં વહેતાં પાણી
10. સૌરાષ્ટ્રના ખંડેરોમાં
11. સોરઠી દુહા
12. સોરઠી સંતો
13. સત્યવીર શ્રદ્ધાનંદ
14.વેવિશાળ
15. શાજહાં
16. વેણીના ફૂલ
17. લાલકિલ્લા નો મુકદમો
18. રાં ગંગાજળિયો
19. રસધારની વાર્તાઓ ભાગ_૧
20. રસધારની વાર્તાઓ ભાગ_૨
21. રઢિયાળી રાત ભાગ_૧
22. રઢિયાળી રાત ભાગ_૨
23. રઢિયાળી રાત ભાગ_૩
24. રઢિયાળી રાત ભાગ_૪
25. રંગ છે બારોટ
26. મિસરનો મુક્તિસંગ્રામ
27. માણસાઈના દીવા
28. બોળો
29. બે દેશ દીપક
30. પરકમ્મા
31. નરવીર લાલાજી
32. તુલસી ક્યારો
33. ઠક્કર બાપા
34. ઝંડાધારી મહર્ષિ દયાનંદ
35. જેલ ઓફિસની બારી
36. છેલ્લું પ્રયાણ
37. ચૂંદડી લગ્નગીતો
38. ચારણો અને ચારણી સાહિત્ય
39. ખાંભીઓ જુહારું છું
40. કુરબાનીની કથાઓ
41. કિલ્લોલ
42. કાળચક્ર અંતિમ
43. કંકાવટી
44. એશિયાનું કલંક
45. એકતારો


Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !