Bhagvan shree ram ke anany bhakto in gujrati. ભગવાન શ્રી રામ ના અનન્ય ભક્તો

Bhagvan shree ram ke anany bhakto in gujrati. ભગવાન શ્રી રામ ના અનન્ય ભક્તો

Gujrat
0

 Bhagvan shree ram ke anany bhakto in gujrati. ભગવાન શ્રી રામ ના અનન્ય ભક્તો

👉जब जब होती धर्म को ...

सत्य शांति की चाह...

तब तब शीश अधर्म का 

उठे रोकने ने राम...... उठे रोकने राम 

सटीक:

जब जब धर्म को हानि होती है 

तब तब विष्णु इस पृथ्वी पर आते है 

और अधर्म का नाश करने के लिए

 उसे एक राम का रूप धारण करके  रोकने के लिए आ जाते है

👫લક્ષ્મણ : 

લક્ષ્મણજી ભક્ત હતા. પિતાની આજ્ઞાથી શ્રીરામે જ્યારે વનવાસ માટે પ્રયાણ કર્યું ત્યારે મોટા ભાઈ અને ભાભીની સેવાર્થે લક્ષ્મણજીએ પોતાની નવપરિણીત પત્નીને છોડીને તેમની સાથે વનવાસ જવાનું નક્કી કર્યું. લક્ષ્મણે ડગલે ને પગલે શ્રીરામ સામે આવેલી સમસ્યામાં સાથે ઊભા રહીને સાથ આપ્યો હતો. તેઓ પણ રામની માફક શ્રેષ્ઠ ધનુર્ધર હતા.

    👫કાકભુશુંડી ઃ



    લોમેશ ઋષિના શાપના કારણે કાકભુશુંડી કાગડો બની ગયા હતા. જોકે પાછળથી પોતાની ભૂલનો પશ્ચાતાપ કર્યાં બાદ તેમને લોમેશ ઋષિએ ઇચ્છામૃત્યુ અને રામમંત્રનું વરદાન આપ્યું હતું, ત્યારથી કાકભુશુંડી રામમંત્રનો જાપ કરતાં અને પ્રભુ શ્રી રામના ભક્ત બની ગયા હતા. કાકભુશુંડીએ વાલ્મીકિ પહેલાં જ ગરુડ દેવને   રામચરિત્રની પવિત્ર કથાનું શ્રવણ કરાવ્યું હતું

    👫જટાયુ અને સંપાતી 

    જટાયુ મૂળ રાજા દશરથના મિત્ર હતા. તેમણે જ સૌપ્રથમ સીતાનું હરણ કરીને લઇ જતાં રાવણને રોકવાનો પ્રયત્ન પોતાના જીવની પરવા કર્યાં વગર કર્યો હતો. આ પ્રયત્ન દરમિયાન તેઓ ગંભીર રીતે ઘાયલ થયા તેમ છતાં રામને રાવણ કઈ દિશામાં ગયો છે એ તમામ માહિતી આપીને મૃત્યુ પામ્યા હતા. એ પછી સંપાતીએ સીતાનું હરણ કરીને તેમને અશોકવાટિકામાં રાખ્યાં છે તેની જાણકારી આપી હતી. 

    👫સુગ્રીવ 

    રામે બાલીનો વધ કર્યો એ પછી સુગ્રીવનેકિષ્કિંધાની ગાદી મળી અને સુગ્રીવે રાવણ સામે યુદ્ધ કરવા માટે રામ માટે આખી વાનરસેના તૈયાર કરી હતી.

    👫અંગદ

    અંગદ સુગ્રીવના ભાઈ બાલીનો પુત્ર હતો. તે પિતાની જેમ જ ખૂબ જ તેજસ્વી અને બળવાન હતો. અંગદ. દૂત બનીને ગયો ત્યારે પોતાનો પગ જમીન પરથી ઊંચો કરી બતાવવાનો પડકાર રાવણની સભામાં ફેંક્યો હતો અને કોઈ તેમાં સફળ થયું નહોતું. આ લીલા કરીને તેણે એ બતાવ્યું હતું કે પોતે એક સામાન્ય ભક્ત હોવા છતાં આટલો શક્તિમાન છે તો વિચારો કે તેના સ્વામી કેટલા શક્તિમાન હશે!

     👫નલ અને નીલ : 

    આ બંને ભાઈઓ હતા. જામવંતની માફક નલ પણ ખૂબ બુદ્ધિમાન હતા. તેમણે જ લંકા અનેભારતની વચ્ચે પુલ બનાવવાનું કાર્ય કર્યું હતું. તેમની આગેવાની હેઠળ વાનરસેનાએ માત્ર પાંચ દિવસમાં પુલ બનાવ્યો હતો જેની લંબાઇ સો યોજન અને પહોળાઇ.  દસ યોજન હતી. રામાયણમાં આ પુલને નલ સેતુનું  આપવામાં આવ્યું હતું. જે રામસેતુ તરીકે પણ ઓળખાય છે. દરમિયાન શ્રી

    👫ગરુડ ઃ


    જ્યારે રાવણના પુત્રએ યુદ્ધ રામને નાગપાશમાં બાંધી દીધા હતા ત્યારે નારદ મુનિના ૨ કહેવાથી ગરુડે નાગપાશના બધા જ નાગને દૂર કરીને પ્રભુને આ બંધનમાંથી મુક્ત કર્યાં હતા. પ્રભુ આ રીતે નાગપાશમાં બંધાઇ ગયા એ કારણે ગરુડને તેઓ ભગવાન હોવા ઉપર શંકા થઇ હતી એ સમયે કાકભુશુંડીએ ગરુડને રામના ચરિત્રની પવિત્ર કથા સંભળાવીને તેમની શંકાનું નિવારણ કર્યું હતું.

    👪સુષેણ વૈદ્ય ઃ

     રામ અને રાવણના યુદ્ધ સમયે રાવણપુત્ર મેઘનાદનું તીર વાગવાથી લક્ષ્મણ મૂર્છિત થઇ ગયા હતા. તેમની આવી સ્થિતિ જોઈને રામ વિલાપ કરવા લાગ્યા હતા, એ સમયે લક્ષ્મણના ઉપચાર માટે સુષેણ વૈધને બોલાવવામાં આવ્યા હતા, લક્ષ્મણને જોઈને બધાં ચિંતિત થઇ ગયા હતા, એ સમયે સુષેણ વૈદ્યએ જ શ્રીરામને જણાવ્યું હતું કે લક્ષ્મણજીના મુખ ઉપર હાલ મૃત્યુનું નિશાન નથી, હજી આપણી પાસે સમય છે, જો આ સમયગાળામાં તમે સંજીવની બુટી લઇ આવશો તો આપણે લક્ષ્મણજીને બચાવી શકીશું. તેમણે સંજીવની બુટી વિશે રામને જાણ કરી તો લક્ષ્મણજીનો જીવ બચી ગયો હતો.

    👉Important grup 

    👫ગુજરાત ધાર્મિક ગ્રુપમાં જોડાઓ 




    👫શબરી ઃ 

    રામના ભક્તોમાં શબરીને વિશેષ સ્થાન પ્રાપ્ત થયેલું છે. શબરીએ માતંગ ઋષિના આશ્રમમાં જીવનપર્યંત પ્રભુ રામની ભક્તિ કરી અને તેમની રાહ જોઈ હતી. શબરીને વિશ્વાસ હતો કે એક દિવસ રામ ચોક્કસ તેમને મળવા આવશે. બસ, રામના આગમનની રાહમાં રોજ શબરી પોતાનો આશ્રમ સ્વચ્છ કરતાં અને રામ માટે મીઠાં બોર તોડી લાવતાં હતાં. એક દિવસ શબરીની આતુરતાનો અંત આવ્યો અને રામ તેમના આશ્રમમાં પધાર્યાં. શબરી એ સમયે ઘણાં ઉંમરલાયક થઇ ગયાં હતાં, તેમ છતાં ખૂબ જ પ્રેમથી તેમણે રામ અને લક્ષ્મણના પગ ધોયા અને તેમને પોતે લાવેલાં મીઠાં બોર ચાખીને ખવરાવ્યાં હતાં.



    👫વિભીષણ :

     વિભીષણ આમ તો રાવણના ભાઈ હતા, પણ તેઓ અધર્મ અને કટુતાના વિરોધી હતા, એટલે જ પોતાના ભાઈ વિરુદ્ધ જઇને તેમણે રામને સાથ આપ્યો. રામ જ્યારે રાવણનાં માથાં તીરથી વીંધતાં હતા ત્યારે તે પુનઃપ્રસ્થાપિત થઇ જતાં હતાં. રામના અનેક પ્રયત્ન પછી પણ આમ જ થતું, એ સમયે વિભીષણ રામની વ્હારે આવ્યા અને તેમને જણાવ્યું કે તેની નાભિમાં જ અમૃત છે અર્થાત્રાવણની નાભિમાં તેનો જીવ છે, જો તેને મારવો હોય તો માથે નહીં. પણ નાંભિમાં વાર કરવો પડશે. રામને આ વાત સમજાઈ એટલે તેમણે નાભિમાં તીર માર્યું. આમ રાવણનું મૃત્યુ થયું. જો વિભીષણે આ નજણાવ્યું હોત તો કદાચ રામ રાવણને ન મારી શક્યા હોત.

    Post a Comment

    0Comments

    Post a Comment (0)

    #buttons=(Accept !) #days=(20)

    Our website uses cookies to enhance your experience. Check Now
    Accept !