ધાર્મિક ગ્રુપમાં જોડાવવા માટે
સોમવારે હોળી પ્રાગટય
માટે શાસ્ત્ર સંમત : વસંત ઋતુના પ્રારંભે ફાગણ શુકલ પૂર્ણિમાના દિવસે હોલીકા દહનનો ઉત્સવ ભારતભરમાં ઉજવાય છે. આ વર્ષે અગિયારસ વૃધ્ધિ તીથી છે. તેના કારણે ફાગણ શુદ 13 તા.5-3 રવિવારના | રોજ કમળા હોળી કરવી, ફાગણ શુદ 14 સોમવાર તા.6ના દિવસે હોળાષ્ટક પૂર્ણ થાય છે. ચૌદશ તીથી ફાગણ શુદ 14 તા.6ના સાંજે 4-20 સુધી છે ત્યારબાદ પૂનમ તિથિ શરૂ થાય છે. સાયંકાળે પૂનમ તિથી હોવાથી સોમવારે હોળી પર્વ ઉજવવો તથા હોળી પ્રાગયટ કરવી તેમ શ્રીધર પંચાગવાળા કિશનભાઇ જોશીએ જણાવ્યુ હતુ. હોલીકા દહન સાયંકાળના સમયમાં કરવુ. આ વર્ષે ફાગણ શુદ 14 તા.6 સોમવારે સાંજે 7-15 થી 9ના સમયમાં હોળી પ્રાગટય કરવુ અને જે બહેનોએ પૂર્ણિમાનુ વ્રત કર્યુ હોય (હોળી ભૂખ્યા) હોય તેને હોળીની પ્રસાદી લઇને રાત્રે એકટાણુ કરવુ. | ફાગણ શુદ 15 મંગળવાર તા.7ના ધુળેટી પર્વ ઉજવવો.
👉હોળી ની જ્વાળા ની દિશા પ્રમાણે પણ આગામી વર્ષ
નું અનુમાન કરવા માં આવે છે.
આપણે ત્યા પ્રાચીન એક ભડલી વાક્ય ખૂબ જ પ્રચલિત છે. હોળી દિનનો કરો વિચાર, શુભ અશુભ ફળ સાર, પશ્ચિમનો વાયુ વાય એજ સમય સારો કહેવાય. ગામોગામ હુતાસણી શુભ મુહૂર્તમાં જ્યારે પ્રગટાવવામાં આવે છે, ત્યારે હોળીની ઝાળ કઈ દિશામાં જાય છે ? તેનું ખાસ અવલોકન કરવામા આવે છે.. જો પશ્ચિમનો પવન ફૂંકાતો હોય અને પૂર્વ દિશામાં હોળીની ઝાળ જાય તો ચોમાસે વરસાદ સારો રહે તેવી માન્યતા છે.
હોળીના વરતારાથી આવનારું વર્ષ નક્કી થયા -હોળી વરતારો દેશના દરેક રાજ્યમાં અલગ અલગ હોય છે. હોળીનો વરતારો કઇ દિશામાં જાય છે. તેના ઉપરથી આવનારા વર્ષમાં વરસાદ, કુદરતી આફત, પાક કેવો ઉગશે, રોગચાળો કેવો હશે તે જાણી શકાય છે.
અહીંયા જુદા જુદા ફોટો મુકેલ છે.