ઊંચી મેડી તે મારા સંતની રે… Unchi Medi te mara sant ni re Gujarati Bhajan

ઊંચી મેડી તે મારા સંતની રે… Unchi Medi te mara sant ni re Gujarati Bhajan

Gujrat
0

 બાપા રામ સીતારામ:

ઊંચી મેડી તે મારા સંતની રે ભજન

  


Unchi Medi te mara sant ni re Gujarati Bhajan


ઊંચી મેડી તે મારા સંતની રે, મેં તો મા’લી ન જાણી રામ.. હો રામ..

ઊંચી મેડી તે મારા સંતની રે, મેં તો મા’લી ન જાણી રામ..


અમને તે તેડાં શીદ મોક્લ્યાં, કે મારો પીંડ છે કાચો રામ,

મોંઘા મૂલની મારી ચુંદડી, મેં તો મા’લી ન જાણી રામ.. હો રામ..

ઊંચી મેડી તે મારા સંતની રે….


અડધાં પેહર્યાં અડધાં પાથર્યાં, અડધાં ઉપર ઓઢાડ્યાં રામ

ચારે છેડે ચારે જણાં, તોયે ડગમગ થાયે રામ.. હો રામ..

ઊંચી મેડી તે મારા સંતની રે….


નથી તરાપો, નથી તુંબરા, નથી ઉતર્યાનો આરો રામ

નરસિંહ મહેતાના સ્વામી શામળા, પ્રભુ પાર ઉતારો રામ.. હો રામ..

ઊંચી મેડી તે મારા સંતની રે….


(નરસિંહ મહેતા)

બાપા રામ સીતારામ: 


Tags

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !