ઉત્સવો મનુષ્યોને રોજીંદી જિંદગી માંથી નિવૃત્ત થવા અને નવા ઉત્સાહો ભરપૂર ભરવા આવે છે.उत्सवः प्रिय खलु मानवाः । ખરેખર તો માનવ ઉત્સવ પ્રિય છે. પરંતુ ઉત્સવની સાથે કાન્તાસમ્મિત ઉપદેશ રહેલો છે. જેને આવકારવો જ રહ્યો. પરંતુ દેશ- કાળ અનુસાર અને માનવીય અનુકૂળતા અનુસાર પૌરાણિક તહેવારોને રંગ-રુપ અવનવા અપાય છે.
ભારતમાં મનાવવામાં આવતા સૌથી શાનદાર તહેવારોમાં હોળીનો સમાવશ થાય છે. રંગો અને મસ્તીનો આ તહેવાર આમ તો વિશ્વભરમાં અનેક રૂપરંગમાં મનાવાય છે. પરંતુ હિંદુઓ માટે હોળીનું પૌરાણિક મહત્ત્વ ખૂબ જ છે.
હોળીની માન્યતા પાછળ સૌથી પ્રચલિત કથા છે ,પ્રહલાદ અને હિરણ્યકશિપુની.
કહેવામાં આવે છે કે એક સમયે શક્તિશાળી રાક્ષસ રાજા હિરણ્યકશિપુ હતા કે જેઓ પોતાને ઇશ્વર માનતા હતા અને ઇચ્છતા હતા કે લોકોની તેમની પૂજા કરે.
પરંતુ તેમના જ દીકરા પ્રહલાદે તેમને ભગવાન માનવાની ના પાડી દીધી હતી અને તેઓ ભગવાન વિષ્ણુની પૂજા કરવા લાગ્યા હતા.
ઘણી વખત સમજાવ્યા બાદ પણ જ્યારે પ્રહલાદ ન સમજ્યા તો હિરણ્યકશિપુએ પ્રહલાદને મારી નાખવાની એક યુક્તિ વિચારી.
તેમણે પોતાનાં બહેન હોલિકાને કહ્યું કે તેઓ પ્રહલાદને ખોળામાં બેસાડીને આગમાં પ્રવેશ કરી લે, કેમ કે હોલિકાને વરદાન પ્રાપ્ત હતું કે આગ તેમને સળગાવી શકશે નહીં.
કહેવામાં આવે છે કે પ્રહલાદને તેમની અસીમ ભક્તિનું ફળ મળ્યું અને હોલિકાએ પોતાની કુટિલતાની કિંમત ચૂકવવી પડી.
તેનો મતલબ છે આગમાં હોલિકા સળગી ગયાં, અને પ્રહલાદ બચી ગયા.
👫વધુ એક પૌરાણિક કથાના અનુસાર
જ્યારે કંસને શ્રીકૃષ્ણના ગોકુળમાં હોવાની જાણકારી મળી તો તેમણે પૂતના નામક રાક્ષસીને ગોકુળમાં જન્મ લેનારા દરેક બાળકને મારી નાખવા માટે મોકલ્યાં હતાં.
પૂતના સુંદર રૂપ ધારણ કરી શકતાં હતાં અને મહિલાઓ સાથે સારી રીતે વાતચીત કરી શકતાં હતાં.
ગોકુળનાં ઘણાં બાળકો તેમનો શિકાર બની ગયા હતા પરંતુ કૃષ્ણ તેમની સત્યતા જાણી ગયા હતા. તેમણે દુગ્ધાપન કરતા સમયે જ પૂતનાનો વધ કર્યો હતો.
કહેવામાં આવે છે કે ત્યારથી જ હોળીનું પર્વ મનાવવાની શરૂઆત થઈ છે.
👉 આજથી હોળાષ્ટકનો પ્રારંભ:*8 દિવસ માંગલિક કાર્યો માટે નિષેધ, કરિયર, સંતાનપ્રાપ્તિ, સ્વાસ્થ્ય અને ધનલાભ માટે કરો ઉપાય 👇👇👇👇👇
https://divya-b.in/jxxwB58t0Hb