હોળીને લઈને ભારતમાં અનેક દંતકથાઓ પ્રચલિત છે. પ્રદેશ અને વિવિધ વિસ્તાર મુજબ અલગ- અલગ કથાઓ છે. તેમાંથી ચાર પ્રમુખ કથાઓ અમે તમારી સમક્ષ રજૂ કરી રહ્યા છીએ.
👫 તામિલનાડુ- કામદેવના દહન
તામિલનાડુમાં હોળીને "કામદેવના દહન" તરીકે ઉજવવામાં આવતો હોવાથી તેને "કામોત્સવ "પણ કહે છે. એક કથા શિવ- પાર્વતીની પણ છે. પાર્વતી શિવ સાથે લગ્ન કરવા માગતાં હતાં પરંતુ તપસ્યામાં લીન શિવનું ધ્યાન તેમની તરફ ગયું ન હતું.
તેવામાં પ્રેમના દેવતા કામદેવ આગળ આવ્યા અને તેમણે શિવ પર પુષ્પબાણ ચલાવી દીધું.
પરંતુ તપસ્યા ભંગ થવાથી શિવને એટલો ગુસ્સો આવ્યો કે તેમણે પોતાની ત્રીજી આંખ ખોલી દીધી હતી અને તેમના ક્રોધની અગ્નિમાં કામદેવ ભસ્મ થઈ ગયા હતા.
ત્યારબાદ શિવજીએ પાર્વતીને જોયા. ત્યારબાદ થોડી અસર કામદેવના બાણની થઈ અને થોડી અસર પાર્વતીની આરાધનાની થઈ કે શિવે તેમને પત્ની સ્વરૂપે સ્વીકાર કરી લીધાં હતાં.
કેટલાક લોકો કહે છે કે હોળીની આગમાં વાસનાત્મક આકર્ષણને પ્રતીકાત્મક રૂપે સળગાવીને સાચા પ્રેમના વિજયનો ઉત્સવ મનાવવામાં આવે છે.
પરંતુ કેટલાક લોકો આ કથાનો વધારે વિસ્તાર કરે છે.
તેના અનુસાર કામદેવ ભસ્મ થઈ ગયા ત્યારે તેમના પત્ની રતિ રડવા લાગ્યાં અને શિવ પાસે કામદેવને ફરી જીવીત કરવા આહ્વાન કર્યું હતું.
આગામી દિવસ સુધી શિવનો ક્રોધ શાંત થઈ ગયો હતો અને તેમણે કામદેવને પુનર્જીવિત કરી દીધા હતા.
તો કામદેવ ભસ્મ થયા તે દિવસની યાદમાં પણ હોળી સળગાવવામાં આવે છે અને તેમના જીવિત થવાની ખુશીમાં રંગોનો તહેવાર મનાવવામાં આવે છે.
લોકવાયકા મુજબ કામદેવના તીરના કારણે જ ભગવાન શીવને પાર્વતી સાથે પ્રેમ થયો હતો.ભગવાન શીવ પાર્વતીના વિવાહ થયા પછી કામદેવ પર ક્રોધિત થયેલા ભગવાન શીવજીએ કામદેવને બાળીને ભષ્મ કરી નાખ્યો હતો. કામદેવની પત્ની રતિના આગ્રહથી માતા પાર્વતીએ કામદેવને પુન જીવિત કર્યા હતા.આ કામદેવ ફરીથી જીવતા થયા તેની ખૂશીમાં હોળી મનાવવામાં આવે છે.આજે પણ રતિએ પાર્વતી સમક્ષ કરેલા વિલાપને લોક સંગીતમાં ગાવામાં આવે છે. શીવજીના ક્રોધથી બળીને ભષ્મ થયેલા કામદેવને વેદના ઓછી થાય તે માટે કેટલાક સ્થળોએ ચંદનના લાકડા વડે પણ હોળી પ્રગટાવવામાં આવે છે.
👫ગોવામાં ઉજવાતો શિમગોત્સવ
કોંકણી ભાષામાં હોળીને "શિમંગો" કહેવામાં આવે છે. ગોવાના મૂળ નિવાસીઓ 'શિમગોત્સવને' ધામધૂમથી મનાવે છે.
આ તહેવાર વન-વગડામાં ખિલેલી વસંતનું સ્વાગત કરવા માટે ઉજવાય છે.એ દિવસે તૈયાર કરવામાં આવતી પરંપરાગત વાનગીઓ અને મીઠાઇને "શગોટી" કહે છે. શિમગોત્સવ નિમિત્તે પણજીમાં એક વિશાળકાય સરઘસ નિકળે છે જે પોતાના ગંતવ્ય સ્થાને પહોંચીને એક સભાના રુપમાં ફેરવાઇ જશે. આ સભા સ્થળે સાંસ્કૃતિક કાર્યક્રમો અને ગીત સંગીત અને નાટકોનું આયોજન થાય છે. નાટકોના વિષયો સાહિત્યિક,સાંસ્કૃતિક અને પૌરાણિક વિષયો પર આધારિત હોય છે.ગોવાના શિમોત્સવમાં દરેક જાતિ અને ધર્મના લોકો ભાગ લે છે.
હોળીના તહેવારનો સંબંધ રાધા અને કૃષ્ણની પ્રેમકથા સાથે પણ છે. વસંતમાં એકબીજા પર રંગ નાંખવાની તેમની લીલાનો એક અંગ મનાયો છે.
ત્યારબાદ આ પરંપરા બની ગઈ અને કદાચ એ જ કારણ છે કે મથુરામાં ફૂલોથી પણ હોળી રમવામાં આવે છે.
👫મહારાષ્ટ્રની હોળી એટલે રંગ-પંચમી
મહારાષ્ટ્રમાં હોળીને 'રંગ-પંચમી 'તરીકે પણ સંબોધવામાં આવે છે. આ પર્વ નિમિત્તે ઠેર-ઠેર દહીં ભરેલી મટકી બાંધીને ફોડવાનો મહિમા છે. મટકી ફોડ યુવાનોની ટોળી ઠેર ઠેર ફરતી જોવા મળે છે.ઉંચી ઇંમારતો પર બાંધવામાં આવતી મટકી ફોડવાનો પડકાર પણ યુવાનો ઝીલી લે છે. એ સમયે ગોવિંદા આલા રે ..ગીત ગુંજી ઉઠે છે. મટકી ફોડી રહેલા ગોવિંદાઓ પર મહિલાઓ રંગબેરંગી પાણી છાંટે છે.
સાગરકાંઠાના સાગરખેડૂઓ માટે હોળીનો તહેવાર નાચગાનનો મહાપર્વ છે. રંગ-પંચમીના દિવસે છોકરા-છોકરીઓના લગ્ન નકકી કરવામાં આવે છે. આ દિવસે પુરણપોળી નામની સ્વાદિષ્ટ વાનગી ખાવાનો વિશેષ મહિમા છે.
👫અલ્હાબાદની કપડા ફાડ હોળી
આમ તો હોળી રમતા ખેલૈયાઓની ઝપા -ઝપીમાં કયારેક કપડા પણ ફાટી જતા હોય છે. પરંતુ અલ્હાબાદમાં રમાતી હોળીને તો કપડાફાડ હોળીનું બિરુંદ પણ મળ્યું છે. 'સંગમ નગરી' તરીકે ઓળખાતા અલ્હાબાદમાં લોકો રસ્તા પર આવીને કલાકો સુધી હોળી રમતા રહે છે. આ હોળીની વિશેષતા એ છે કે ખેલૈયાઓ એક બીજાના શરીર પરનું ઉપરનું જબરદસ્તીથી ઉતરાવે છે, જે એમ ના કરે તેનું શર્ટ કે ખમીસ ફાડી નાખવામાં આવે છે. આથી આ હોળીને કપડા ફાડ હોળી કહેવામાં આવે છે.અહીંયા સળંગ ત્રણ દિવસ સુધી હોળી મનાવવામાં આવે છે. લોકલ બજાર અને હાટ પણ હોળીના રંગે રંગાઇ જાય છે.
આ પ્રસંગો પરથી જાણવા મળે છે, અનિષ્ટ પર ઇષ્ટનો વિજય. કામના, સ્વાર્થીવૃત્તિ, મારી નાખવું વગેરે બાળક બુદ્ધિ સમાન છે,જે તાજય છે. ખરેખર પ્રભુ પ્રાપ્તિ માટે આવશ્યક છે ડર વગર હરિ નામ સ્મરણ તેમજ ઇન્દ્રિય સંયમ.જે લોકો હરિને પોતાના હ્રદય પટમાં જાણી તેમની ઉપાસના, ધ્યાન, યોગ, તપ, સંત સમાગમ વગેરે દ્વારા કરે છે, તે ખરા અર્થમાં નિશદિન અંતરમાં હોળી પ્રેમની ખેલે છે. બાહ્ય હોળી સર્વત્ર અલગ- અલગ છે, પરંતુ આંતરિક હોળી નો આંનદ બધેજ એક છે. આ હૃદય પ્રજાપતિ વગેરે દેવતાઓનું નિવાસ સ્થાન છે. एष प्रजापतिर्यहृदयम् । एतद्हृय ( बृ . उप. ५/3/१) જે લોકોએ હદયમાં રહેલ દેવતાઓને જાણી લીધા છે. તે હંમેશા પ્રેમની, સદાચારની ,સત્યની , નિર્ભયતાની, આનંદની હોળી રાત - દિવસ ( અહો -નિશ) રમે છે.