ધાર્મિક વાર્તા : બીજા નું સારુ વિચારો

ધાર્મિક વાર્તા : બીજા નું સારુ વિચારો

Gujrat
0

 એક વાર શ્રીકૃષ્ણ અને અર્જુન પ્રવાસ કરી રહ્યા હતા, ત્યારે તેમણે એક ગરીબ માણસને ભીખ માંગતા જોયો. અર્જુને તેના ઉપર દયા આવી અને તેને સોનાના સિક્કા ભરેલી થેલી આપી. જે મળતાં તે માણસ ખુશ થઈને ભવિષ્યના સુખ અંગે સપના જોતો ઘરે જઈ રહયો હતો. પણ રસ્તામાં એક લૂંટારુએ થેલી ખૂંચવી લીધી.

બીજા દિવસે અર્જુનની નજર ફરી તે માણસ ઉપર પડી, ત્યારે તેણે તેને તેનું કારણ પૂછ્યું. અર્જુનને તેણે બધી વિગતો જણાવી. તેની વેદના સાંભળીને અર્જુનને ફરીથી તેના પર દયા આવી. અર્જુને આ વખતે તેને એક મૂલ્યવાન હીરો આપ્યો. તે માણસ ઘરે પહોંચ્યો પત્ની ઘરે ન હતી. કિંમતી હીરો ચોરી થવાનો ભય હતો જેથી એક જુના માટલાંમાં તે હીરો મૂકી પત્ની આવે તેની રાહ જોતા જોતા સુઈ ગયો.

પત્ની નદીએ પાણી લેવા ગઈ હતી પરંતુ રસ્તામાં તેનો ઘડો તૂટી જતા ઘરમાં પડેલું જૂનું માટલું લઈને તે નદીમાંથી પાણી લેવા ગઇ. માટલું વિછરવા માટે પાણીમાં બોળતાંની સાથે જ તે હીરો પણ પાણીના પ્રવાહમાં પડી અદ્રશ્ય થઈ ગયો. જ્યારે માણસને આ વાતની ખબર પડી તો પોતાના ભાગ્યને કોસતો રહ્યો અને ફરીથી ભીખ માંગવા નીકળ્યો.


જ્યારે અર્જુન અને શ્રી કૃષ્ણએ તેને આ હાલતમાં ફરી જોયો ત્યારે તેની પાસે ગયા અને તેનું કારણ પૂછ્યું. આખી વાત સાંભળીને અર્જુન ખૂબ નિરાશ થયો અને મનમાં વિચારવા લાગ્યો કે આ કમનસીબ માણસના જીવનમાં ક્યારેય સુખ નથી આવે.

પરંતુ ભગવાન શ્રી કૃષ્ણએ તે માણસને તાંબાના બે સિક્કા દાનમાં આપ્યા. આ જોઈને અર્જુનને આશ્ચર્ય થયું. તેણે પૂછ્યું, "હે ભગવાન, મારા આપેલા સોનાના સિક્કા અને હીરા પણ આ કમનસીબની ગરીબીને દૂર ન કરી શક્યા, તો પછી તમારા આ બે તાંબાના સિક્કાથી તેનું શું થશે?" શ્રીકૃષ્ણ માત્ર હસ્યા અને અર્જુનને કહ્યું જોવું હોય તો તું જાતે જઈને જોઈ લે.

અર્જુન તેની પાછળ ચાલવા લાગ્યો. રસ્તામાં તે માણસ વિચારતો હતો કે "તાંબાના આ બે સિક્કાથી મારુ એક ટંકનું ભોજન પણ નહીં લાવે, તો પણ શ્રીકૃષ્ણએ શું કામ દાનમાં આપ્યા હશે ?" તે વિચારોમાં જતો હતો ત્યાં તેની નજર એક માછીમાર ઉપર પડી. માછીમારની જાળીમાં એક ફસાયેલી માછલી તરફડી રહી હતી. તેને તે માછલી ઉપર દયા આવી. તેણે વિચાર્યું "આ બે સિક્કાથી પેટની આગ તો બુઝાશે નહીં, તો પછી આ માછલીની જીંદગી કેમ ના બચાવી લઉં??" તેણે તે માછલી માટે તાંબાના બે સિક્કામાં સોદો કર્યો અને માછલીને તેણે તેના ભિક્ષા લેવાના પાત્રમાં પાણી ભરીને મૂકી, તે માછલીને નદીમાં છોડવા કિનારે ગયો ત્યાં માછલીના મોંઢામાંથી કંઈક બહાર નીકળ્યું.

ગરીબ માણસે જોયું કે આ તો તે જ હીરો છે જે તેણે ઘડામાં છુપાવ્યો હતો. તે માણસ આનંદથી બૂમો પાડવા લાગ્યો "મળી ગયો.. મળી ગયો" તે સમયે જ તે લૂંટારુ ત્યાંથી પસાર થઈ રહ્યો હતો જેણે તે માણસને લૂંટી લીધો હતો. તેણે તે માણસનો અવાજ સાંભળ્યો અને ગભરાઈ ગયો  કે આ માણસ તેને ઓળખી ગયો છે અને એટલેજ તે બૂમો પાડી રહ્યો છે, હવે જઈને તે પાંડવોને ફરિયાદ કરશે.ગભરાયેલો લૂંટારુંને તે માણસ પાસે જઈ ક્ષમા માંગવા લાગ્યો અને તેની પાસેથી લૂંટેલુ બધુજ પાછું આપી દીધું.

આ જોઈને અર્જુન શ્રીકૃષ્ણ પાસે જઈને પગે પડી ગયો કે પ્રભુ આ તમારી કેવી લીલા. મેં આપેલું આટલું ધન જે ન કરી શક્યું તે તમારા બે તાંબાના સિક્કાઓ એ કરી બતાવ્યું" શ્રીકૃષ્ણએ કહ્યું, “હે અર્જુન… આ બધો જ માણસની પોતાની વિચારસરણીનો ફરક છે, જ્યારે તે ગરીબ માણસને સોનાના સિક્કા અને કિંમતી હીરો આપ્યો, ત્યારે તેણે સ્વાર્થમાંથી માત્ર તેના સુખનો જ વિચાર કર્યો, પણ જ્યારે મેં તેને તાંબાના બે સિક્કા આપ્યા પછી તેણે બીજાના દુ: ખને પણ અનુભવ્યું. તેથી, હે અર્જુન, સત્ય એ છે કે જ્યારે તમે બીજાના દુ:ખ વિશે વિચારો છો અને તમે કોઈ બીજાનું ભલું કરી રહ્યા છો, ત્યારે ભગવાન તમારા માટે વિચારે છે અને તમારું ભલું કરે છે.

જય શ્રી કૃષ્ણ

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !