ભગવાન શિવના આશીર્વાદ મેળવવા છે ? આ શિવ મંત્રોનો કરો જાપ જીવનની પરેશાનીઓ થશે દૂર.
ઓમ ત્ર્યમ્બકમ યજામહે સુગન્ધીમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનામ્ર તિર્મુક્ષ્ય મમૃતાત્
‘ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिम् पुष्टिवर्धनम् ।
उर्वारुकमिव बन्धनान्मृत्योर्मुक्षीय मामृतात् ||"
- शुक्ल यजुर्वेद, माध्यंदिन संहिता, अध्याय ६
सूक्त ६०
'ત્રયસ્ત્રીશરી'
મહામૃત્યુંજય મંત્ર 32 શબ્દોનો બનેલો છે અને આ મંત્રની આગળ 'ઓમ' લગાવવાથી શબ્દોની કુલ સંખ્યા 33 થાય છે. તેથી જ મહામૃત્યુંજય મંત્રને 'ત્રયસ્ત્રીશરી' મંત્ર પણ કહેવામાં આવે છે.
મહા શબ્દનો અર્થ "સર્વોચ્ચ" અને મૃત્યુ શબ્દનો અર્થ "મૃત્યુ" થાય છે જ્યારે જય શબ્દનો અર્થ "વિજય" થાય છે. મહામૃત્યુંજયનો અર્થ થાય છે ખરાબ વસ્તુઓ પર વિજય. દેવતા શિવ દુષ્ટ શક્તિઓનો નાશ કરનાર છે.
મહામૃત્યુંજય જાપ મુખ્યત્વે લાંબા સમય સુધી । રોગોથી છુટકારો મેળવવા અને લાંબુ આયુષ્ય મેળવવા માટે કરવામાં આવે છે.
હિંદુ ધર્મમાં લોકો ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે પોત-પોત માન્યતાઓ અનુસાર અલગ-અલગ કાર્યો કરે છે.આ દરમિયાન ભગવાન શિવના ભક્તો ઉપવાસથી લઈને શિવ મંત્રના જાપ સુઘી બધું જ કરે છે.આમ કરવાથી જીવનના તમામ દુષણો દૂર થાય ભગવાન શિવને અનિષ્ટનો નાશ કરનાર માનવામાં આવે છે. લોકો સકારાત્મકતા અને આંતરિક શક્તિ માટે શિવની પ્રાર્થના અને મંત્રોનો જાપ કરે છે. તમે ભગવાન શિવને પ્રસન્ન કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે અનેક પ્રકારના શિવ મંત્રોનો જાપ કરી શકો છો.
આ મંત્રના છે આધ્યાત્મિક ફાયદા
બધા મંત્રો પહેલાં આ મંત્રનો જાપ કરવાથી તમામ પ્રકારના અવરોધો દૂર થાય છે.
વાસના, ક્રોધ, દ્વેષ, આસક્તિ, લોભ, ભય, વિષાદ અંત થાય છે.
આ મંત્ર વ્યક્તિમાં હિંમત અને ઉત્સાહ ભરે છે સાથે જ અજાણતા ભયને પણ દૂર કરે છે. આ મંત્રના સતત જાપથી મૃત્યુના ભય પર પણ વિજય મેળવી શકાય છે.
માણસ જીવન ચક્રનું રહસ્ય સમજે છે મંત્ર મોક્ષ પ્રાપ્તિનું સાધન છે. ઓમ શબ્દ માં ત્રિદેવોનો વાસ માનવામાં આવે છે.
ધૂન મચાવો આઠે જામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય વિશ્વ સકળના તારણહાર નમઃ શિવાય ૐ નમઃ શિવાય કૈલાસમાં ગુંજે એક નામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય અણુ અણુમાં ભોલેનો વાસ નમઃ શિવાય ૐ નમઃ શિવા શ્વાસે શ્વાસે . જપજો જાપ નમઃ શિવાય ૐ નમઃ શિવાય અંત સમય આપે છે કામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય જ્યોતી સ્વરૂપે પ્રગટ્યા નાથ, નમઃ શિવાય ૐ નમઃ શિવાય કલ્યાણકારી એક જ નામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય અમરનાથનું અમર છે નામ નમઃ શિવાય ૐ નમઃ શિવાય ભક્તો દર્શન કરવા જાય નમઃ શિવાય ૐ નમઃ શિવાયcomments ચંદ્રની ભક્તિ સ્વીકારે નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય સોમનાથ કહેવાય નાથ નમઃ શિવાય ૐ નમઃ શિવાય