મહા મૃત્યુંજય મંત્રનાં રચયિતા અને કથા મહામૃત્યુંજય મંત્રનું મહત્વ:

મહા મૃત્યુંજય મંત્રનાં રચયિતા અને કથા મહામૃત્યુંજય મંત્રનું મહત્વ:

Gujrat
0


    મહામૃત્યુંજય મંત્રનું મહત્વ:

    આ ધાર્મિક મહા મૃત્યુંજય મંત્ર છે જે વ્યાપકપણે ત્ર્યમ્બકમ મંત્ર તરીકે ઓળખાય છે. ઘણા લોકોના મતે, એવું માનવામાં આવે છે કે મહા મૃત્યુંજય મંત્રના જાપથી સ્પંદનો ઉત્પન્ન થાય છે જે માનવ શરીરના સારા સ્વાસ્થ્યને સુનિશ્ચિત કરે છે અને ભૌતિક શરીરને પુનર્જીવિત કરવામાં મદદ કરે છે.

    તે સૌથી અસરકારક મંત્ર છે જે દીર્ધાયુષ્ય આપે છે, દુર્ભાગ્ય અને અકુદરતી મૃત્યુને ટાળે છે.

    મુખ્યત્વે યજુર્વેદના એક ભાગ તરીકે ગણવામાં આવે છે, આ સ્તોત્ર ભયના નિવારણનું કારણ બને છે.

    આ મહા મૃત્યુંજય મંત્રનો 108 વાર જાપ કરવાનું હિંદુ ધર્મમાં ખૂબ જ મહત્વ ધરાવે છે. તે આજુબાજુની તમામ નકારાત્મકતા (દુષ્ટતા) દૂર કરે છે અને સકારાત્મકતા લાવે છે.

    મહા મૃત્યુંજય મંત્રનાં રચયિતા અને કથા

    મહામૃત્યુંજય મંત્રની ઉત્પત્તિ વિષે પૌરાણીક કથા પ્રચલિત છે. કથા મુજબ શિવ ભક્ત ઋષિ મૃકંડુએ સંતાન પ્રાપ્તિ માટે ભગવાન શિવની કઠોર તપસ્યા કરી. તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે ઋષિ મૃકંડુને ઈચ્છા મુજબ સંતાન પ્રાપ્ત થવાનું વરદાન તો આપ્યું પણ શિવજીએ ઋષિ મૃકંડુએ જણાવ્યું કે, તે પુત્ર અલ્પાયુ હશે. તે સાંભળતા જ ઋષિ મૃકંડુ ચિંતિત થયા. થોડા સમય પછી ઋષિ મૃકંડુને પુત્ર રત્નની પ્રાપ્તિ થઇ. અન્ય ઋષીઓએ જણાવ્યું કે, આ સંતાનની ઉંમર માત્ર 16 વર્ષની જ રહેશે. આ સાંભળી ઋષિ મૃકંડુ દુ:ખી થઇ ગયા.

    જયારે તેમની પત્નીએ તેમના દુઃખનું કારણ પૂછ્યું તો તેમણે સંપૂર્ણ વાત જણાવી. ત્યારે તેમની પત્નીને કહ્યું કે, જો શિવજીની કૃપા થશે, તો આ વિધાન પણ ટળી જશે. ઋષિએ પોતાના પુત્રનું નામ માર્કેન્ડેય રાખ્યું અને તેને શિવ મંત્ર પણ આપ્યો. માર્કેન્ડેય શિવ ભક્તિમાં લીન રહેતા. જયારે સમય નજીક આવ્યો તો ઋષિ મૃકંડુએ પુત્ર માર્કન્ડેયને તેના અલ્પાયુની વાત જણાવી. સાથે જ તેમણે એ આશ્વાસન પણ આપ્યું કે, જો શિવજી ઈચ્છે તો તે ટળી જશે.

    માતા પિતાનું દુઃખ દુર કરવા માટે માર્કેન્ડેયે શિવજી પાસે દીર્ઘાયુનું વરદાન પ્રાપ્ત કરવા માટે શિવજીની આરાધના શરુ કરી દીધી. માર્કન્ડેયજીએ દીર્ઘાયુ વરદાનની પ્રાપ્તિ માટે શિવજીની આરાધના માટે મહામૃત્યુંજય મંત્રની રચના કરી અને શિવ મંદિરમાં બેસીને તેનો અખંડ જાપ કરવા લાગ્યા.

    સમય પૂરો થયા પછી માર્કન્ડેયના પ્રાણ લેવા માટે યમદૂત આવ્યા પણ તેમને શિવની તપસ્યામાં લીન જોઇને તે યમરાજ પાસે પાછા જતા રહ્યા અને સંપૂર્ણ વાત જણાવી. પછી માર્કન્ડેયના પ્રાણ લેવા માટે સ્વયં સાક્ષાત યમરાજ આવ્યા. યમરાજે જયારે પોતાનો પાશ જયારે માર્કેન્ડેય ઉપર ફેંક્યો, તો બાળક માર્કેન્ડેય શિવલિંગને ભેટી પડ્યો આ કારણોસર યમરાજની પાસ ભૂલથી શિવલિંગ ઉપર જઈને અથડાઈ. યમરાજના આ પગલાંથી શિવજી ઘણા ક્રોધિત થયા અને માર્કન્ડેયના રક્ષણ માટે ત્યાં પ્રગટ થયા. પછી યમરાજે વિધિના નિયમની યાદ અપાવી.

    ત્યારે શિવજીએ માર્કન્ડેયને દીર્ઘાયુનું વરદાન આપીને વિધાન જ બદલી દીધું. સાથે જ એ આશીર્વાદ પણ આપ્યા કે, જે કોઈ પણ આ મંત્રનો નિયમિત જાપ કરશે તે ક્યારેય અકાળે દુનિયામાંથી વિદાય નહિ લે.

    આપણી ભારતીય સંસ્કૃતિમાં સૌથી પ્રાચીન અને સનાતન દેવ તરીકે શિવની આરાધના અને પૂજા થાય છે.

    👫મહામૃત્યુંજય મંત્રનો અર્થ :

    ઓમ – ઓમકારના રૂપમાં ભગવાન શંકર

    ત્ર્યમ્બકમ – તમારી ત્રણ આંખોવાળી સુંદર

    યજામહે – અમે પૂજા કરીએ છીએ, કૃપા કરીને અમારા જીવનમાં

    સુગંધીમ – ભક્તિની સુગંધ આપો,

    પુષ્ટિવર્ધનમ્ – આનંદમાં વધારો.

    ઉર્વરુકામીવ – જે રીતે ફળ સરળતાથી મળે છે

    બંધનન – વૃક્ષના બંધનમાંથી મુક્ત થાય છે, તે જ રીતે

    મૃત્યુર્મુક્ષ્ય – મૃત્યુના બંધનમાંથી મુક્તિ આપનાર

    મમૃતા – મને અમૃતનો દરજ્જો આપો.

    મહામૃત્યુંજય મંત્રનો અર્થ એ છે કે અમે તમારા ભગવાન શિવની પૂજા કરીએ છીએ. તમે તે આનંદ છો જે અમને પોષણ આપે છે, આપણું સ્વાસ્થ્ય પુનઃસ્થાપિત કરે છે અને અમને (લોકોને) ખીલે છે

    Post a Comment

    0Comments

    Post a Comment (0)

    #buttons=(Accept !) #days=(20)

    Our website uses cookies to enhance your experience. Check Now
    Accept !