- પ્રાચીન સમયની વાત છે. એક બ્રાહ્મણના ઘરે એક સુંદર બાળકનો જન્મ થયો. બાળકના જન્મ પછી જ્યોતિષીઓએ ભવિષ્યવાણી કરી કે આ બાળક સંસારમાં આદિકવિ તરીકે પ્રખ્યાત થશે. તેના દ્વારા એક મહાગ્રંથની રચના થશે. આ મહાગ્રંથ એવો ગ્રંથ હશે કે જે ધર્મ અને ન્યાયનો જનક કહેવાશે. બાળકનું આવું ભવિષ્ય સાંભળીને તેના કુટુંબીજનો તો ખુશ થઈ ગયા. ચારેબાજુ મંગલગીતો ગાવાનું શરૂ થઈ ગયું.
- ચારે બાજુ આનંદમંગલનું વાતાવરણ હતું. તેવામાં એક અઘટિત બનાવ બની ગયો. બાળકના જન્મના દિવસે જ એક નિઃસંતાન વનવાસી સ્ત્રી આવીને બાળકને ચોરી ગઈ. ચારેબાજુ હાહાકાર મચી ગયો. પરિવારે બાળકને શોધવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ બાળક મળ્યું નહીં.
- બીજી બાજુ વનવાસી સ્ત્રીએ પોતાનું બાળક હોય તે રીતે તેનું લાલનપાલન કર્યું. વનવાસી સ્ત્રીએ બાળકનું નામ રત્નાકર રાખી દીધું.
ધીમે ધીમે રત્નાકર મોટો થઈ ગયો. ધનુષ્ય-બાણ તેનાં સાથી બની ગયાં અને માંસ તેનું ભોજન બની ગયું. તે બીજા વનવાસી બાળકો સાથે રમતો અને તેની સાથે જ ફરવા જતો, તેથી જ તો તેનો સ્વભાવ, ગુણો અને આદતો પણ બીજા વનવાસી બાળકો જેવી થઈ ગઈ હતી. ધીમે ધીમે તે ક્રૂર, અત્યાચારી, પાપી લૂંટારો બની ગયો.
- યુવાન થયા બાદ રત્નાકરનાં લગ્ન એક વનવાસી સ્ત્રી સાથે થઈ ગયાં. તે પોતાના પરિવારનું ભરણપોષણ કરવા માટે ચોરી અને લૂંટફાટ કરવા લાગ્યો. તે રસ્તા પર નીકળતા લોકોને મારી નાખતો અને તેમનું બધું જ ધન લૂંટી લેતો. તેનું હૃદય એટલું કઠોર થઈ ગયું હતું કે તેને ધનની સામે તેની પત્ની, બાળકો અને માતાપિતાનો પણ કોઈ વિચાર નહોતો આવતો. તે પાપમાં એટલો ડૂબી ગયો હતો કે તેને તેમાંથી બહાર આવવાનો કોઈ જ રસ્તો દેખાતો નહોતો. હવે તે રત્નાકરમાંથી વાલિયા લૂંટારા તરીકે જાણીતો થઈ ગયો હતો.
એકવાર તે વૃક્ષ પાછળ છુપાઈને યાત્રીઓની રાહ જોઈ રહ્યો હતો. ત્યાં જ તેને સાત ઋષિઓ આવતા દેખાયા. એકસાથે આટલા બધા યાત્રીઓ આવતા જોઈને તે તો ખુશ થઈ ગયો. જેવા ઋષિઓ તે વૃક્ષની નજીક પહોંચ્યા કે તરત જ તે તલવાર લઈને બહાર નીકો અને બધાને રસ્તા વચ્ચે રોકી લીધા
પછી વાલિયો બોલ્યો, “તમારી પાસે જે કંઈ પણ હોય તે બધું જ મને આપી દો, બાકી તમે કોઈ જીવતા નહીં રહો.’ હકીકતમાં તો આ સાત ઋષિઓ આકાશમંડળમાંથી આવેલા સપ્તર્ષિ હતા. વનવાસીની વાત સાંભળીને તેઓ હસવા લાગ્યા. પછી તેઓ બોલ્યા, ‘‘અરે મૂર્ખ ! અમે મોહ-માયાથી પર હોય તેવા સાધુઓ છીએ. અમારી પાસેથી તને કંઈ જ નહીં મળે. અમે તો આવતીકાલનું ભોજન પણ અમારી પાસે નથી રાખતા. તેમાં તું અમારી પાસેથી રત્નો અને આભૂષણની અપેક્ષા રાખે તો તે મૂર્ખામી જ કહેવાય. તેથી હવે તું અમને જવા દે.’’
- સપ્તર્ષિઓની વાત સાંભળીને વાલિયો નિરાશ થઈ ગયો, પણ પછી તેણે વિચાર્યું, “દરેક વ્યક્તિ આવું જ કહે છે, કારણ કે કોઈ પણ વ્યક્તિને તેની પાસે રહેલી કીમતી ચીજ આપવી ગમતી નથી. બની શકે આ લોકો સાધુ બનવાનો ઢોંગ કરી રહ્યા હોય.” તેથી વાલિયાએ તે બધાને ફરીથી ધમકી આપી.
- ફરીથી સપ્તર્ષિ બોલ્યા, “હે વત્સ ! અમે તારી બધી જ ઇચ્છાઓ પૂરી કરીશું. તને જે જોઈએ તે વસ્તુ આપીશું, પણ પહેલાં તું અમને એ જણાવ કે તું શા માટે આ પાપનું કામ કરી રહ્યો છે ?’’
- સપ્તર્ષિ બોલ્યા, “વત્સ ! તેનો મતલબ તો એવો થયો ને કે તારા આ રીતે ધન ભેગું કરવાના પાપમાં તારા કુટુંબીજનો પણ ભાગીદાર છે. હવે તું એક કામ કર. તું જઈને તારા કુટુંબીજનોને એ તો પૂછી જો કે જે પાપ કરીને તું ધન મેળવી રહ્યો છે તે પાપમાં તે બધાં ભાગીદાર બનશે કે નહીં ?’’
- સપ્તર્ષિઓની આવી વાત સાંભળીને વાલિયાના મનમાં થોડી જાગૃતિ આવી. તે ડરીને બોલ્યો, “હા, કેમ નહીં. તે બધાં મને પ્રેમ કરે છે. તે મારા પાપમાં જરૂર ભાગીદાર બનશે.”
- સપ્તર્ષિ ફરીથી બોલ્યા, “અમે તારી વાત પર શંકા નથી કરતા, પણ એકવાર તું ઘરે જઈને આ વાતની ખાતરી કરી લે તો સારું. તેનાથી તને પણ સંતોષ થઈ જશે અને અમને પણ. તું જ્યાં સુધી પાછો નહીં ફરે ત્યાં સુધી અમે પણ અહીં જ રોકાઈને તારી રાહ જોઈશું.”
- વાલિયો તરત જ દોડીને પોતાના ઘરે ગયો. તેણે સૌથી પહેલાં પોતાનાં માતા-પિતાને પું, “શું તમે મારા પાપમાં મારા ભાગીદાર બનશો ?’’
- પોતાના દીકરાના મોઢે આવી વાત સાંભળીને પહેલાં તો તેઓ આશ્ર્ચર્યચકિત થઈ ગયા, પણ પછી ગુસ્સે થઈને બોલ્યા, “હે મૂર્ખ ! આ તું કેવી વાતો કરી રહ્યો
- છે ? અમે તને મોટો કર્યો છે. હવે તારી ફરજ છે કે તું અમારું ધ્યાન રાખે. તું ક્યાંથી અને કેવી રીતે કમાય છે, તેનાથી અમને કોઈ જ ફરક પડતો નથી. અમે તારા પાપમાં ભાગીદાર નથી.’
- પછી વાલિયો તેની પત્ની પાસે ગયો. તેને પણ એ જ પ્રશ્ન કર્યો, તેથી પત્ની બોલી, “તમે મારી સાથે લગ્ન કર્યાં છે, તેથી મારા ભરણપોષણની જવાબદારી તમારા પર છે. મને ફક્ત એ જ વાતથી મતલબ છે કે તમે ગૃહસ્થ ધર્મ નિભાવો છો કે નહીં. મેં તમારા જીવનના ભાગીદાર બનવાનું વચન આપ્યું છે. તમારા પાપોનું નહીં. તમારા પાપ તો તમે જ ભોગવો.’ માતા-પિતા અને પત્નીની આવી વાત સાંભળીને વાલિયો દુઃખી થઈ ગયો, તેનો પરિવાર પ્રત્યેનો મોહ ભાંગી ગયો. તે તરત જ પેલા સપ્તર્ષિઓ પાસે પહોંચી ગયો. તે જઈને બધાના ચરણોમાં પડી ગયો અને પોતાના પાપનો પશ્ર્ચાત્તાપ કરવા લાગ્યો.
- સપ્તર્ષિઓએ તેને સાંત્વના આપતાં કહ્યું, “વત્સ ! આ જ તો સંસારનો નિયમ છે. વ્યક્તિએ પોતાના પાપનું પરિણામ પોતે જ ભોગવવું પડે છે. પછી ભલે તેણે તે પાપ બીજા લોકોની ભલાઈ માટે કર્યું હોય. તું પણ અત્યાર સુધી તે જ કરી રહ્યો હતો. હવે તને આત્મજ્ઞાન થઈ ગયું છે, તો તું હવે રામનામના જપ કર. તારાં પાપ જરૂર ઓછાં થઈ જશે.’
- વાલિયાએ તો તરત જ રામનામના જપ શરૂ કરી દીધા, પણ ઉતાવળમાં તેમનાથી રામ રામને બદલે મરા& મરા નીકળવા લાગ્યું, પણ વાલિયો તો એક વૃક્ષ નીચે સમાધિ લગાવીને જપમાં લીન થઈ ગયો હતો. તેઓ અનેક વર્ષો સુધી સમાધિમાં જ લીન રહ્યા. તેમના શરીર પર ઉધઈનો થર થઈ ગયો. વાલ્મિક એટલે ઉધઈ. ઋષિના શરીરની આસપાસ ઉધઈના રાફડા થઈ ગયા હતા. તેથી ઉધઈ પરથી તેમનું નામ વાલ્મિકી પડ્યું હતું તેવી પણ એક કથા છે. ઋષિની આવી કઠોર તપસ્યાથી ત્રણેય લોકમાં હાહાકાર થઈ ગયો. તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને બ્રહ્માજી પ્રગટ થયા. બ્રહ્માજીએ કહ્યું, ‘હે વત્સ ! આજથી તું સંસારમાં વાલ્મીકિના નામે પ્રસિદ્ધ થશે. તું એક મહાન ગ્રંથની રચના કરીશ. તારું નામ હંમેશાં માટે આ સંસારમાં અમર થઈ જશે.’’ બ્રહ્માજીનું વરદાન ફું. વાલ્મીકિએ રામાયણની રચના કરી, જેને ઘર-ઘરમાં પૂજવામાં આવે છે. કહેવાય છે કે જ્યારે ભગવાન શ્રી રામે સીતાજીને વનવાસ આપ્યો ત્યારે તે વાલ્મીકિના આશ્રમમાં જ રહ્યા હતા. ત્યાં જ સીતાજીએ લવ અને કુશને જન્મ આપ્યો હતો. બાળકોને શિક્ષણ પણ વાલ્મીકિએ જ આપ્યું હતું.