એક ટચુકડી હૃદયસ્પર્શી ઘટના
👉માતા પિતા ભગવાન છે
મેળામાં ફરતા ફરતા એક દંપતિનો સાત વર્ષનો પુત્ર ગુમ થઈ ગયો. માતા-પિતા બન્ને ગભરાઈ ગયા. માતાએ રુદન કર્યું. બે કલાકની જહેમત બાદ પુત્ર મળી આવ્યો. માતા-પિતા ખુશ ખુશ થઈ ગયા.
પિતાએ ત્યાંથી જ પોતાના ગામ જવાની ટિકિટ કઢાવી. પત્નીના પૂછવા પર તેણે જણાવ્યું કે, જો બે કલાક તારો પુત્ર તારાથી વિખૂટો પડ્યો અને તું આટલી હેબતાઈ ગઈ ! તો તે અમને મા- દીકરાને વિખૂટા પાડ્યા છે તે મારી મા ગામડે મારી મારા વગર કેવી રીતે દિવસો વિતાવતી હશે ?
સંસ્કૃતિ
ગામડાની એક બાઈ ઓસરીની કોરે બેઠી બેઠી અનાજ દળતી હતી. એક જ્યોતિષિએ આવીને તેને કહ્યુંઃ "લાવ બહેન તારા જોશ જોઈ દઉં" બાઈ બોલી:
ગોરબાપા મારે જોશ નથી જોવડાવવા. તમારે જોશ જોવા હોય તો સામે વ્યક્તિ બેઠી છે એનાં જોશ જૂઓ" જ્યોતિષિએ સામેની ઓસરી પર દ્રષ્ટિ કરી તો ત્યાં એક ચીંથરેહાલ માણસ બેઠો હતો. જ્યોતિષિ કહે:
"બહેન એતો ભિખારી જેવો લાગે છે એનાં શું જોશ જોવે" ગામડાની અભણ બાઈ બોલીઃ
ગોરબાપા ! તમારે મન એ ભિખારી હશે મારો તો એ ધણી છે. તમે એનાં જોશ જૂઓ. મારે તો એનાં હાથ ની રેખાઓ ઉપર જીવવાનું છે. એ સુખી તો હું સુખી અને એ દુઃખી તો હું દુઃખી"
– ઝવેરચંદ મેઘાણી
ધાર્મિક.com માં જોડાઓ અને ધર્મ વિશે અને જીવન ના રહ્શ્ય વિશે જાણો.