👉વિશ્વના પ્રથમ સ્થાપત્યકાર, દેવતાઓના શિલ્પી અને સર્જનના દેવ ભગવાન શ્રી વિશ્વકર્માએ મહા સુદ તેરસેઅવતાર ધારણ કર્યો હતો |
👉ધર્મશાસ્ત્રોના કથન અનુસાર દેવતાઓના તથા સમસ્ત માનવજીવ સમુદાયના શિલ્પકાર તરીકે ભગવાન શ્રી વિશ્વકર્માનું નામ અગ્રગણ્ય છે. હિન્દુ ધર્મમાં વિશ્વકર્મા ભગવાનને નિર્માણ તેમજ સર્જનના દેવ તરીકે માનવામાં આવે છે |
👉 વિશ્વકર્મા પુરાણ અંતર્ગત વિશ્વકર્મા ભગવાનને બ્રહ્માજીના પુત્ર ધર્મના સાતમા પુત્ર તરીકે ઓળખવામાં આવે છે |
ભગવાન વિશ્વકર્મા |
ભગવાન વિશ્વકર્માને વાસ્તુશાસ્ત્રના જનક તરીકે પણ ખ્યાતિ મળેલી છે. ધર્માવતાર શ્રી વિશ્વકર્મા જયંતીના પાવન પર્વે શ્રી વિશ્વકર્મા પૂજન, વાસ્તુ પૂજન, યંત્ર પૂજન દરેક પ્રકારના શિલ્પકાર, શ્રમિકો તથા ઓજારો, મશીન, એન્જિન સંબંધી કામ કરનારા લોકો કરે છે. શ્રી વિશ્વકર્મા લોહ, કાષ્ઠ, તામ્ર, પાષાણ, સોનું વગેરેના પ્રધાન દેવ હોવાના કારણે આ સંબંધી વ્યવસાય કરનારી વ્યક્તિઓ પણ વિશ્વકર્મા જયંતીના દિવસે પોતાના વ્યવસાયની વૃદ્ધિ માટે પોતાના ઉપકરણોની શ્રદ્ધા સહિત પૂજા કરે છે. આ દિવસે મશીન, એન્જિન વગેરે ઉપકરણોનો ઉપયોગ ન કરવો તેમજ તેમને સ્વચ્છ કરીને પૂજા કરવાથી વર્ષ દરમિયાન વ્યવસાયમાં વૃદ્ધિ તેમજ ધનપ્રાપ્તિ થાય છે.
ભગવાન વિશ્વકર્માનું સ્વરૂપ |
ભગવાન વિશ્વકર્માનું સ્વરૂપ શ્રી વિશ્વકર્માનાં દર્શનનું મહત્ત્વ અનેરું છે. ભગવાન શ્રી વિશ્વકર્માનું સ્વરૂપ અતિ મનોહર છે. ભગવાન શ્રી વિશ્વકર્માનું સ્વરૂપ વિદ્વત્ત વૃદ્ધ બ્રહ્મ સ્વરૂપ તરીકે ઓળખાય છે કે જેઓ સુંદર સિંહાસન પર બિરાજમાન છે. લલાટ પર બ્રહ્મતેજ છે. જેમના હાથમાં ચક્ર, સુદર્શન, કમંડલ, શિલ્પશાસ્ત્ર, શંખ, ધનુષ્ય બાણ, કમળ શોભે છે કે જેઓનું વાહન ગજ તેમજ હંસ છે. ઋષિમુનિ ગણો જેમની નિત્ય સ્તુતિ કરે છે. મસ્તક પર સુવર્ણ મુકુટ છે. પીળું પીતાંબર ધારણ કર્યું છે. તેમજ ગળામાં સુવર્ણમાળા શોભાયમાન દિસે છે. |
સાત સૂત્રો |
વિશ્વકર્મા પ્રભુએ પોતાના પુત્રોને સાત સૂત્રો આપ્યાં.
(૧) દૈષ્ટિ
(૨) ગજ
(૩) દોરી
(૪) આવલંબ
(૫) કાટખૂણો
(૬) સાંધણી
(૭) ધ્રુવમકટી.
ભગવાન શ્રી વિશ્વકર્માએ પોતાના પુત્રોની સાથે સમગ્ર માનવસમુદાયને
ફરશી, વાંસલો, વીંધણું, કાટખૂણો, કરવતી, ટાંકણું, નાથણું, ખહરો, આરી, હથોડી, ટુંચન, તારણ, ફેરવણું, શારડો, કુહાડી, ખોતરણું, લેલો, લોટું, મસ્તર, ભૂંગળી, સુસડી, એડી, તરડુ, સવાડી, પાલસો, અડિયો, કાતર, કુલ્લી જેવાં અનેક હથિયારોની ભેટ આપીને માનવજીવનમાં અર્થોપાર્જન નિયંત્રિત રહે તે માટે વ્યવસ્થા કરી છે.
ભગવાન શ્રી વિશ્વકર્માજીની ધ્વજામાં પાંચ રંગ છે તે તેમના પાંચ પુત્રોના ચિહ્ન સ્વરૂપ ગણવામાં આવે છે
ભગવાન શ્રી વિશ્વકર્માજીને ૭ પ્રકારનાં ધાન્ય ધરવાં અને ૭ પ્રકારના પ્રસાદનો ભોગ ‘શ્રી વિશ્વકર્મા જયંતી’ એ ધરાવી તેનું જરૂરિયાતમંદ વ્યક્તિઓને દાન કરવાથી ભગવાન વિશ્વકર્મા ખૂબ જ પ્રસન્ન થાય છે. શાસ્ત્રના મત અનુસાર શ્રી વિશ્વકર્માજીએ વિશ્વની ઉત્પત્તિ પોતાનાં ત્રિનેત્ર દ્વારા કરી છે. દેવતાઓનાં રત્નો, અલંકારો પણ ભગવાન શ્રી વિશ્વકર્મા દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલાં છે. એક માન્યતા અનુસાર વિશ્વકર્માજીએ આસો સુદ દશમ (દશેરા) એ પોતાના પુત્રોને શસ્ત્રોની ભેટ આપી તેની પૂજા કરવાની આશા આપી હતી. |
Ganesh Katha - ગણેશજીની પૌરાણિક કથાઓ
શીતળા સાતમ વ્રતની વિધિ : મહત્વ અને વ્રત કથા pdf | |
નાગ પંચમી વ્રત કથા (Nag Panchami Vrata Gujarati PDF) | |
બોળચોથ વ્રત કથાpdf | |
વેબસાઈટ | |
મારા ધાર્મિક ગ્રુપ માં જોઈન | |
શ્રી કૃષ્ણ જન્મોત્સવ |