જ્યારે ભગવાન શ્રી રામનો રાજ્યાભિષેક થવાનો હતો ત્યારે ભરત તેમના નાના ભાઈ શત્રુઘ્ન સાથે કૈકેય રાજ્યમાં હતા. તેમને કૈકેય તરફથી સમાચાર મળ્યા હતા કે તેમના નાના અશ્વપતિની તબિયત આજકાલ ખરાબ રહે છે, તેથી તે તેમની ખબર અંતર પૂછવા ત્યાં ગયા હતા. તેમના ગયા પછી તેમની માતા કૈકેયીએ પોતાની દાસી મંથરાની યુક્તિઓને અનુસરીને, ભગવાન શ્રી રામને 14 વર્ષ માટે વનવાસ અપાવ્યો અને ભરતને અયોધ્યાના રાજા તરીકે નિયુક્ત કર્યા. આ દુઃખમાં ભરતના પિતા રાજા દશરથે પોતાનો પ્રાણ ત્યાગ કર્યો.
રાજા દશરથે પ્રાણ ત્યાગ કરતાં તરત જ કૈકેય ગયેલા ભરત પાસે દૂત મોકલીને તેમને અયોધ્યામાં આવવા કહ્યું. ભરત હજી પણ બધી બાબતોથી અજાણ હતા અને અયોધ્યા આવ્યા પછી તેમને ખબર પડી કે મહેલમાં તેમની પાછળ કેવું કાવતરું ઘડવામાં આવ્યું હતું, જેના કારણે તેના પ્રિય ભાઈને વનવાસ મળ્યો અને પિતા મ-રૂ-ત્યુ-પામ્યા. પછી તેમણે નીચે મુજબના કાર્યો કર્યા.
1) અયોધ્યાની ગાદીનો અસ્વીકાર : તેમણે તે જ સમયે અયોધ્યાની ગાદીનો અસ્વીકાર કર્યો અને અયોધ્યાની પ્રજા પાસેથી ક્ષમા માંગી. તેઓ માત્ર અને માત્ર ભગવાન શ્રી રામને જ અયોધ્યાના રાજા માનતા હતા અને પોતાને તેમના દાસ ગણાવતા હતા. તેમણે તમામ મંત્રીઓ અને ગુરુઓને પણ આ માહિતી પહોંચાડી.
2) માતા કૈકેયીનો ત્યાગ : આ પછી તેમણે આ ષડયંત્ર માટે જવાબદાર તેમની માતા કૈકેયીનો ત્યાગ કરી દીધો અને તેમને માતા તરીકે સ્વીકારવાની ના પાડી. તેમણે કૈકેયીનો હંમેશ માટે ત્યાગ કર્યો અને તેમના ઓરડામાં જવાની ના પાડી. તેમજ તેમણે પોતાની માતાને કહ્યું કે તે ફરી ક્યારેય તેમનો ચહેરો જોશે નહીં.
3) મંથરાને સજા : શત્રુઘ્ન ગુસ્સામાં મંથરાને સભામાં લઈ આવ્યા અને તેમને મ-રૂ-ત્યુ દંડ આપવા લાગ્યા, પરંતુ ભરતે તેમને સ્ત્રી-હ-ત્યાકરતા રોક્યા અને કહ્યું કે તે ભગવાન શ્રી રામના આદર્શોની વિરુદ્ધ છે. તેથી તેઓએ મંથરાને એક ઓરડામાં બંધ કરી દીધી અને ભગવાન રામના પાછા ફર્યા પછી સજા નક્કી કરવાનો નિર્ણય લીધો.
4) રાજા દશરથનો અંતિમ સંસ્કાર : રાજા દશરથના બે પુત્રો રામ અને લક્ષ્મણ વનવાસમાં હોવાથી અને બે પુત્રો ભરત અને શત્રુઘ્ન કૈકેયમાં હોવાથી તેમના અંતિમ સંસ્કાર થઈ શક્યા ન હતા. લાંબા સમય સુધી, તેમના શરીરને તેલ અથવા અન્ય દિવ્ય પદાર્થોની મદદથી સુરક્ષિત રાખવામાં આવ્યું હતું. એટલા માટે ભરતે સૌથી પહેલા પિતાના પાર્થિવ દેહનો અગ્નિસંસ્કાર કર્યો અને તેને મુખાગ્નિ આપી.
5) રામ ભરત મિલન : આ પછી ભરત તેમના પરિવાર, ગુરુ અને સેના સાથે ભગવાન શ્રી રામને પાછા લાવવા માટે ચિત્રકૂટ ગયા. ત્યાં જઈને તેમણે ભગવાન શ્રી રામની માફી માંગી અને તેમને અયોધ્યા પાછા ફરવાનું કહ્યું, પરંતુ ભગવાન શ્રી રામે તેમના પિતાને આપેલા વચન મુજબ પાછા જવાની ના પાડી દીધી. તેથી ભરત માત્ર તેમની પાદુકા લઈને પાછા ફર્યા.
6) સિંહાસન પર શ્રી રામની ચરણ પાદુકા : અયોધ્યા આવીને તેમણે ભગવાન શ્રી રામના ચરણ પાદુકા સિંહાસન પર મૂકી અને તેને જ સાંકેતિક રૂપે રામના અંશ માનીને અયોધ્યાની ગાદી સંભાળી.
7) વનવાસીઓનું જીવન : ભગવાન શ્રી રામે ભરતને 14 વર્ષ સુધી અયોધ્યાની સંભાળ રાખવાનો આદેશ આપ્યો હતો, તેથી ભરતે અયોધ્યાની ગાદી સંભાળી પણ પોતે શ્રી રામની જેમ વનવાસીનું જીવતા હતા. તેણે પોતાના તમામ રાજસી સુખનો ત્યાગ કર્યો અને અયોધ્યા નજીક નંદીગ્રામ જંગલમાં ઝૂંપડી બનાવીને રહેવા લાગ્યા.
8) ભગવાન રામથી પણ નીચે સૂવું : ભગવાન શ્રી રામ જંગલમાં જમીન પર સૂતા હોવાથી, ભરતે જમીનમાં એક ફૂટનો ખાડો બનાવ્યો અને ભગવાન શ્રી રામથી પણ નીચે સૂવાનું પસંદ કર્યું. તેમનું સ્થાન ભગવાન શ્રી રામની નીચે હતું, તેથી તેઓ આ રીતે સુતા હતા.
9) જો એક દિવસનો પણ વિલંબ થાય તો ભરત આ-ત્મ-દાહ કરતે : જ્યારે ભરત ચિત્રકૂટમાં શ્રી રામને મળ્યા ત્યારે તેમણે તેમની પાસેથી વચન લીધું હતું કે, જો 14 વર્ષ પૂરા થયા પછી તેઓ (શ્રી રામ) એક દિવસ પણ વિલંબ કરશે, તો તે (ભરત) આ-ત્મ-દાહ કરી લેશે.
10) શ્રી રામને અયોધ્યાના રાજા બનાવ્યા : જ્યારે ભગવાન શ્રી રામ 14 વર્ષ પછી અયોધ્યા પરત ફર્યા ત્યારે ભરતે તેમને એવી જ અયોધ્યા પરત કરી જેવી તેઓ છોડીને ગયા હતા. આ રીતે ભરતે ભાઈનું સંપૂર્ણ કર્તવ્ય નિભાવ્યું અને ધર્મની સ્થાપનામાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું.
👉ALSO READ રામ મંદિર વિશે જાણો