અપેક્ષાઓ

અપેક્ષાઓ

Gujrat
0

 અપેક્ષાઓ



    આ સંસાર જગતમાં દરેક મનુષ્યના મન માં કોઈને કોઈ અપેક્ષાઓ રહેલી હોય છે.. કોઈની ધનદોલત ભેગી કરવાની, કોઈ ને પદ પ્રતિષ્ઠા, અને હાર પહેરવાની, મોટા બનવાની, વૈભવી જીવન જીવવાની, રાજકારણમાં અને સમાજ માં આગેવાન ગીરી ની, આવી તો અનેક અપેક્ષાઓ મનુષ્ય ના જીવનમાં હોય છે.



      સખત મહેનત કરી, સ્વપ્ના પૂરા કરવા મનુષ્ય દિવસ-રાત દોડ્યા કરે છે પરંતુ જીવન માં બધી અપેક્ષાઓ દરેક ની પૂરી થતી નથી.. પરિણામે તે વ્યક્તિના અંદર દુઃખ ઉત્પન્ન થાય છે.. અને તેના જીવન માંથી સુખ-શાંતિ અને આનંદ છીનવાઈ જાય છે..

        દા.ત.. અયોધ્યાના રાજા દશરથજી ને અપેક્ષા હતી કે મારા રામ ગાદીએ બેસે... પરંતુ ગાંદી ના બદલે વનવાસ, મળ્યો... જેથી દશરથજી આ દુઃખ સહન કરી ન શક્યા, અને રામજીના વિયોગ માં મૃત્યુ પામ્યા.. જો કે મારા રામજીને ગાદીનો મોહ તો હતો જ નહીં.. જગતના કલ્યાણ માટે, અસુરો ના નાશ માટે, સાધુ સંતો ભક્તજનો અને ગુરુજનોના રક્ષણ માટે,ધર્મના રક્ષણ માટે, પ્રભુ શ્રી રામનું આ ધરતી ઉપર કલ્યાણના અર્થે અવતરણ થયું હતું...

       વધુ પડતી અપેક્ષાઓ જ દુઃખની માતા છે.. ઘણા વડીલો મોટી ઉંમરના થયા હોય તેમ છતાં, પ્રભુ ભજન કરવાને બદલે, ઘરમાં સલાહ આપતા હોય છે અને તેમનું ધાર્યું કરાવવા જાય છે... પરિણામે દીકરાઓ તેમની વાત સાંભળતા નથી. અને પછી વૃદ્ધાવસ્થામાં પોતાની વાત ને કોઈ મહત્વ ન આપે ત્યારે તેમના અંદર દુઃખ ઉત્પન્ન થાય છે... એટલે અમુક ઉંમર થાય એટલે ફક્ત અને ફક્ત પ્રભુ ભજનમાં લીન રેહવું. હું જ બધું કરી શકુ,એવી મનમાંથી ભાવના દૂર કરવી.



     લગભગ અત્યાર ના સમય માં દરેક વડીલોના સૂચનો ઘરમાં કોઈ લેતું નથી કે તેમને અનુસરતું નથી, કે તેમને કોઈ મહત્વ પણ નથી આપતું અને તેમને કોઈ પૂછતું પણ નથી.. જો આવું થાય તો સમજી લેવું કે આપણે હવે બધી માથાકૂટ માંથી બહાર નીકળી પ્રભુભજન કરવું જેથી આપણે પરમાત્મા સુધી પહોંચી શકીએ..

       આપણે આ સંસારમાં હોય કે ન હોય,સંસાર તો ચાલ્યા જ કરવાનો, આપણાથી કોઈ જ ફેર પડવાનો નથી, એટલે આપણા મન ને પ્રભુ ભક્તિમાં લીન કરી દેવું, જેથી ઘડપણ આકરું નહીં લાગે કે દુઃખ ભર્યું નહીં જણાય..

       જીવનમાં ત્રણ નિયમો હંમેશા રાખવા..

   ચાલશે..

  ભાવશે...

  ફાવશે...

        આ ત્રણ નિયમોથી મનુષ્ય દુઃખમાંથી બહાર નીકળી જશે... અને સુખ શાંતિથી જીવન જીવતા જીવતા પ્રભુભજન કરી શકશે..

        જો જીવનમાં આપણે હોય, છતાં આપણી કિંમત ન થતી હોય તો, મૌન થઈને, પ્રભુ ભજનમાં મન લગાવી દેવું.. અને ખોટી આશાઓ અપેક્ષાઓ છોડી દેવી... પછી તમારું જીવન ઉત્તમ બની જશે..



    મનુષ્ય બીજાના જીવન સાથે પોતાનું જીવન સરખાવે છે, બીજાનું સુખ જોઈ પોતે દુઃખી થાય છે,પરિણામે દુઃખ ઉત્પન્ન થાય છે.. આપણે તો મનુષ્ય અવતાર પ્રભુભજન માટે જ મળ્યો છે, જે કોઈ ની ભાવના આવી હશે તે કોઈ દિવસ દુઃખી થશે નહીં..

      દરેક મનુષ્ય ભાડાના મકાનમાં રહે છે, એકના એક દિવસ તો સૌએ ખાલી કરવું પડશે, તો પછી અભિમાન શેનું હોય, ચિંતાઓ કેમ કરવી, બીજું કે મૃત્યુ સમયે સાથે લઈ જવાની કોઈ પણ વ્યવસ્થા નથી... બધું અહીંયા જ પડી રહેવાનું છે...

🙏🏻 જે નર સમજી ગયા, તેમનો બેડો પાર થઈ ગયો. અને જે જીવનને નથી સમજી શક્યા તેઓ હજુ દુઃખ ના પોટલા લઈને ફરે છે..




Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !