અંધવિશ્વાસ ભગાઓ*.
*ગાડીમાં લીંબુ અને મરચુ બાંધવાથી સુરક્ષા મળતી તો ભારતમાં દુર્ઘટનાનો મૃત્યુદર શુન્ય થઇ જાય.*
*પુજા કરવાથી વ્યાપાર, ઉદ્યોગ ધંધામાં બરકત આવે તો બધા ઉદ્યોગપતિ હોય.*
*મોટા મોટા બાવાઓની પાસે જવાથી આપણા દુખોનું નિવારણ થઇ જતુ હોય તો બધા બાવાઓના ભકતો સુખી હોય.*
*કુંડળી મળી જવાથી પતિ-પત્નિના મન મળી જતા હોય તો બધા એરેન્જ મેરેજ યશસ્વી થયા હોત.*
*યજ્ઞ કરવાથી કોઇ ટીમ જીતી જતી હોય તો ભારત વિશ્વમાં કોઇ રમત હારી ન શકે.*
*જે દિવસે અને જે સમયે આપણો જનમ થયો તે દિવસ અને સમય આપણા માટે સારો જ છે.*
*જન્મ લઇએ ત્યારે કોઇ દિવસ મુહુર્ત નથી જોવામાં આવતુ અને મરવા માટે પણ કોઇ મુહુર્ત નથી જોવામાં આવતુ તો પછી શુભ-મુહુર્તની પાછળ કેમ ભાગો છો.*
*શુભ મુહુર્તમાં જન્મેલ બાળક હંમેશા વૈજ્ઞાનિક, રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને ઉદ્યોગપતિ જ હોય શકે? જો તમારૂ મન નિર્મળ હશે અને પ્રયાસ કરવાની ક્ષમતા હશે તો તમે યશસ્વી થવા માટે કોઇ સમય કે મેહુર્ત રોકી નહીં શકે.*
*એટલા માટે આજ અને અત્યારથી શુભ મુહુર્તમાં પડયા વગર વૈજ્ઞાનિક વિચાર અપનાવો અને બીજાનો સમય બર્બાદ કર્યા વિના યશસ્વી બનો.*
*૩૩ કરોડ દેવી દેવતા ઘરમાં રાખવા છતાં પણ ભરોસો તાળા પર કેમ કરવામાં આવે છે એવુ કેમ?*
*આજ કાલ દેવી દેવતાઓના મંદિર પણ વિજ્ઞાનના ભરોસે છે નહીં તો સીસી ટીવી કેમેરાની શી જરૂર હોય છે.*
*ખોટુ લાગ્યુ હોય તો બે રોટલી વધારે ખાજો પણ સાચુ માનતા શીખો સમજતા શીખો*