યાજ્ઞવલ્કય- મૈત્રેયી સંવાદ
મહર્ષિ યાજ્ઞવલ્કયને બે પત્નીઓ હતી. એકનું નામ મૈત્રેય અને બીજી પત્નીનું નામ કાત્યાયની હતું. આ બંનેયમાં મૈત્રેયી બ્રહ્મવાદિની અને કાત્યાયની સામાન્ય સ્ત્રીના જેવી હતી. યાજ્ઞવલ્કયે આગળના આશ્રમમાં વાનપ્રસ્થાશ્રમમાં પ્રવૃત્ત થવાની, ઇચ્છાથી કહ્યું.
"હે મૈત્રેય ! હું હવે હાલના સ્થાનથી એટલે ગૃહસ્થાશ્રમ થી આગળના સ્થાનમાં વાનપ્રસ્થાશ્રમમાં જવા ઇચ્છું છું.તેથી મારી ઈચ્છા છે કે બીજી ધર્મ પત્ની કાત્યાયની અને તમારી વચ્ચે સંપત્તિની વહેચણી કરી દઉં."
મૈત્રેયી બોલી ,"હે ભગવાન ધન- ધાન્યથી ભરેલી આ સંપૂર્ણ ધરતીની જો હું માલકીણ બની જાઉ, તો શું હું અમર પદ મેળવી શકીશ ? "
મહર્ષિ યાજ્ઞવલ્કયે કહ્યું ,"ના.જેવી રીતે સાધન-સંપન્ન લોકોનું જીવન હોય છે. એવું જ તમારું જીવન બની જશે . ધન દ્વારા અમર પદ ની આશા ન કરવી જોઈએ."
મૈત્રેય બોલી કે ,"હે સ્વામી ! જે ધન-એશ્વર્યથી હું અમરત્વ પ્રાપ્ત કરી શકું નહીં, એને ગ્રહણ કરીને હું શું કરીશ?" હે ભગવાન ! આપ અમૃતત્વ પ્રાપ્ત કરવાનો કોઈ ઉપાય જાણતાં હોય તો , એ મને જણાવવાનો અનુગ્રહ કરો. "
યાજ્ઞવલ્ક્યે કહ્યું, " હે મૈત્રેય ! તમો અમારી પ્રિયા તરીકે છો અને હજુ પણ અમારા માટે આનંદની વૃદ્ધિ કરી રહેલ છો. તમે આવીને બેસો .હું તમારા માટે અમરત્વને મેળવવાનો ઉપદેશ પ્રદાન કરું છું. તમો અમારા ઉપદેશનું અનુપાલન કરજો."
યાજ્ઞવલ્કય કહ્યું, હે મૈત્રેયી ! પતિની આકાંક્ષાપૂર્તિ માટે પતિ પ્રિય હોતો નથી. પરંતુ પોતાની આત્મીયતાની આકાંક્ષાપૂર્તિ માટે પત્ની પતિને પ્રિય હોય છે. એ જ પ્રમાણે પત્નીના પ્રયોજન માટે નહીં, પરંતુ પોતાના પ્રયોજન માટે જ(પતિ ને) પત્ની પ્રિય હોય છે. આવી રીતે પુત્ર, ધન, પશુ વગેરે... બધાના હિતને નિમિત્તે નહીં, પરંતુ પોતાના હિતને માટે બધાં પ્રિય હોય છે.
એટલા માટે હે મૈત્રેય ! આ આત્મા જ દર્શન કરવા યોગ્ય , શ્રવણ કરવા યોગ્ય , મનન કરવા યોગ્ય તથા અનુભવ કરવા યોગ્ય છે.
ખરેખર આત્માને જ જાણવો જોઈએ.આત્મા અને બ્રહ્મ બંને એક છે. तद्ब्रह्म तदमृतं स आत्मा (छां.उप.८/१४/१) આત્માને જાણ્યા વિના બધું જ અધુરું છે.
આત્મા ને ઓળખ્યા વિના રે,
ભવના ફેરા ક્યાંથી રે ટળે હો જી….
તારી ભ્રમણા ને ભાંગ્યા વિના રે…
લખ ચોરાસી ક્યાંથી રે ટળે રે જી….
હંસલો ને બગલો….
હે રંગે રૂપે એક છે રે હો જી….
એતો એના આહાર થકી ઓળખાય રે….હાં ….હાં…..હાં….
આત્મા ઓળખા વિના રે…
કોયલ ને કાગ રે….
હે…જી રંગે રૂપે એકજ છે રે હો જી…..
એ એની વાણી થકી વરતાય રે….હાં ….હાં…..હાં….
સતીને ગણીકા રે…..
હે….રૂપે રંગે એક જ છે રે હો જી…..
સતી એની સેવા થકી ઓળખાય રે….હાં ….હાં…..હાં….(4)
આત્મા ઓળખા વિના રે….
ગુરુ ના પ્રતાપે રે….
હે બાઈ મીરા બોલિયાં રે જ….
દેજો અમને ગુરુ ચરણો માં વાસ રે જી…હાં ….હાં…..હાં….
આત્મા ને ઓળખ્યા વિના રે,
ભવના ફેરા ક્યાંથી રે ટળે હો જી….
તારી ભ્રમણા ને ભાંગ્યા વિના રે…
લખ ચોરાસી ક્યાંથી રે ટળે રે જી….