ઉપનિષદની નિષ્ઠા પૂર્ણ વાતો
વેદ અધ્યાપન પછી આચાર્ય પોતાના તરફથી બધા છાત્રોને અનુશાસન સમજાવે છે.
સત્ય બોલો, ધર્મનું આચરણ કરો ,સ્વાધ્યાયમાં પ્રમાદ ન કરો, આચાર્યને શ્રેષ્ઠ ધન પ્રદાન કરો ,સંતાનની પરંપરા તૂટવા ન દો ,સત્ય થી ડગસો નહીં ,ઘર્મથી ડગસો નહિ , શુભ કર્મમાં પ્રમાદ ન કરો, પ્રગતિનાં સાધન ન છોડો, શાસ્ત્રોના અધ્યયન-અધ્યાપનમાં પ્રમાદ ન કરો.
દેવ અને પિતૃકર્મોનો ત્યાગ ન કરો. માતા-પિતાને દેવ રૂપ માનો, આચાર્યને દેવતા સમજો. અતિથિને દેવરૂપ માનો .જે દોષરહિત કર્મ વર્ણવ્યા છે, એનું અનુસરણ કરો ,બીજાનું નહીં. શાસ્ત્ર આદિમાં વર્ણવેલા જે શ્રેષ્ઠ ચરિત્ર છે, એની જ ઉપાસના કરો, પોતાનાથી શ્રેષ્ઠ આચાર્ય વગેરે આવે એને ઉત્તમ આસન આપીને આરામ આપવો જોઇએ.
દાન વગેરે શ્રદ્ધાપૂર્વક આપવું ,શ્રદ્ધા વગર ના આપવું .આર્થિક સ્થિતિને અનુરૂપ દાન આપવુ, લજ્જાથી તથા ભયથી પણ દાન આપવું. મૈત્રી વગેરેના નિર્વાહ માટે દાન આપવું જોઈએ.
અગર આપને કર્મ અને આચરણના વિષયમાં ગમે તે પ્રકારનો સંદેહ હોય ત્યારે વિચારશીલ, પરામર્શદાતા ,આચરણ નિષ્ઠ, નિર્મળ બુદ્ધિવાળા, ધર્માભિલાષી વ્યક્તિ સાથે પરામર્શ કરવો જોઈએ .એ જે વ્યવહાર નો ઉપદેશ આપે એવો વહેવાર ત્યાં કરવો જોઈએ.
આ જ વેદની આજ્ઞા છે .ઈશ્વરનું અનુશાસન છે. આ સિદ્ધાંતોની ઉપાસના કરવી જોઈએ .
ગુરુ અહીં શિષ્યને ઉપદેશ આપતા જણાવે છે કે અમારા થી કોઈ શ્રેષ્ઠ તત્વવેતા હોય તો તેની પાસે જઈને જ્ઞાન પ્રાપ્ત કરજે.
उतिष्ठत जाग्रत प्राप्य वरान् निबोधत ।
क्षुरस्य धारा निशिता दूरत्यया दुर्गं पथस्तत्कवयो वदन्ति ।।(कठ. उप. १/३/१४)
હે મનુષ્યો ! જાગો,ઊઠીને ઊભા થાવ અને શ્રેષ્ઠ તેમજ જ્ઞાની પુરુષો પાસેથી જ્ઞાન મેળવીને પરમ તત્વને જાણો. વિદ્વાન લોકો કહે છે કે આ માર્ગ એટલો મુશ્કેલ છે કે જેટલું છરાની ધાર પર ચાલવું.
ઉપનિષદની વાતોને નરસિંહ મહેતાએ સરળ શબ્દોમાં સમજાવી છે.
વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે
પરદુઃખે ઉપકાર કરે પણ મન અભિમાન ન આણે રે
.. વૈષ્ણવજન
સકળ લોકમાં સહુને વંદે નિંદા ન કરે કેની રે
વાચ- કાચ -મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે
...... વૈષ્ણવ જન
સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી પરસ્ત્રી જેને માત રે
જીહ્વા થકી અસત્ય ન બોલે, પરધન નવ ઝાલે હાથ રે
...... વૈષ્ણવ જન
Com