સતી અનસૂયા

સતી અનસૂયા

Gujrat
0

 

સતી અનસૂયા

                     પૌરાણિક કથા પ્રમાણે, પત્ની અનસૂયા અત્રિ ઋષિ નાં આશ્રમમાં રહેતાં હતા.અત્રિ મહાન ઋષિ હતાં. જેનો ઉલ્લેખ સપ્ત ઋષિમાં થાય છે. 
 
       પદ્મપુરાણ, વિષ્ણુપુરાણ, મત્સ્યપુરાણ વગેરે માં સપ્ત ઋષિ ઓનો ઉલ્લેખ મળે છે. સપ્ત ઋષિની ઉત્પત્તિ બ્રહ્માજીના મસ્તક માંથી થઈ છે. 


कश्यपोऽत्रिर्वसिष्ठश्च विश्वामित्रोऽथ गौतमः।
जमदग्निर्भरद्वाज इति सप्तर्षयः स्मृताः ॥
(कश्यप, अत्रि, वसिष्ठ, विश्वामित्र, गौतम, जमदग्नि, भारद्वाज - ये सात ऋषि हैं।)
કશ્યપ,  અત્રિ, વસિષ્ઠ, વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્નિ, ભારદ્વાજ - એ સાત ઋષિઓ છે. 

सप्त ब्रह्मर्षि-देवर्षि-महर्षि-परमर्षय:।

काण्डर्षिश्च श्रुतर्षिश्च राजर्षिश्च क्रमावरा:।।( रत्नकोष) 

 અર્થાત ્ બ્રહ્મર્ષિ, દેવર્ષિ, મહર્ષિ, પરમર્ષિ, કાંડર્ષિ, શ્રુતર્ષિ, રાજર્ષિ આ સાતેય ક્રમ અવર છે.
 
इसीलिए तो ‘रिष’ धातु से ऋषि शब्द बना – ऋषति संसारस्य पारं दर्शयति, इति ऋषि:। 
'रिष' ધાતુથી  'ઋષિ' શબ્દ બન્યો છે. ऋषति संसारस्य पारं दर्शयति, इति ऋषि:। 'ઋષિ' શબ્દનો અર્થ છે, સંસારની પહેલી પાર જોઈ શકે અથવા સંસારથી ઉપર જોઈ શકે, જાણી શકે તે ઋષિ છે. 
आहार निद्रा भय मैथुनं च सामान्यमेतत् पशुभिर्नराणाम् । धर्मो हि तेषामधिको विशेष: धर्मेण हीनाः पशुभिः समानाः ॥ 
    આહાર ,નિદ્રા, ભય, મૈૈૈથુન- આ ત્રણેય મનુષ્ય અને પશુઓમાં સમાન છે. માણસોમાં ધર્મ પ્રધાન છે. જેની વગર નું   માણસ નું જીવન  પશુતુલ્ય છેે. 
ધર્મને જાણે તેની રેણિયે ચાલે છે તે જ સંસાર થી ઉપર ઉઠેલ જીવન છે, તે જ ઋષિ જીવન છે. 

      એવા મહાન ઋષિ અત્રિ- સતી અનસૂયા પતિ- પત્ની નું ઉતમ જીવન જીવતા હતાં. 

       અનસૂયાને પોતાના સ્વામી પ્રત્યે અપાર ભક્તિ હતી. એકવાર સતી અનસૂયાની સ્વામીભક્તિ વિશે બહ્માના માનસપુત્ર નારદે બ્રહ્માણી, લક્ષ્મીજી અને રુદ્રાણી સામે વખાણ કર્યા, નારદે કહ્યું હતું કે સતી અનસૂયા જેવી પવિત્ર અને સ્વામી પ્રત્યે પ્રેમ-ભક્તિ રાખે છ એવી કોઈ દુનિયામાં સ્ત્રી નથી. આથી ત્રણેય દેવીઓનાં મનમાં ઇર્ષા જાગી, 
સતી અનસૂયા પ્રત્યે. 
ભાગવત પુરાણ ના ત્રીજા સ્કંદ -  માં અનસૂયાના પરિવારની વાર્તા છે. ઋષિ કર્દમાએ સ્વયંભુ મનુની પુત્રી દેવહુતિ સાથે લગ્ન કર્યા. તેમના દસ સંતાનો હતા, એક પુત્ર કપિલ મહર્ષિ (ભગવાન વિષ્ણુનો અવતાર) અને નવ પુત્રીઓ. તે નવ પુત્રીમાં અનુસુયા એક હતી. દરેક પુત્રીનાં લગ્ન  ઋષિ સાથે થયાં હતાં અને અનસૂયાનાં લગ્ન અત્રિ મહર્ષિ સાથે થયાં હતાં.

        તેઓ ત્રિમૂર્તિ બ્રહ્મા, વિષ્ણુ, શિવનો    અવતાર - દત્તાત્રેય ; શિવનો અવતાર - ક્રોધી ઋષિ દુર્વાસાને બ્રહ્માનો અવતાર એવા ચંદ્રાત્રિ (ચંદ્ર)ની માતા હતા. તેઓ ઋષિ કર્દામા અને તેની પત્ની દેવહુતિની પુત્રી હતા. ઋષિ કપિલ તેમના ભાઈ અને ગુુુુરુુ હતા. તેઓ સતી અનુસુયા - પવિત્ર પત્ની અનુસુયા તરીકે પણ ઓળખાય છે
 

અનસૂયા (સંસ્કૃત: अनसूया અર્થ: ઈર્ષ્યા અને જલનથી મુક્ત"), અથવા અનુસુયા એ હિિંદુ દંતકથામાં અત્રિ નામના પ્રાચીન ઋષિના પત્ની હતા.


       રામાયણ તેઓ ચિત્રકુટના જંગલના દક્ષિણ છેવાડે એક નાના આશ્રમમાં તેના પતિ અત્રિ સાથે રહેતા એવો ઉલ્લેખ છે. તેઓ ખૂબ જ ધર્મનિષ્ઠ હતા અને હંમેશાં તપ અને ભક્તિનો અભ્યાસ કરતા હતા. આનાથી તેમને ચમત્કારિક શક્તિ પ્રાપ્ત થઈ હતી.
Rama visits Atri.jpg
       અત્રિ ઋષિના આશ્રમની મુલાકાતે  રામ, લક્ષ્મણ અને સીતા આવેલા. અત્રિએ રામ અને લક્ષ્મણ સાથે વાત કરે છે અને રામની પત્ની  સીતા અનસૂયા સાથે સંવાદ કરે છે. 

     સીતા અને રામ જ્યારે તેમના વનવાસ દરમિયાન અત્રિ ઋષિના આશ્રમની મુલાકાતે આવ્યા હતા ત્યારે અનસૂયા તેમની ખૂબ સંભાળ રાખતા હતા અને તેમણે સીતાને એક લેપ આપ્યો હતો જેથી તેમની સુંદરતા કાયમ જળવાઈ રહે. વસ્ત્ર મેલા ન થાય. 

     

ત્રિદેવની પરીક્ષા

         એક દંતકથા અનુસાર, એકવાર દેવર્ષિ નારદે માતા પાર્વતી, લક્ષ્મી અને સરસ્વતીને માતા અનસુયાની ખુબ જ પ્રશંસા કરી અને તેમને સંસારની સૌથી મોટી પતિવ્રતા સ્ત્રી હોવાનું કહ્યું. ત્રણેય દેવીઓને માતા અનસુયાથી ખૂબ જ ઇર્ષા થઈ અને અનસુયાના સત્ત્વને વિસર્જન કરવાનું નક્કી કર્યું. તેથી તેઓએ તેમના પતિઓને એટલે કે, ત્રિદેવ બ્રહ્મા, વિષ્ણુ અને શિવને માતા અનસુયાની પરીક્ષા કરવાનું કહ્યું અને જ્યારે તેઓએ તેમ ન કરવાનું કહ્યું, ત્યારે ત્રણેય દેવીઓ ત્યાંથી ચાલી ગઈ.

      ત્રણેય દેવીઓને ઘણું સમજ્યા પછી પણ તે રાજી ન થઈ, ત્યારે બ્રહ્મા, વિષ્ણુ અને ભગવાન શિવ ત્રણેય બ્રાહ્મણો વેશ ધારણ કરીને મહર્ષિ અત્રિના આશ્રમમાં આવ્યા. માતા અનસુયાએ તેમનું સ્વાગત કર્યું. બ્રાહ્મણ દેહધારી ત્રિદેવે ભિક્ષા માંગી અને કહ્યું કે, તમે વસ્ત્રો પેહરીયા વગર ભિક્ષા આપશે તો જ અમે ભિક્ષાને ગ્રહણ કરીશું.


       માતા અનસુયા ખૂબ ચિંતિત થઈ ગયા કે જો તે બ્રાહ્મણોની વાત સાંભળશે નહીં તો સત્ત્વનો નાશ થશે અને જો તેણી સહમત નહીં થાય તો બ્રાહ્મણને ભિક્ષા ન આપવાનો પાપ લાગશે. તેથી તેઓએ તેમના તપોબળથી ત્રણેય બ્રાહ્મણોને નવજાત શિશુ બનાવી દીધા અને તેમને એક માતા તરીકે પોતાનું દૂધ પીવડાવીને ત્રણેય બ્રાહ્મણોને ઘોડિયામાં સુવડાવી દીધા.

      બીજી બાજુ જ્યારે ત્રણેય દેવીઓને ખબર પડી કે સતી અનસુયાએ ત્રિદેવને નાના બાળકો બનાવી દીધા છે, ત્યારે તેણે સતી અનસુયાની સંતોષ શક્તિનો અહેસાસ થયો અને તે ત્રણેય દેવીઓ માતા અનસુયાના આશ્રમમાં ગઈ અને ક્ષમા માંગી અને તેના પતિને ફરી વાસ્તવિક રૂપમાં લાવવાની વિનંતી કરી.યારે માતા અનસુયાએ ત્રિદેવને વાસ્તવિક રૂપ પાછું આપ્યુ, ત્યારે ત્રિદેવે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે તેને વરદાન માંગવાનું કહ્યું, ત્યારે માતા અનસુયાએ કહ્યું કે મારે કોઈ સંતાન નથી, તેથી હું તમને બધાને પુત્રો તરીકે મેળવવા માંગું છું. ત્યારે ત્રણેય દેવોએ તેને તથાસ્તુ કહીને વરદાન આપ્યું હતું.

માતા અનુસુયાના આ વરદાન સ્વરૂપે બ્રહ્માએ ચંદ્ર સ્વરૂપમાં, વિષ્ણુએ શ્રી દત્તના રૂપમાં અને શિવજી દુર્વાસાના સ્વરૂપમાં માતા અનુસુયાને ત્યાં જન્મ લીધો હતો.

अव्यावृत्तभजनात् ॥३६॥( નારદ ભક્તિ સૂત્ર) 
અવ્યાવૃત્તભજનાત્ ॥૩૬॥
ભાવાર્થ - અખંડ ભજનથી (ભક્તિનું સાધન) સમ્પન્ન હોય છે.

    અખંડ ભક્તિનું સાધન ભજન છે. પતિ- પત્નીએ બંનેએ સાથે રહીને ભક્તિ કરવાની છે. જેનો ઉપદેશ રામદેવજી મહારાજ પોતે આપે છે. 


એવી ભકિત કરો તો હરજી અગમભેદ જાણો
એજી તમને કહ્યું તે વચનમાં ચાલો રે હા...

     સવરા મંડપમાં બીરાજમાન પીર રામદેવજી મહારાજ ભાટી હરજી ને સંબોધીને કહે છે કેઃ હે હરજી તમે તો ભકત ઉધ્ધવજીના અવતાર છો માટે નિજારી ભક્તિ (આત્મ સ્વરૂપમાં મસ્ત પ્રેમ ભક્તિ) કરો તો પહેલા નિજાર ભકિત યોગનાં અગમ ભેદ ને જાણો. જે બુદ્ધિની સીમાથી પર છે. એવો અગમ દેશ છે કે જયાં બુદ્ધિ પણ નથી પહોંચી શકતી. જેને આદિ અનાદિ મહાપુરૂષો એ સાધન સિધ્ધ કરેલ છે એવા અગમ રહસ્યને જાણો. હે હરજી ! એવા અગમ દેશના ભેદને પુરી રીતે જાણો અને હું તમને જે સત વચન કહું તેને સત્ય માનીને એના આધાર પર આગળ વધો.

                                  

એવો ધર્મ જુનોને હરજી, નિજાર પંથ આદિજુગનો રે એજી તમે મોટા મુનિવર થઇને માલો રેહાં.... – ભક્તિ

       હે હરજી ! આ નિજાર ધર્મ (આત્મ ધર્મ) તો આદિ જુગનો જુનો ધર્મ છે. તે સનાતન છે. સર્વનો આદિ પંથ છે. આ નિજીયા પંથ અર્થાત નિજ આત્મ સ્વરૂપ નો સાક્ષાત્કાર. અને માયાની વિસ્મૃતિ અને બસ એક પર બ્રહ્મ આત્મદેવ પ્રાપ્તિ માટે મોટા મોટા મુનિવરે પોતાના જીવની હરેક પળ આત્માભિમુખ રહીને જ્ઞાન અને યોગ સમાધિ દ્વારા આત્મ દર્શન કરીને જગતને ઉપદેશ આપ્યો છે. માટે આપ પણ એવા મુનિવર થઇને આત્માની આનંદ સ્વરૂપનો અનુભવ કરો.
                     
                                   
                             
એવો જતિ રે સતીનો ભેદ, તમે જાણો રે જી.
અને પછી નિજીયા ધર્મ ઉરમાં આણો રે હાં – ભકિત.
       હે હરજી ! પ્રથમ તમે જતિ સતીના ભેદને જાણો . અર્થાતઃ જતિ એટલે કેવળ એ નહી કે જે ખાલી જટા વધારી, ભસ્મ લગાવીને ચિપીયો ઝોળી ધારણ કરીને ઘરે ઘરે ફરતા હોય એ નહી. પણ જતિ એને કહેવાય કે જેણે હઠયોગ,રાજયોગ અને જ્ઞાનયોગ જેણે સિદ્ધ કર્યા છે એવા મહાના યોગીને જતિ કહેવાય. અને સતી એટલે સમાન્ય સ્ત્રી નહી પણ જેના રોમે રોમમાં સત્ય ભરેલું છે. અને જે પરમતત્વ સત્યનીજ ઉપાસક છે એ સતી ! અર્થાત્ જેની વાણીમાં સત્ય છે. દરેક કાર્યમાં સત્ય છે. દ્રષ્ટિ માં સત્ય છે. અને જે સારીએ સૃષ્ટિમાં સત્યનું જ દર્શન કરતી હોય છે. એને સતી કહેવાય. એટલે કેઃ સત્યમ ,શિવમ્ ,સુંદરમ અર્થાત જે સત્ય કલ્યાણકારી અને સુંદર છે. એવા દ્રઢ નિશ્ચય ઉપર ચાલવાવાળી છે.
હે હરજીભાટી ! એવા જે જતિ અને સતી છે. એનો ભેદ બરાબર જાણો ! અને એ અનુસાર નિજીયા ધર્મને હદયમાં ધારણ કરો.

                                
એવા મુળ રે વચનનો હરજી, મર્મ સમજી લ્યોને,
એજી તમે સાબુત રાખજો દાણો હા... હા....
      હે હરજી ! તમે મુળ વચનનો મર્મ સમજી લ્યો અને બિંદુ રૂપી દાણાને સ્થિર સાબુત કરીને જાણો. અર્થાત્ મુળ શબ્દ ૐકાર છે જેનું બીજુ નામ પ્રણવ છે. એ છે ॐ કાર બીજના મર્મને જાણો. એ બ્રહ્મવાચક શબ્દ છે. અ-ઉ-મ-ની સંધિથી ૐકાર શબ્દ બન્યો છે. અંદર જાતો સ્વાસ પ્રાણ અને બહાર નિકળતો સ્વાસ અપાન બે બન્નેના મધ્યનું ગુંજન ૐકાર છે. નાભિથી ઉઠીને બ્રહ્મરંધ્ર સુધી પહોંચે એવો લાંબો અને ઉંડા અવાજથી ઉચ્ચારણ કરીને અ-ઉ-મ-ની અર્ધમાત્રા અને બિંદુ યુકત આ કારની આકૃતિનું ધ્યાન ધરવું દરેક વેદમંત્રની આગળ ૐ શબ્દ લાગે છે. એનું કારણ એ છે કે ૐકાર જ બ્રહ્મ છે. ૐ કારમાં છુપાયેલું જ્ઞાન ત્રણેય લોકમાં સમાયેલું છે. સત્વ રજ અને તમ ત્રણ ગુણ તથા બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. એ ત્રણ દેવ તથા ગણપતિ આદી શકિતનું અધિષ્ઠાન સ્થાન ૐકાર છે.
હે હરજીભાઠી ! આ પ્રમાણે મેં જે રીત બતાવી એ અનુસાર ધર્મના મતે તમે જાણો અને બીજ તત્વરૂપી દાણાને સ્થિર અર્થાત સાબુત રાખીને રહો.

                                   

એવા જતિ રે પુરૂષને કદી જાળ નવ વ્યાપે રે...
એવી સતી નાર પર પુરૂષને ત્યાગે રેહા...

       હે હરજી ! એ પ્રમાણે જતિ પુરૂષને કદી માયાની ઝાળ વ્યાપતી નથી અને કદી પણ કામ ક્રોધ લોભ મોહને વશ થતા નથી એને જતિ પુરૂષ કહેવાય છે. અને એ પ્રમાણે સતી નારી પોતાના પતિ સિવાય સ્વપ્નમાં પણ પર પુરૂષની યાદ નથી કરતી. બસ એક પોતાના પતિ સિવાય અન્ય પુરૂષ જેને ભાઇ બાપ તથા દીકરા સમાન છે. એનું નામ સતી છે.
જે રીતે સાધના કરવાવાળો સાધક કદી પણ અસત્યની આગમાં નથી પડતો એમ સતી નારી કામી નુગરા પર પુરૂષનો હંમેશા ત્યાગ કરે છે.

                                
એવી વિષયની વાસના, જેના અંગડા માં ન વ્યાપે,
એજી એને લાગે નહી. મોહના બાણ રે હા....

  હરજી ! એવા જે યોગી પુરૂષ છે તેને કામદેવ નથી સતાવી શકતો એવા જતિ સતીઓના અંગમાં વિષયની વાસના કદી વ્યાપતી નથી. અને એને મોહના બાણ નથી લાગતા. એવા નરનારી નિજારના નિમાધારી કહેવાય છે.

                                  
એવા પ્રથમરે હરજી કામનાના બીજને બાળો,
અને પછી રજને વિરજને સંભાળો રે હા...

     હે હરજી ! નિજાર ધર્મ તો સંયમ નિયમ અને વાસના રહિત નિર્વિકાર છે. માટે પહેલા તમે તમારી દશેન્દ્રિયોને વશ કરીને કામ બીજને બાળો અને પછી રજ અને વિરજ (વીર્ય) ને સંભાળો અને તેની ઉદર્વગતિ કરો જેથી વીર્યબિંદુનો નાશ ન થાય. હે હરજી ! કામ મનુષ્યને રોગી બનાવે છે. અવળે માર્ગે દોરે છે. માનસિક શકિતનો નાશ કરે છે. બળ બુદિધ આરોગ્યની નાશ કરે છે. શરીરની ધાતુને બાળી નાખે છે. અને નિસ્તેજ કરી નાખે છે.આત્માને અને મનને મેલા કરે છે. માટે હે હરજી ! તમે તમારા મનની સઘળી કામનાઓ અર્થાત ઇચ્છાઓના બીજને બાળી દિયો. જયારે બીજ બળી ગયા પછી વૃક્ષજ પેદા કયાંથી થાય. અર્થાત સ્ત્રી પોતાના રજ ઉપર અને પરૂષ પોતાના વિર્ય ઉપર નિયંત્રણ રાખે તો પછી વિષય વાસનાનો પ્રશ્ન જ કયાંથી રહે. પછી તેને વિષય વાસના ઉત્પન જ ન થાય એવા નર નારીને મનમાં મોહની અસર ન થાય.

                                     
કર્મ રહિત રે હરજી ક્રિયાને કમાવો રે.
એવા ગુરૂના વચને મનને વાળો રે હા..

     હે હરજી ! તમે કર્મ રહિત યોગ ક્રિયાને કમાવો અને ગુરૂના વચને મનને વાળો. અર્થાત કર્મફળની આશા રાખ્યા વિના જ કોઈપણ ક્રિયા નિષ્કામ ભાવે જ કરો. એટલે કે આ કામ હું જ કરૂ છું એવો ભાવ અંતરમાંથી કાઢી નાખીને શુભ કામ કરતાં રહીને સત્યની કમાઇ કરો. અને ગુરૂદેવે તમને જે ઉપદેશ દીધો છે. એવા ગુરૂના વચનોમાં વિશ્વાસ રાખીને તમે તમારા મનને એ તરફ લઇ જાવ. ત્યારે તમે સાચા નિજારી કહેવાઓ.

                                   
એવા જતિરે પુરૂષ વિના હરજી, જામો નહી જામે રે...
અને સતી વિનાનો ધર્મ નહી ચાલે રે હા..

   હે હરજી ! નિજીયાધર્મ તો નિષ્કલંક ધર્મ છે. માટે આ નિજારપંથમાં જતિ પુરૂષ વિના જામો નહી જામે અને સતી વિનાનો ધર્મ પણ નહીં ચાલે. હે હરજી ! ઉર્વરતા યોગી પુરૂષ અને એવી જ ઉર્ધ્વરેતા શકિત મહા સતીનો જયાં મેળો હોય એને જમા જાગરણ કહે છે. અને એવા જમા જાગરણમાં જયા આનંદ અને ઉમંગ ઉછળતા હોય એવા જાગરણમાં તન અને મન બને ને પ્રફુલ્લ રાખે છે. એવા યોગી જતિ પુરૂષ અને મહાન સંયમ શિલ સતી નારી વિના આ નિજીયા ધર્મ (સનાતન ધર્મ) આગળ નહી ચાલે. અને એવા સાચા નિજારી નર નાર વિના એનો પ્રચાર નહી થાય.


ભગતી કરો તો હરજી આગમ ભેદ જાણો રે‚ અને કહું તે વચનું માં હાલો રે હાં

ધરમ જૂનો છે હરજી ! નિજારપંથ આદિરે‚ મોટા મુનિવર થઈને તમે મ્હાલો રે હાં…

જીત રે સતીનો હરજી ! ભેદ જાણો રે હાં‚ પછી નિજીયા ધરમ ઉર આણો રે હાં…

મૂળ રે વચનનો હરજી ! મરમ સમજી લ્યો‚ તમે સાબીત રાખજો દાણો રે હાં…

જીત રે પુરૂષને મોહઝાળ નહીં વ્યાપે રે હાં‚ એવી સતી નારી પર પુરૂષનેં ત્યાગે રે હાં…

વિષયની રે વાસના એના અંગડામાં નાવે‚ એને મોહનાં બાણ નવ લાગે રે હાં…

કામનાનાં બીજને હરજી ! પેલાં બાળો રે હાં‚ પછી રજ ને વીરજને સંભાળો રે હાં…

કર્મ રહિત હરજી ! ક્રિયા રે કમાવો તમે ગુરુના વચન ને પાળો રે હાં…

જીત રે પુરૂષ વિના જામો નહીં જામે રે હાં‚ સતી વીનાનો ધરમ નહીં હાલે રે હાં…

આતમાને ઓળખી ને હરજી ! દેહ ભાવ મટાડો પછી મનડાને બાંધોને વેરાગે રે હાં…

લિંગ ને રે ભંગનો હરજી ! ભાવ મટાડો રે‚ એવી યોગની ક્રિયાને કમાવો રે હાં…

કરમ કરશો તો હરજી ! ધરમ જાશો હારી એવા અંતરે વચન સાંભળો રે હાં…

સતિયા રે થઈ ને તમે સતમાં ખેલો રે હાં‚ એવી સતની સદા છે સવાઈ રે હાં…

બાળ નાથ ચરણે બોલ્યાં સિદ્ધ રામદે‚ પછી સતની આગળ નથી બીજું કાંઈ રે હાં…





Co

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !