પ્રાણ વિદ્યા
માનવદેહમાં કઈ ઇન્દ્રિય સર્વ શ્રેષ્ઠ છે .તે વિશે એક અખ્યાયિકા છે .
એકવાર બધી જ ઇન્દ્રિયો પરસ્પર વિવાદ કરવા લાગી અને કહેવા લાગી" હું શ્રેષ્ઠ છું અને હું જયેષ્ઠ છું."પ્રશ્નોના સમાધાન માટે બધી જ ઇન્દ્રિયો પ્રજાપતિ પાસે જાય છે અને પૂછે છે કે "ભગવાન ! અમારા માંથી કોણ શ્રેષ્ઠ છે. " ત્યારે પ્રજાપતિએ ઉત્તર આપ્યો કે" તમારા માંથી જે તત્વના નીકળી ગયા બાદ શરીર કામ કરતું અટકી જાય તે તત્વ તમારામાં શ્રેષ્ઠ છે."
સૌપ્રથમ વાક્ ઇન્દ્રિયે એ પ્રસ્થાન કર્યું. યથાર્થ શરીરમાંથી વાણી બહાર નીકળી ગઈ. એક વર્ષ સુધી શરીરની બહાર રહ્યા બાદ પાછા ફરીને પૂછ્યુ ,"મારા વિના તમો જીવિત કેવી રીતે રહ્યા ? " ત્યારબાદ બધી જ ઇન્દ્રિયો એ કહ્યું" જે પ્રમાણે ગુંગો વાણી બોલ્યા સિવાય રહે તેમ"
ત્યારબાદ નેત્રએ પ્રસ્થાન કર્યું. એક વર્ષ સુધી બહાર રહ્યા બાદ પાછા ફરીને પૂછ્યુ" મારા વિના તમો જીવિત કેવી રીતે રહી શકયા ?'ત્યાં તૈયારી બધી ઈન્દ્રીઓ એ કહ્યું "જે રીતે નેત્રહીન રહે છે તેમ "
એના પછી શ્રોત્રએ પ્રસ્થાન કર્યું. એક વર્ષ સુધી પ્રવાસમાં રહ્યા બાદ પાછા ફરીને પૂછ્યુ કે" અમારા વિના તમે કેવી રીતે રહ્યા" ત્યારે બધી ઇન્દ્રિય એ કહ્યું "જે રીતે બહેરો વગર સાંભળીયે રહે તેમ."
ત્યારબાદ એક વર્ષ માટે મને પ્રસ્થાન કર્યું. મને પાછા આવીને તે બધી ઈન્દ્રિયોને અને પૂછવા લાગ્યા. "મારા વગર તમે કેવી રીતે જીવતા રહ્યા. " ત્યારે મન ને કહ્યું, "જે રીતે નાના બાળકો કે જેમનું મન વિકસિત થયેલું હોતું નથી તેમ."
બધી ઈન્દ્રીઓ પછી શરીરમાંથી પ્રાણ બહિર્ગમન કરવા તત્પર થાય છે. પ્રાણને જતાં જ સમસ્ત ઇન્દ્રિઓ પોતપોતાની રીતે મુક્ત થઈ. ત્યારે સહુએ પ્રાણને નિવેદન કર્યું કે ,"ભગવાન !આપ આપના સ્થાને રહો. આપ જ અમારા બધામાં શ્રેષ્ઠ છો. આપ બહાર જશો નહીં."
ત્યારબાદ સમસ્ત ઈન્દ્રિયોને ન વાણી , ન નેત્ર,ન શ્રોત્ર, ન મન, પરંતુ બધાને પ્રાણથી સંબોધિત કરે છે.
પ્રાણને સાક્ષાત બ્રહ્મના રૂપેમાં સ્વીકારેલ છે. प्राणो वै ब्रह्म (जै. उप. ३/३८/२) તેને શોધવાની મહેનત કરવી જોઇએ કેમ કે તે બ્રહ્મ છે. વળી , શરીરની અંદર છે. જેને ધ્યાન-યોગ વગેરે થી શોધી શકાશે.સંતોએ પોતાના ભજનમાં એ જ વાત કરી છે.
હૃદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો છે........
હ્રદયમાં વસ્તુ છે અનમોલ,
તારા તે ઘટમાં મારો પિયુજી બિરાજે.
અંતરે પટ જો ને ખોલી.......
Com