સંત ના લક્ષણો
સંતનાં ૬૪-લક્ષણ
(૧ ) દયાળુ,
(૨) ક્ષમા વાળા,
(૩ ) સર્વ જીવનું હિત ઇચ્છનારા,
(૪) ટાઢ,તડકો,આદિક સહન કરનારા,
(પ ) કોઈના પણ ગુણમાં
દોષ નહીં જોનારા,
(૬) હમેશા શાંત,
(૭) જેનો શત્રુ નથી થયો એવા,
(૮) અદેખાઈ તથા વૈરથી રહિત,
(૯) માન તથા મત્સરથી રહિત,
(૧૦) બીજાને માન આપનારા,
(૧૧) પ્રિય અને સત્ય બોલનારા,
(૧૨) કામ, ક્રોધ, લોભ તથા મદથી રહિત,
(૧૩) અહં-મમત્વ રહિત,
(૧૪ ) સ્વધર્મમાં દ્રઢ રહેનારા,
(૧૫) દંભ રહિત,
(૧૬) અંદર અને બહાર પવિત્ર રહેનારા,
(૧૭) દેહ તથા ઇન્દ્રિયોને દમનારા,
(૧૮) સરળ સ્વભાવ વાળા,
(૧૯ ) ઘટિત બોલનારા,
(૨૦) જિતેન્દ્રિય તથા પ્રમાદ-રહિત,
(૨૧) સુ:ખ દુઃખાદિદ્વંદ્વ -રહિત,
(૨૨ ) ધીરજ વાળા,
(૨૩) કર્મેન્દ્રિયો તથા જ્ઞાનેન્દ્રિયોની ચપળતાથી રહિત,
(૨૪) પદાર્થના સંગ્રહ રહિત,
(૨૫) બોધ કરવામાં નિપુણ,
(૨૬) આત્મ નિષ્ઠા વાળા,
(૨૭ ) સર્વને ઉપકાર કરવા વાળા,
(૨૮) કોઈ પણ પ્રકારના ભય રહિત,
(૨૯) કોઈ પણ પ્રકારની આશા રહિત,
(૩૦) વ્યસન રહિત,
(૩૧) શ્રદ્ધા વાળા,
(૩૨) ઉદાર,
(૩૩) તપસ્વી,
(૩૪) પાપ રહિત,
(૩૫) ગ્રામ્ય કથા વાર્તા નહીં સાંભળનારા,
(૩૬) સત્શાસ્ત્રના નિરંતર અભ્યાસ વાળા,
(૩૭) માયિક પંચ વિષય-રહિત,
(૩૮) આસ્તિક બુદ્ધિ વાળા,
(૩૯ ) સત્-અસતના વિવેક વાળા,
(૪૦) મદ્ય-માંસાદિકના સંસર્ગે રહિત,
(૪૧) દ્રઢ-વ્રત વાળા,
(૪૨) કોઈની ચાડી-ચુગલી નહીં કરનારા,
(૪૩) કપટ રહિત,
(૪૪) કોઈની છાની વાતને પ્રકટ નહીં કરનારા,
(૪૫) નિંદ્રા જિત,
(૪૬) આહાર જિત,
(૪૭) સંતોષ વાળા,
(૪૮) સ્થિર બુદ્ધિ વાળા,
(૪૯) હિંસા રહિત વૃત્તિ વાળા,
(૫૦) તૃષ્ણા રહિત,
(૫૧ ) સુખ-દુઃખમાં સમ ભાવ વાળા,
(૫૨) અ-કાર્ય કરવામાં લાજ વાળા,
(૫૩) પોતાનાં મુખે પોતે વખાણ નહીં કરનારા,અને બીજાની પાસે પોતે કહીને પણ પોતાના વખાણ નહી કરાવનારા,
(૫૪ ) બીજાની નિંદા નહીં કરનારા,
(૫૫ ) યથાર્થ પુરેપુરુ બ્રહ્મચર્ય પાળનારા,
(૫૬) યમ તથા નિયમ વાળા,
(૫૭ ) આસન જિત,
(૫૮) પ્રાણ જિત,
(૫૯) ભગવાનના દ્રઢ આશ્રય વાળા,
(૬૦) ભગવદ્ભક્તિ-પરાયણ,
(૬૧) ભગવાન અર્થે જ સર્વ ક્રિયા કરનારા,
(૬૨) ભગવાનની મૂર્તિમાં ધ્યાન-પરાયણ રહેનારા,
(૬૩ ) ભગવાનની લીલા કથાનું શ્રવણ-કીર્તન કરનારા,
(૬૪) ભગવાનની ભક્તિ વિના એક પણ ક્ષણ વ્યર્થ નહીં જવા દેનારા.
આવા સર્વગુણ સંપન્ન સંત તમને મળી ગયા હોય તો તેને જીવન સમર્પિત કરી ધન્યભાગી બની જવું...
🙏🌹😊🙏🌹😊🙏🌹
*सर्वे भवन्तु सुखिनः - सर्वे सन्तु निरामयाः ।* 🙏🕉