અન્ન બ્રહ્મ
સૃષ્ટિની શરુઆતમાં એક માત્ર આત્મા ( પરમાત્મ તત્વ) જ હતો. એના સિવાય, બીજું કંઈ જ સચેષ્ટ નહોતું. પરમાત્માએ વિચાર કર્યો કે" હું લોકોનું સૃજન કરું. "
પરમાત્માએ અંભ, મરીચિ, મર અને આપ: લોકોની રચના કરી. દ્યુલોક થી પર અને સ્વર્ગની પ્રતિષ્ઠાવાળા લોકને અંભ, અંતરીક્ષ ને મરીચિ, આ પૃથ્વીલોકને મૃત્યુલોક અને પૃથ્વી ની નીચે આપ: લોક છે.
લોક નું નિર્માણ કર્યા પછી, લોકો નું નિર્માણ કર્યું અને લોકપાલોની રચના કરવી જોઈએ. એવું ચિંતન કરીને એમણે આપ: એટલે તરલ પદાર્થ માંથી એક પુરુષને સમુદ્ધત કરીને એને મૂર્તિમાન બનાવ્યો.
આ વિરાટ પુરુષને જોઈને ,ઈશ્વરે સંકલ્પપૂર્વક તપ કર્યું ,એ તપના પ્રભાવથી (હિરણ્યગર્ભ સ્વરૂપે) પુરુષ ના શરીર માંથી સૌથી પહેલા, ઈંડાની જેમ એક મુખ, મુખથી વાણી અને વાણીથી અગ્નિ પ્રગટ થયો .
આ ઉપરાંત નાકના છીદ્ર પ્રગટયાં. નાકનાં છિદ્રથી પ્રાણ અને પ્રાણથી પ્રાણવાયુ ઉત્પન્ન થયા .આંખથી જોવાની શક્તિ અને આદિત્ય પ્રગટ થયા.
ત્યારબાદ કાન પ્રગટ થયા, કાનોથી સાંભળવાની શક્તિ અને દિશાઓનો પાદુર્ભાવ થયો .પછી ત્વચા પ્રગટ થઈ.તેનાથી રોમ અને રોમથી વનસ્પતિ ઔષધિઓનું પ્રાગટ્ય થયું. ત્યારબાદ હૃદય, હૃદયથી મન, મનથી ચંદ્રમા ઉદિત થયો. ઉપરાંત નાભિ, નાભિથી અપાન અને અપાન થી મૃત્યુ પ્રગટયું. પછી જનનેન્દ્રિય ,જનનેંદ્રિયથી વીર્ય અને વીર્યથી આપ: (જળ અને સુજનસીલતા) ની ઉત્પત્તિ થઈ.
ઈશ્વર દ્વારા રચવામાં આવેલ એ અગ્નિ વગેરે દેવતા આ વિશ્વ નિયામક મહાસમરમાં આવી પડ્યા. એમને પરમાત્માએ ભૂખ અને તરસથી યુક્ત બનાવી દીધા. ત્યારે દેવોએ ઈશ્વર પાસે યાચના કરી કે અમારા માટે કોઈ આશ્રય સ્થળ બનાવી આપો. જેથી અમો પોત- પોતાનો આહાર ગ્રહણ કરી શકીએ.
પછી પરમેશ્વરે મનુષ્ય શરીરની રચના કરી, એમને બતાવ્યું .ત્યારે દેવતાઓએ પોતાનો આશ્રય લઈ લીધો.
અગ્નિદેવ વાણીનું રૂપ ધારણ કરી અને મુખમાં પ્રવેશ્યા, વાયુદેવ પ્રાણ બનીને નાસિકા ના છિદ્રોમાં પ્રવેશ્યા.સૂર્યદેવ ચક્ષુ બનીને નેત્રના ગોળા માં પ્રવેશ્ય. દિશાઓ શ્રોત્ર ઇંદ્રિય બનીને કર્ણ છિદ્રમાં પ્રવેશ્યા. રોમ બનીને ત્વચામાં પ્રવેશી .ચંદ્રદેવ મન બનીને હૃદયમાં પ્રવેશ્યા. મૃત્યુ દેવ અપાન બનીને નાભિપ્રદેશ માં પ્રવેશ્યા. આપ: દેવતા વીર્ય બનીને ઉપસ્થ ક્ષેત્રમાં પ્રવેશ્યા. ત્યારે ભૂખ અને તરસસે પરમેશ્વરને કહ્યું, આપે બધા દેવતાઓને સ્થાન આપી દીધું .અમારા માટે આશ્રયની વ્યવસ્થા કરો.
આપઃ ને ખૂબ જ તપાવ્યો જે મૂર્ત સ્વરૂપ બન્યું એ મૂર્ત સ્વરૂપ વસ્તુતઃ અન્ન. અન્નને પ્રાણ ,નેત્ર ,શ્રોત્ર, મન, વગેરે દ્વારા પકડવાની ચેષ્ટા કરી પણ સફળતા મળી નહીં.
અંતે અપાન વાયુ દ્વારા અન્નને ગ્રહણ કરવાની ચેષ્ટા કરી અંતે ગ્રહણ થયું. અને સર્વ દેવતાઓને પોતાનો ભાગ મળી ગયો.
અન્ન એ બ્રહ્મ છે. અન્ન થી પ્રાણી ઉત્પન્ન , જીવન અને મૃત્યુ આવવાથી અન્નમાં જ પ્રવેશે છે. અન્નદાન તે સાક્ષાત બ્રહ્મને આપવાનું કામ છે.
મારા રામે દીધો છે રૂડો રોટલો રે
કોઈને ખવડાવીને ખાઓ, કોઈને સાથે લઈને ખાઓ...મારે રામે
હા રે થોડા માંથી થોડું આપીજો
હા રે તમે કરશોના કચવાટ
મારા રામે દીધો છે રૂડો રોટલો
હારે એ તો ભૂખે સુવાડે ના કોઈને
રાખે સૌ પર સરખો ભાવ
મારા રામે દીધો છે રૂડો રોટલો
હારે અન્નદાન છે મોટુ દાન
સાથે રામનું લે તું નામ
મારા રામે દીધો છે રૂડો રોટલો
Comme