ઉપમન્યુ ની ગુરુ ભક્તિ

ઉપમન્યુ ની ગુરુ ભક્તિ

Gujrat
0

 

ઉપમન્યુ ની ગુરુ ભક્તિ



गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः, गुरुः साक्षात्‌ परब्रह्म तस्मै श्री गुरवे नमः॥

ગુરુ જ બ્રહ્માની જેમ સર્જનહાર છે,
વિષ્ણુની જેમ પાલનહાર છે અને
મહેશ્વરની જેમ સંહારક છે.
ગુરુ જ ઈશ્વરના પ્રત્યક્ષ દર્શન કરાવનાર છે. તે સર્વ શ્રેષ્ઠ ગુરુને પ્રણામ કરું છું.

ગુરુનો અર્થ : અંધકાર દૂર કરનાર
ગુ એટલે અંધકાર
રુ એટલે દૂર કરનાર

गुरु पारस को अन्तरो,  जानत हैं सब संत।
वह लोहा कंचन करे, ये करि लेय महंत।।

ગુરુ અને પારસ વચ્ચેનો તફાવત બધા જ્ઞાનીઓ જાણે છે.  પારસ મણિ વિશે વિશ્વ પ્રસિદ્ધ છે કે લોખંડ તેના સ્પર્શથી સોનું બની જાય છે.

 પરંતુ ગુરુ પણ એટલા મહાન છે કે તેમના ગુણો અને જ્ઞાનને ઘડીને શિષ્યને પોતાના જેવો મહાન બનાવે

          गुरु हैं सब कुछ जगत में गुरु से सब कुछ होय ।
          गुरु बिन और जो जानहीं भक्ति न पावै सोय ॥


            એક સુંદર વનમાં એક આશ્રમ હતો. ત્યાં ગુરુ ધૌમ્ય તેમના શિષ્યોની સાથે રહેતા હતા. એક દિવસ ઉપમન્યુ નામનો એક હૃષ્ટપુષ્ટ બાળક આશ્રમમાં આવ્યો.  તે બાળકે મહાન ઋષિ ધૌમ્યને પ્રણામ કર્યા અને તેને શિષ્ય તરીકે સ્વીકારવા માટે વિનંતી કરી.

         ગુરુ ધૌમ્ય ઉપમન્યુને સ્વીકારવા તૈયાર થયા. ઉપમન્યુ ભોળો હતો અને એની બુદ્ધિ ભણવામાં ઝાઝી ચાલતી ન હતી. તેમ છતાં તેને આશ્રમના બીજા શિષ્યો સાથે રાખવામાં આવ્યો. તેને અભ્યાસમાં ખાસ રુચિ ન હતી. તેને ધર્મ ગ્રંથોમાં ઝાઝી સમજ નહોતી પડતી અને તે ધર્મ ગ્રંથોને મોઢે પણ નહોતો કરી શકતો. તે ગુરુની આજ્ઞાનું પાલન પણ નહોતો કરી શકતો. તેનામાં ઘણા ઉત્તમ ગુણોનો અભાવ હતો.


         ગુરુ ધૌમ્ય ખૂબ વિદ્વાન હતા. ઉપમન્યુમાં ઘણા અવગુણો હોવા છતાં પણ ગુરુ તેને બીજા હોશિયાર શિષ્યો કરતા પણ વધારે પ્રેમ કરતા હતા. ઉપમન્યુ પણ ગુરુ ધૌમ્યને પ્રેમ કરવા લાગ્યો. તે પોતાના ગુરુ માટે કંઈ પણ કરવા તત્પર રહેતો. ગુરુ જાણતા હતા કે વધારે પડતો ખોરાક ખાવાને કારણે ઉપમન્યુ આળસુ અને મંદબુદ્ધિ બની ગયો હતો. 

      અધિક ભોજન મનુષ્યને સુસ્ત અને અસ્વસ્થ બનાવે છે. તે સ્પષ્ટતાથી વિચારી પણ નથી શકતો આનાથી “તમોગુણ” ( સુસ્તી ) ઉત્પન્ન થાય છે. ગુરુ ધૌમ્યની એવી ઈચ્છા હતી કે પોતાના શિષ્યો એટલો જ ખોરાક ગ્રહણ કરે જેટલો જરૂરી હોય અને તેની જીભને કાબૂમાં રાખે. 


     આથી ગુરુ ધૌમ્યએ ઉપમન્યુને રોજ પ્રાતઃકાળે આશ્રમની ગાયો ચરાવવા જવાનું અને સંધ્યાકાળે પાછા આવવાનું કહ્યું. દરરોજ ગુરુની પત્ની ઉપમન્યુને બપોરનું ભોજન બાંધી આપતી. પણ ઉપમન્યુને એટલો ખોરાક ઓછો પડતો. ભોજન કર્યા પછી પણ તે ભૂખ્યો રહેતો.

     તેથી તે ગાયોનું દૂધ દોહીને પી જતો. ગુરુએ જોયું કે ઉપમન્યુ જાડો જ થતો જાય છે. રોજ ગાયો ચરાવવા જતો, સાદું ભોજન કરતો, તેમ છતાં તે પાતળો નહોતો થતો. તે જોઈને ગુરુને આશ્ચર્ય થતું. તેમણે ઉપમન્યુને આ વિશે પૂછ્યું. ત્યારે તેણે પ્રમાણિક પણે જવાબ આપ્યો કે તે દરરોજ ગાયનું દૂધ પીતો હતો. ગુરુએ તેને સમજાવ્યું કે તેનાથી તે ગાયોનું દૂધ ન પીવાય કારણકે તે ગાયો બીજાની છે. ઉપમન્યુએ ગુરુની આજ્ઞા માથે ચડાવી અને દૂધ પીવાનું બંધ કર્યું. ઉપમન્યુએ સરળતાથી ગુરુની વાત માની લીધી. એક દિવસ તેણે જોયું કે વાછરડાં જ્યારે તેમની માતાનું દૂધ પીતા ત્યારે દૂધનાં થોડાં ટીપાં નીચે પડતાં હતાં. તે આ દૂધને પોતાના ખોબામાં ભેગું કરીને પી જતો. ગુરુએ જોયું કે હજુ પણ ઉપમન્યનું વજન ઓછું નહોતું થતું. તેમને બાળક પાસેથી જાણવા મળ્યું કે તે શું કરતો હતો. ગુરુએ તેને પ્રેમથી સમજાવ્યું કે ગાયના મોઢામાંથી પડેલું દૂધ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ઉપમન્યુએ કહ્યું કે હવેથી તે દૂધ નહીં પીએ. પણ ઉપમન્યુ ભૂખ સહન ન્હોતો કરી શકતો.

      એક દિવસ બપોરે તેણે વૃક્ષ ( આકડાં ના)પર લટકતાં ફળો જોયાં. ફળો જોઈને તેની આંખો ચમકી ઊઠી. તેણે તે ફળો ખાધાં. પણ તે ફળો ઝેરી હતાં. તે ફળો ખાવાથી તેની આંખોની દ્રષ્ટિ જતી રહી. ઉપમન્યુ ગભરાઈને અહીંયાથી ત્યાં લથડિયાં ખાવા લાગ્યો અને એક ઊંડાં કૂવામાં જઈને પડ્યો. ગાયોને ઉપમન્યુ વગર જ આશ્રમમાં પાછી ફરેલી જોઇને ગુરુ તેને શોધવા નીકળ્યા. 


     તેમણે ઉપમન્યુને એક ઊંડાં કૂવામાં પડેલો જોયો. તેમણે તેને બહાર કાઢ્યો. ગુરુ ખૂબ જ દયાળુ હતા. તેમણે ઉપમન્યુને એક મંત્ર શીખવાડ્યો. મંત્ર બોલવાથી અશ્વિન કુમારો પ્રગટ થયા. અશ્વિન કુમારોએ આંખોની રોશની પાછી આપી. તથા આશીર્વાદ આપ્યા કે ઝડપથી બધી વિદ્યા શીખ અને મધ પીવા માટે આપ્યું. 

 ગુરુએ ઉપમન્યુને સમજાવ્યું કે લાલચ કરવાથી મનુષ્યને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કૂવામાં પડવાથી તેનો જીવ પણ જઈ શકતો હતો. ઉપમન્યુને પોતાની ભૂલ સમજાઈ ગઈ અને તેણે વધરે પડતું ખાવાનું બંધ કર્યું. થોડા જ વખતમાં તે તંદુરસ્ત, બુદ્ધિશાળી અને હોશિયાર બની ગયો.

ગુરુ ધૌમ્યએ ઉપમન્યુના હ્રદયમાં પ્રેમનું સર્જન કર્યું.

ગુરુએ બ્રહ્માની જેમ સર્જનહારનું કામ કર્યું. ગુરુએ તેને પ્રેમથી સમજાવ્યો અને મરતા બચાવ્યો. તેથી તેઓ વિષ્ણુની જેમ પાલનહાર બન્યા અને અંતે મહેશ્વરની જેમ ઉપમન્યુમાંથી લાલચ જેવા દુર્ગુણોનો સંહાર કરીને તેના જીવનને સફળતા તરફ દોર્યું.

ગુરુ જ આપણામાં નૈતિક મૂલ્યોનું સિંચન કરે છે અને સાચા રસ્તે દોરે છે. આપણે હંમેશાં ગુરુને આદર આપવો જોઈએ અને તેમનો આભાર માનવો જોઈએ.

વિદ્યા સાથે વિવેક અને વિનયનો સમન્વય કરવા માટે તપ, ત્યાગ અને સહકારના પાઠ ભણવા પડે. કૌટુંબિક મમત્વથી ઉપર ઊઠવું પડે. આ છે આશ્રમવ્યવસ્થાનું મનોવિજ્ઞાન. 

गुरु मेरी पूजा गुरु गोबिंद
गुरु मेरा पारब्रह्म, गुरु भगवंत

गुरु मेरा देव अलख अभेव
सरब पूज्य, चरण गुरु सेवू

गुरु बिन अवर नहीं मैं थाओ
अन दिन जपो, गुर गुर नाओ

गुरु मेरा ग्यान, गुरु रिदे धयान
गुरु गोपाल पुरख भगवान्

गुरु की सरन रहूँ कर जोर
गुरु बिना मैं नाही होर

गुरु बोहित तारे भव पार
गुरु सेवा ते यम छुटकार

अन्धकार में गुरु मन्त्र उजारा
गुरु कै संग सगल निस्तारा

गुरु पूरा पाईये वडभागी
गुरु की सेवा दुःख ना लागी

गुरु का सबद ना मेटे कोई

Comme

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !