મણીલક્ષ્મી જૈન તીર્થ:

મણીલક્ષ્મી જૈન તીર્થ:

Gujrat
0

 મણીલક્ષ્મી જૈન તીર્થ: 

મણીલક્ષ્મી જૈન તીર્થ ધર્મજ ચોકડીથી  તારાપુરના રસ્તે 

(વડોદરા-ભાવનગર હાઇવે પર ) માત્ર ચાર  કિ મી ના અંતરે માણેજ ગામ પાસે જમણી બાજુએ બિલકુલ રોડ સાઈડે આશરે ૪૪ એકરમાં પથરાયેલ એક અભિનવ તીર્થભૂમિ છે.



આ તીર્થ તીર્થ હમણાં જ બન્યું છે. ભવ્ય પ્રવેશદ્વારમાં દાખલ થતાં જ સામે ઉંચા ભવ્ય શિખરવાળું મંદિર દેખાય છે. 

મંદિરની આજુબાજુ સુંદર બાગ બગીચા આવેલાં છે.

આ બગીચા વચ્ચે, હાથથી ઉંચકાયેલા એક ગોળા પર ‘મણીલક્ષ્મી તીર્થ’ લખેલું નજરે પડે છે. 


મણીલક્ષ્મી તીર્થના સંકુલમાં આ જિનાલય આશરે ૩૧૦૦૦ ચો.ફૂ. વિસ્તારમાં પથરાયેલું છે. પધારેલા પ્રભુભક્તોને પ્રાકૃતિક આનંદમાં રસતરબોળ કરવા જિનાલયની આસપાસ ચારે તરફ આશરે હજારો ચો.ફૂ.ની વિશાળ જગ્યામાં એક રમણીય ઉદ્યાનની સંયોજના કરેલ છે. 


મણીલક્ષ્મી તીર્થનું સફેદ આરસમાં કંડારેલું મંદિર આવે છે. વિશાળ મંદિરનાં બહારથી જ દર્શન કરીને એમ લાગે છે કે આટલું મોટું જૈન તીર્થ કદાચ બીજે ક્યાંય નથી જોયું. મંદિરમાં આરસના થાંભલાઓ અને છત પરની અદભૂત કોતરણી કરેલી છે. એમાં કલાકારોએ દેવીદેવતાઓની વિવિધ મુદ્રાઓને આબાદ રીતે પ્રગટ કરી છે. 



આ જિનાલયમાં શિલ્પશાસ્ત્ર બન્નેનો સુમેળ કરવામાં આવ્યો છે.આ જિનાલય નીચે અને ઉપર એમ બે મજલવાળું છે. સાથે જેટલી વિશાળતા ભોંયતળીયાના મંડપમાં છે તેટલીજ વિશાળતા ઉપર પણ રાખવામાં આવી છે. આ ભવ્ય જિનાલયમાં ગૂઢમંડપમાં અને રંગમંડપ બન્નેનું અલગ અલગ નિર્માણ કરેલ છે. દેરાસરમાં પ્રવેશ કરનાર સૌ પ્રથમ નૃત્યમંડપમાં પ્રવેશે છે. જે આશરે ૫૦૦૦ ચો.ફૂ.નો છે. જયારે આગળ જતા તે ૩૫૦૦ ચો.ફૂ. વિશાળ અને ૬૩ ફૂટ ઊંચા ધુમ્મટવાળા ‘ગૂઢમંડપ’ માં પ્રવેશે છે. જ્યાં ઉપરની કોતરણી જોનારને આશ્ચર્યમાં મૂકી દે છે. અને સામેજ ૨૫૦ ચો.ફૂ. ના વિશાળ ગર્ભગૃહમાં રાજરાજેશ્વર શ્રી મુનિસુવ્રતસ્વામી બાદશાહી ઠાઠથી શોભી રહ્યા છે. જેની ઉપર એટલા જ વિશાળ ગૂઢમંડપઅને ગર્ભગૃહવાળુ બીજુ જીનમંદિર છે જેમાં સર્વવાંછિતદાયક શ્રી નામીનાથ પ્રભુ ભક્તોને આહ્વાન કરી રહ્યા છે. મુખ્ય જીનાલયની ડાબી અને જમણી બાજુએ બે દેવકુલિકાઓને રચના કરી છે તેવી જ રીતે ઉપર પણ ડાબી અને જમણી બાજુએ દેવકુલિકાઓ છે. આ જીનનાલય ત્રણ શિખરોથી યુક્ત છે. જેમાં મુખ્ય શિખર કુલ ૮૫ કળશોથી વીંટળાએલું છે.


આ જીનનાલયમાં ઝીણી નકશીવાળા, જુદી – જુદી અંગભંગીઓથી શોભતી નૃત્યાંગનાઓવાળા ૨૦૦ થી વધુ થાંભલાઓનું અદ્વિતીય સોંદર્ય ધરાવે છે. આ જીનાલય બહારની તરફ આશરે ૭૨ ઝરુખોથી ભવ્યાત્માને પોતાની તરફ આકર્ષી રહ્યું છે. આ જીનનાલયનું શિખર ૧૩૪.૧ ફૂટની ઊંચાઈવાળુ છે. અને ધજાદંડ તો તેથી પણ ૩૩.૧૧ ફૂટ ઊંચો આવશે. આ ઉત્તુંગ શિખર આજુબાજુના પાંચ કિ. મી. દુરથી પણ દેખાય છે. આવી તો બીજી અનેક વિશેષતાઓ જીનાલયમાં સમાયેલી છે. 


મંદિરના સભામંડપને પણ એટલો જ સુંદર રીતે સજાવ્યો છે. ગર્ભગૃહમાં તીર્થંકરની મૂર્તિ તો અતિ સુંદર છે. એમનાં દર્શન કરીને મનમાં ખૂબ જ આનંદ થાય છે.


મંદિરની બધી બાજુ સરસ બગીચા બનાવ્યા છે. ફુવારા પણ છે. રાતના સુંદર રોશની થાય છે. રાતનો નઝારો જોવા જેવો છે. 


સિનિયર સિટીજન માટે  મંદિર પરિસરમાં ફરવા માટે ઈ કારની વ્યવસ્થા છે.

બાળકો તથા મોટેરાઓ માટે ત્રણ ટોય ટ્રેઈન છે. જેમાં ફ્રિ માં બેસીને મંદિરની પરિક્રમા કરીને મંદિરનો તથા બાગ બગીચાનો નજારો માણી શકાય છે.


અહીં આધુનિક સાગવડસાથેની ભવ્ય અને કલાત્મક ભોજનશાળા અને રહેવાની સુંદર સુવિધાઓ ખૂબ જ વાજબી દરે ઉપલબ્ધ છે. 


તમે અહીં શાંતિપૂર્ણ વાતાવરણમાં રહી પ્રભુની સુંદર ભક્તિ કરી શકો છો. 


જો તમે અહીં ધર્મશાળામાં રાત રોકાવાનું વિચારી રહ્યા છો તો કૃપા કરીને તીર્થની મુલાકાત લેતા પહેલા એડવાન્સ બુકિંગ કરાવીને જશો.


આવી અનેક અદ્વિતીય વિશેષતાથી ભરપૂર આ અદભૂત જિનાલયની  ( તીર્થ ધામ) એકવાર જરુરથી મુલાકાત લેવા જેવી છે.

ફેસબૂક માંથી 

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !