એકલવ્યની ગુરુ ભક્તિ

એકલવ્યની ગુરુ ભક્તિ

Gujrat
0

 

એકલવ્યની ગુરુ ભક્તિ

         

ध्याम मूलं गुरुर मूर्ति, पूजा मूलं गुरु पदम्।
मन्त्र मूलं गुरुर वाक्यं मोक्ष मूलं गुरु कृपा॥


  મહાગ્રંથ મહાભારતમાં દર્શાવવામાં આવેલું એક પાત્ર છે. તે હિરણ્ય ધનુ નામના શિકારી (નિષાદ)નો પુત્ર હતો. ગુરુ દ્રોણે શીખવવાની ના પાડતાં એમની મુર્તિને ગુરુપદે સ્થાપી વિદ્યા મેળવનાર એકલવ્યની ગુરુભક્તિ મહાન હતી. તેના ગુરુએ માંગણી કરતાં ગુરુદક્ષિણા રૂપે પોતાના જમણા હાથનો અંગૂઠો તેણે ગુરુને સમર્પિત કરી દીધો હતો.

गुरू भक्ति अति कठिन है, ज्यौं खांडे की धार।
बिना सांच पहुँचै नहीं, महा कठिन व्यवहार॥

  નિષાદરાજ હિરણ્યધનુની રાણી સુલેખાએ એક પુત્રને જન્મ આપ્યો જેનું નામ "અભિદ્યુમ્ન" હતું. બાળપણમાં તેઓ "અભય" તરીકે ઓળખાતા હતા. બાળપણમાં, જ્યારે અભય તેના પરિવારના ગુરુકુળમાં શિક્ષણ માટે ગયો હતો, ત્યારે ગુરુએ બાળકને "એકલવ્ય" નામથી સંબોધિત કર્યું હતું, બાળકનું શસ્ત્ર-શસ્ત્રમાં સમર્પણ અને પ્રામાણિકતા જોઈને.

તે રાજા હિરણ્ય ધનુ નામના નિષાદનો પુત્ર હતો.
એકલવ્યનું મૂળ નામ અભિદ્યુમ્ન હતું. એકલવ્ય સ્વ-શિક્ષિત તીરંદાજી અને અજોડ જુસ્સા સાથે ગુરુ પ્રત્યેની ભક્તિ માટે જાણીતા છે. તેમના પિતાના મૃત્યુ પછી, તે શ્રિંગબેરા રાજ્યનો શાસક બન્યો. 
એકલવ્યની જાતિ કઈ હતી?

દ્રોણનો ભક્ત એકલવ્ય નિષાદરાજ હિરણ્યધનુનો પુત્ર હતો.
તેમની માતાનું નામ રાણી સુલેખા હતું. ઉલ્લેખનીય છે કે નિષાદ નામની એક જ્ઞાતિ આજે પણ ભારતમાં વસે છે. એકલવ્ય ન તો ભીલ હતો કે ન તો આદિવાસી, તે નિષાદ જાતિનો હતો. 
એકલવ્યની હત્યા કોણે અને શા માટે કરી?

શ્રી કૃષ્ણએ એકલવ્યનો વધ કર્યો હતો, એકલવ્ય એકલા સેંકડો યાદવવંશી યોદ્ધાઓને રોકવા સક્ષમ હતો. યાદવ વંશના યુદ્ધમાં કૃષ્ણ દ્વારા એકલવ્યની હત્યા કરવામાં આવી હતી.

નિષાદરાજ હિરણ્યધનુનો પુત્ર એક્લ્વ્ય પણ તેમની પાસે શિક્ષા લેવા માંગતો હતો પણ દ્રોણાચાર્યે કહ્યુ કે ' મારી પાસે બધા રાજકુમારો જ આવે છે અને તુ એક ભીલપુત્ર છે. તને શીખવાડુ તો રાજકુમારો નારાજ થશે, એટલે તુ મારો શિષ્ય નહિ બની શકે.

અર્જુન ધનુરવિદ્યાનુ વધુમા વધુ જ્ઞાન મેળવવા હંમેશા દ્રોણાચાર્ય પાસે જ રહેતો હતો તે તેમનો લાડલો શિષ્ય હતો. દ્રોણાચાર્ય પોતે પણ તેનુ વિશેષ ધ્યાન રાખતા. અર્જુનની ગુરુભકિત અને તેની શ્રધ્ધા અને તેની વિદ્યા થી પ્રસન્ન થઈને તેમને વચન આપ્યુ કે તે એ વાતનો ખ્યાલ રાખશે કે આ ધરતી પર તેના જેવો કોઈ બાણવીર નહિ બને.



પરંતુ એકલવ્ય નિરાશ ન થયો. એણે દ્રોણાચાર્યને વંદી, મનોમન તેમને ગુરુ માની ત્યાંથી પ્રયાણ કર્યુ. પછી જંગલમાં જઈને એમની માટીની મૂર્તિ બનાવી, અને એમની આગળ ધનુરવિદ્યા શિખવાની શરુ કરી. ગુરુએ શિષ્યનો સ્વીકાર ન કર્યો તો શુ થયુ શિષ્યે તો તેમને ગુરુ માની લીધા હતા ને? જેથી કરીને એની ભાવનાનો વિજ્ય થયો.અને એની સફળતાનો માર્ગ મોક્ળો થયો.


      એકવાર ગુરુની આજ્ઞાથી કૌરવો અને પાંડવો શિકાર માટે રથમાં બેસીને વનમા જતા હતા ત્યારે તેમણે શિકાર કરવાના સાધન અને કૂતરા સાથે ફરતા કોઈ માનવને જોયો. કૂતરો જંગલના રસ્તે એકલો આગળ વઘીને ધનુર્વિદ્યાના પ્રયોગો કરતા એકલવ્ય પાસે પહોચી ગયો.

      જટાધારી એકલવ્યને જોઈને તે ભસવા માંડ્યો, એટલે એકલવ્યે તેને ભસતો બંધ કરવા માટે એના મુખમાં કુશળતાપૂર્વક સાતબાણ માર્યા.એ બાણ થી કૂતરો મર્યો પણ નહિ કે ઘાયલ પણ ના થયો. બસ મૂગો બની ગયો. એવી જ અવસ્થામાં એ પાંડવો પાસે આવીને ઉભો રહ્યો ત્યારે પાંડવો તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. એમની બુધ્ધિ કે સમજ શકિત કાઈ કામ ન કરી શકી. આવી કુશળવિદ્યા તેમણે ક્યાંય જોઈ નહોતી કે એની કલ્પના પણ નહોતી કરી.

તે આતુરતાપૂર્વક એ શૂરવીર્ ને જોવા વનની અંદર ગયા. પણ એકલવ્યનુ બાહ્યરુપ બદલાઈ ગયુ હોવાથી તેને ઓળખી શક્યા નહિ. એકલવ્યે પોતાની ઓળખાણ આપતા જણાવ્યુ કે ' હું હિરણ્ય ધનુનો પુત્ર અને દ્રોળાચાર્યનો શિષ્ય છું.

તેનો પરિચય પામીને તેની પ્રશંસા કરતા-કરતા તેઓ ગુરુ પાસે ગયા અને બધી વાત કરી. દ્રોળાચાર્યને ધણું આશ્ચર્ય થયુ કે 'મારો એક પણ શિષ્ય આટલો નિપુણ નથી તો પછી આ કોણ છે જેને હું નથી શિખવાડ્યુ છતાંય તે મારો શિષ્ય છે. જ્યારે તેમણે અર્જુનની સામે જોયુ તો એના ચેહરાના ઈર્ષાના ભાવને જોઈને એના મનની વાત સમજી ગયા. તેમણે મનોમન કશુ વિચાર્યુ અને તે અર્જુનને લઈને એકલવ્ય પાસે ગયા.

એકલવ્ય તેમણે ઓળખીને એમના ચરણોમાં પડીને એમનુ વિધિપૂર્વક પૂજન કર્યુ.તેને હાથ જોડીને પોતાની શિષ્ય તરીકે ઓળખાણ આપી, એટલે દ્રોણાચાર્યે કહ્યુ કે તે મારી મરજી વગર મને ગુરુ બનાવીને વિદ્યાતો મેળવી લીધી તો હવે ગુરુદક્ષિણા પણ આપવી પડશે.એકલવ્યે ગુરુદક્ષિણામાં સર્વ કાંઈ સમર્પિત કરવાની તૈયારી બતાવી. દ્રોણાચાર્યતો અર્જુન પ્રતિ શિષ્ય પ્રેમમાં પોતાની મહાનતા પણ ભૂલી ગયા હતા અને તેમણે પોતાની મહાનતાને ન શોભે તેવી માંગણી કરી અને એકલવ્ય પાસે જમણા હાથનો અંગૂઠો માંગી લીધો જમણાં હાથનો અંગૂઠો એટલે ધનુર્વિદ્યાની જીવાદોરી, એના વગર આ વિદ્યાની કલ્પના કરી જ ના શકાય.

એકલવ્ય અગર ઈચ્છા રાખતતો એ ના પાડી શકતો હતો, પણ તેને પોતાના વિદ્યાની લાજ રાખીને તરતજ પોતાના જમણા હાથનો અંગૂઠો કાપી આપીને સાચા શિષ્યની ઓળખાણ આપી અને પોતાની સમર્પણભાવના ને કારણે અમર બન્યો.

  હિંદુ વર્ણવ્યવસ્થા કર્માનુસાર હતી તે જન્માનુસાર થવા લાગી. આખરે આભડછેટ અને ઊંચ- નીચના ખ્યાલોએ જન્મ લીધો. સંતોએ આ ભેદ ટાળવા કહ્યું

"બ્રાહ્મણ ક્ષત્રિય વૈષ્ણવ શુદ્ર
 હરિનો પિંડ અખા કોણ શુદ્ર"

  સતાર દાસએ સમાજમાં વ્યાપેલા દુષણો, વિસંગતીઓ, ભેદભાવો બહુ જ નજીકથી જોયેલા છે, અનુભવેલા છે. જેમને પોતાની વાણીમાં આલેખન કર્યું છે. 

 એમને અડશોમાં અભડાશો,પછી નાવાને ક્યાં જશો(2)....અમને....
ન્યાત જાતના બંધન છૂટ્યા,છૂટી જૂઠી લાજ,
ગુરુપ્રતાપે,અમને મળ્યું છે પ્રેમ નગરનું રાજ (2)..અમને......

અભડાવવાની બીક ન હોય તો આવો અમારી પાસે,(2)
નાતીલા જો નિંદા કરશે,તો પાપ બધાય ધોવાશે ..તમારા પાપ...અમને...
નાતના જુઠા બંધનમાંહીં,કદીય ના બંધાશું ..અમે કદીય..(2)
સર્વાન્ગી બની,સર્વે સ્થળે પ્રેમી થઈને જાશું..અમે પ્રેમી ....અમને .....
પ્રેમપંથના અમો પ્રવાસી,પ્રેમી નામ અમારું (2)
વહેમની વાતે કોણ જાયે,જ્યા જણાયું હું અને મારું ..જ્યા જણાયુ ...અમને.....
ઊંચ નીચના ભેદ જે ભૂલે તે સાચું સુખ માણે..(2)
દાસ સત્તાર કહે સમજાવી,ઓલ્યા અભિમાની શું જાણે,..ઓલ્યા અભિમાની..અમને....
પછી તમે ન્હાવાને ક્યાં જાશો....

એકલવ્યની ગુરુ પ્રત્યે પ્રેમ લક્ષણા ભક્તિ છે. જેને મહર્ષિ શાંડિલ્ય ' સાપરાનુંરક્તિરીશ્વરે' ઇશ્વર માં પરમ અનુરાગ યાને પરમ પ્રેમ એ જ ભક્તિ. જયારે દેવર્ષિ નારદ 'સાત્વસ્મિન પરમ પ્રેમરુપ' પરમેશ્વરમાં અતિશય પ્રેમમય થઈ જવું તે ભક્તિ છે. અહીં એકલવ્ય સતત ગુરુ સ્મરણ કરે છે, જે પ્રેમલક્ષણા ભક્તિ નું ઉત્તમ ઉદાહરણ છે. આથી તે દિવસ- રાત પોતાના માં રમણ કરે છે. પ્રેમ લક્ષણા ભક્તિનો એક ગુણ ભોળપણ હોવું, તે એકલવ્યની અંદર દેખાય છે. 


મેં તો સિધ્ધ રે જાણીને તમને સેવિયા,
મારા રુદીયામાં દિવસ અને રાત;
હે જીવણ ભલે ને જાગીયા.

મેં તો કરુણાનાં કળશ સ્થપાવિયા;
પાટે પધાર્યા નકલંક દેવીદાસ.
હે જીવણ ભલે ને જાગીયા.......મેં તો સિધ્ધ રે જાણીને...


મેં તો પ્રેમનાં પાટ મંડાવિયા;
પાટે પધાર્યા અમર દેવીદાસ.
હે જીવણ ભલે ને જાગીયા.......મેં તો સિધ્ધ રે જાણીને...

સખીયું સામૈયાં કરોને મારા નાથનાં;
મંગળ ગુણલા અમર માનાં ગવાય.
હે જીવણ ભલે ને જાગીયા.......મેં તો સિધ્ધ રે જાણીને...

એવા નુરીજન મળ્યાં છે મારા શ્યામને;
આનંદ રુડો રે ઉરમાં વરતાય.
હે જીવણ ભલે ને જાગીયા.......મેં તો સિધ્ધ રે જાણીને...

ગરવા દેવાંગી પ્રતાપે અમર મા બોલિયા;
તમારા સેવકોને ચરણોમાં રાખો રે.
હે જીવણ ભલે ને જાગીયા.......મેં તો સિધ્ધ રે જાણીને...

Com

Post a Comment

0Comments

Post a Comment (0)

#buttons=(Accept !) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Accept !